નવજાત બાળકના સ્પર્શ માત્રથી ૨૩ દિવસથી કોમમાં પડેલી માતા આવી ભાનમાં, વાચો આ સત્ય ઘટના

131

જયારે એક સ્ત્રી ગર્ભવતી હોય ત્યારે એ ૯ મહિનામાં તેના અને આવનાર બાળક વચ્ચેનો એક અનોખો અને અદ્ભુત સંબંધ હોઈ છે. બધાથી વધુ પોતાના સંતાનને તેમની માતા ૯ મહિનાથી ઓળખતી હોય છે. આજે અમે તમને જણાવીએ કે  એક માતા અને પુત્રની એક વાત જે કોઈ ચમત્કારથી પણ ઓછી નથી. વાત એવી છે એક માતા કોમામાં હતી ત્યારે જ તેણે તેના બાળકને જન્મ આપ્યો અને આની સાથે જયારે બાળકનો પહેલો સ્પર્શ તે સ્ત્રીને થયો ત્યારે આ માતા ભાનમાં આવી ગઈ હતી.

આ વાત છે બ્રાઝીલની અમાન્ડાની તે સ્ત્રીની ઉંમર ૨૮ વર્ષની છે. તેને ખેંચની બીમારી હતી અને તે જયારે 9 મહિનાથી પ્રેગનેન્ટ હતી ત્યારે કોઈ બાબતમાં તેના પતિ સાથે તેનો ઝઘડો થયો અને તે ઝઘડાના કારણે તેને ખેંચ આવી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં ડોકટરોએ તેની પરીસ્થિતિમાં સંતુલન લાવવા માટે અમાન્ડાને કોમમાં મોકલવાની ફરજ પડી. તે પછી બાળકનો જીવ બચાવવા માટે ડોકટરે સિઝેરિયન કરીને પુત્રનો જન્મ કરાવ્યો હતો.

બાળકનું વજન બહુ ઓછું હોવાથી તેને પણ ડોકટરોની દેખરેખ નીચે રાખવામાં આવ્યો હતો. બાળકના જન્મ થઇ ગયા પછી તે ઘણા દિવસો સુધી તે કોમામાં રહી હતી. 20 દિવસ પછી જયારે બાળકને અમાન્ડાની છાતી પર મુકવામાં આવ્યો ત્યારે તેના હૃદયના ધબકારા અચાનક વધી ગયા. અમાન્ડા કોમામાં હતી પણ તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા. અને થોડા જ દિવસ પછી અમાન્ડા ભાનમાં પણ આવી ગઈ હતી.

ભાનમાં આવ્યા પછી 20 દિવસ બાદ તે બંનેની સ્થિતિ સારી થવા લાગી હતી. અને થોડા જ સમયમાં બંનેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી. અમાન્ડાની નર્સના કહેવા મુજબ જયારે બાળકનો સ્પર્શ તેની માતાને થયો ત્યારે જેવી રીતે અમાન્ડાનો આ રિસ્પોન્સ જોઇને હું અને ડોક્ટર પણ સ્તબ્ધથઇ ગયા હતા. અચાનક જ તે કેવી રીતે ભાનમાં આવી તેનો જવાબ તો અમારી પાસે પણ નથી પણ માતા અને આ બાળકનો સંબંધ ખરેખર કેટલો ઊંડો છે એ જરૂર જાણવા મળ્યું છે.

અમાન્ડા ભાનમાં આવી ત્યારે તેણે જણાવ્યું કે આ બાળકને મેં જન્મ કેવી રીતે આપ્યો એ તો હું નથી જાણતી પણ જયારે બાળકને મારા હાથમાં મુકવામાં આવ્યો ત્યારે તેના સ્પર્શથી મારામાં ઉર્જા આવી ગઈ હતી. પછી મેં મારા પપ્પાને પૂછ્યું કે શું આ મારું બાળક છે તો તેમણે હા કહ્યું અને ત્યારે જ મેં મારા પેટ પર હાથ રાખ્યો તો મને ખ્યાલ આવી ગયો કે હવે હું પ્રેગનેન્ટ નથી અને આ મારું બાળક છે.

ખરેખર માતા અને બાળકનો સંબંધ અનેરો હોય છે. એટલે જ જયારે બાળકનો જન્મ થાય ત્યારે તેને માતાના શરીર સાથે ચોટીને રહે એવી રીતે રાખવા માટે કહે છે આમ કરવાથી માતા અને બાળક એકબીજાના સ્પર્શ દ્વારા ઉર્જા મેળવતા હોય છે. ખરેખર આ ચમત્કારિક ઘટના છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment