“માં” એ બાળક પર નજર રાખવા માટે લગાવ્યો હતો સિક્રેટ કેમેરો, રાત્રે થયું કઈક એવું કે તેને જોઈને બધાના ઉડી ગયા હોશ…

67

આધુનિક યુગમાં લોકોની જરૂરિયાતો વધી ગઈ છે. પરિવાર ચલાવવા માટે પતિ અને પત્ની બંનેએ કામ કરવું સામાન્ય વાત છે. એવુ નથી કે માતા પિતાને બાળકોની સાર સંભાળની ચિંતા નથી હોતી. બાળકોની જરૂરિયાતો અને સુરક્ષાનું પુરતું ધ્યાન રાખવામાં આવે છે. એટલે તમને ઘણા ઘરોમાં અંદર સીસીટીવી દેખાઈ જશે. ઘણી વખત માતા પિતા ઓફિસ પછી સીસીટીવી દ્વારા જોવે છે કે બાળકોએ આખો દિવસ શું કર્યું.

સીસીટીવી દ્વારા ઘણી વખત ચોકાવનારી જાણકારી મળે છે. બ્રિટનમાં એવો જ એક મામલો ચર્ચાનો વિષય બનેલો છે. સોશિયલ મીડિયા પર લોકોમાં એક વખત ફરીથી ચર્ચા ચાલુ થઇ છે કે શું બાળકોને ખાલી મશીનો અને નોકરોના સહારે છોડી શકાય છે.

બ્રિટનમાં એક મહિલાએ પોતાના નવજાતની સુરક્ષા માટે એના રૂમમાં સીસીટીવી લગાવ્યા હતા. રાત્રે સુતા પહેલા તેણી સીસીટીવી દ્વારા એ તપાસ કરવા માંગતી હતી કે શું બાળક સાચી રીતે સુતું છે. ત્યારે એને રૂમમાં એવું કઈક દેખાયું કે એના હોશ ઉડી ગયા અને તેણે પોતાના બાળકના રૂમ તરફ ભાગી.

હિડન અંડર બૈલી નામના યુટ્યુબ પેઈજ પર મહિલાએ વિડીઓ શેર કર્યો છે. વિડીયો પ્રમાણે મહિલાની મિત્ર એના બાળકને રૂમમાં સુવડાવી રહી હતી. ત્યારે રૂમની પાછળ કઈક દેખાય છે. મહિલાએ રીમોટ દ્વારા ઝૂમ કરીને જોયું તો એના પગ નીચેથી જમીન ખસકી ગઈ.

બાળકના રૂમમાં મહિલાને ભૂત દેખાયું. ભૂતને જોતા જ તેણી બાળકના રૂમ તરફ ભાગે છે અને ત્યાં રહેલ પોતાની મહિલા મિત્રને ભૂત વિશે જણાવે છે. બંને મળીને આખા રૂમને સારી રીતે જુવે છે પરંતુ એમને કઈ દેખાયું નહિ. મહિલાએ પોલીસને પણ બોલાવી પરંતુ એનાથી પણ કઈ ન મળ્યું. એના પછી ભૂતોના વિશેષજ્ઞ સાથે સંપર્ક કર્યો.

પૈરાનોર્મલ એક્સપર્ટનું કહેવું હતું કે જે વિડીયોમાં દેખાયું એ હકીકત પણ હોય શકે છે. ઘરના ઈતિહાસ અને એની લોકેશન વિશે જાણકારી મેળવી પછી એક્સપર્ટએ કહ્યું કે ઘણી વખત નકારાત્મક શક્તિઓ પોતાના હોવાનો અનુભવ કરાવે છે. એટલા માટે બની શકે છે કે વિડિયોમાં જે દેખાઈ રહ્યું છે તે ભૂત જ હોય. તેમજ આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં લોકોએ આને ખોટો કહ્યો છે અને આની પાછળના કારણ પણ જણાવ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment