બજરંગબલી હાજરાહાજૂર છે તેના મળ્યા પુરાવા, ૨૦૫૫ સુધીમાં ફરી મળી શકે છે લોકોને…

69

વર્ષ ૨૦૫૫ માં બજરંગબલી તેના ભક્તોને મળવા પાછા અહી આવશે.

પવનપુત્ર હનુમાનજી મહારાજના મહિમાના જેટલા ગુણગાન ગાઈએ તેટલા ઓછા છે. બજરંગબલીના વિશે એવું કહેવાય છે કે તે અમર છે. આ કળિયુગમાં પણ હનુમાનજી હિમાલયના જંગલોમાં રહે છે, પણ તેની પ્રાપ્તિના પુરાવાઓ હજી સુધી મળી શક્યા નથી. જોકે થોડાક વર્ષો પહેલા આ ખબર ચર્ચામાં આવી હતી કે હનુમાનજી અત્યારે પણ તેના ભક્તોની અવાજ સાંભળીને તેની પાસે આવે છે.

મીડિયા રીપોર્ટથી મળેલી માહિતી અનુસાર, શ્રીલંકાના જંગલોમાં ‘માતંગ’ નામની એક જનજાતિ વસવાટ કરે છે. આ આદિવાસી લોકોનું કહેવું છે કે આજે પણ તેને મળવા હનુમાનજી આવે છે. એક અંગ્રેજી પેપરે જનજાતિ પર અભ્યાસ કરનારી આધ્યાત્મિક સંગઠન ‘સેતુ’ પાસેથી આ સનસનીખેજ ખોજનો ખુલાસો કર્યો છે.

કહેવામાં આવ્યું છે કે, હનુમાનજી આ જનજાતિના લોકોને વર્ષ ૨૦૧૪ માં મળવા આવ્યા હતા. હવે બીજીવાર ૪૧ વર્ષ પછી તે પાછા આવશે. એટલે કે વર્ષ ૨૦૫૫ માં બજરંગબલી તેના ભકતોને મળવા પાછા આવશે. ‘માતંગ’ એક એવી જનજાતિ છે જે શ્રીલંકાના અન્ય આદિવાસીઓથી બિલકુલ અલગ જ છે. તેની સંખ્યા પણ ખુબજ ઓછી છે.

સેતુ નામના સંગઠનના પ્રમાણે, ‘માતંગ’ સમુદાયનો ઈતિહાસ રામાયણ કાળથી જોડાયેલો છે. જેમ તમે જાણો જ છો કે હનુમાનજી ને વરદાન મળ્યું હતું કે તેનું મૃત્યુ ક્યારેય નહિ થાય. ભગવાન રામના સ્વર્ગ નિવાસ પછી હનુમાનજી અયોધ્યાથી દક્ષીણ ભારતના જંગલોમાં ચાલ્યા ગયા. ત્યાર પછી સમુદ્રને બીજીવાર ઓળંગીને તે શ્રીલંકા આવ્યા.

તે દરમિયાન હનુમાનજી જ્યાં સુધી ત્યાં રોકાયા, ‘માતંગ’ આદિવાસીના લોકોએ તેમની ખુબ સેવા કરી. આ સેવાના બદલામાં હનુમાનજીએ આ આદિવાસી લોકોને બ્રહમજ્ઞાન સાથે વાસ્તવિકતા કરાવી. તેના સાથે જ હનુમાનજીએ વચન આપ્યુ કે તે દર ૪૧ વર્ષે તેને મળવા માટે જરૂર આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment