બહુજ ચાલકીથી વાંદરાઓએ લુટી લીધા ૨ લાખ રૂપિયા, પોલીસએ પકડ્યા તો હેરાન કરી દે તેવી બાબત આવી સામે…

33

અત્યાર સુધી ફ્રીજમાંથી દરવાજા ખોલીને ખાવાનું ખાનારા વાંદરાઓએ કાઈક એવું કર્યું કે જાણીને તમે દાંતની વચ્ચે આંગળી દબાવી દેશો. જી હા, વાંદરાઓએ સાથે મળીને સર્રાફનું બેગ છીનવી લીધું. બેગમાં લગભગ ૨ લાખ રૂપિયા હતા. પીછો કરવાથી વાંદરાએ ૬૦ હજાર રૂપિયા ફેકી ગયા પરંતુ ૧.૪૦ લાખ રૂપિયા લઈને ગુમ થઇ ગયા. તેના પછી શું થયું જાણો.

મીડિયા રીપોર્ટની માનો તો આગ્રાના નાઈની મંડી હલકા મદનના રહેવાવાળા સર્રાફ વિજય બંસલની સાથે આ ઘટના થઇ હતી. વિજયની પત્ની રેણુંનું ધાકરણ ચોકમાં સ્થિત નાથ કોમ્પ્લેકશમાં ઇન્ડિયન ઓવરસીજ બેંકમાં ખાતું છે. સોમવારએ તે પોતાની દીકરી નેન્સીની સાથે બે લાખ રૂપિયા લઈને બેંકમાં જમા કરાવવા ગઈ હતી. રૂપિયાની બેગ નેન્સીએ પકડી હતી.

બંને બેંક પહોચીને પહેલા મળે જવા માટે સીડી ચઢવા લાગી ત્યારે ત્યાં હાજર ત્રણ ચાર વાંદરાએ નેન્સી પાસેથી પૈસાની બેગ છીનવી લીધી. એવામાં એક વાંદરો બેંગ લઈને ત્રીજા માળે જતો રહ્યો . તેના પછી વાંદરાએ …

૧૦૦-૧૦૦ ની પાચ થપ્પી બેગમાંથી કાઢીને બહાઈ ફેકી દીધી. જયારે એક થપ્પીમાંથી નોટ કાઢીને તેને ફાડવાનું શરુ કરી દીધુ. તે જોઇને સર્રાફનું હૃદય કંપી ઉઠ્યું. પોલીસકર્મીઓ એ અને ગાર્ડએ મળીને વાંદરાને ઘેરવાની કોશિશ પણ કરી પરંતુ વાંદરો બિલ્ડીગના ચોથા માળ પર પહોચી ગયો. છઠી થપ્પી અને ફાટેલી નોટ નીચે ફેકી દીધી. તેના પછી વાંદરો બિલ્ડીંગ પર આમતેમ દોડવા લાગ્યો. ઘણા લોકો તેની પાછળ બુમો પાડતા પાડતા દોડવા લાગ્યા પરંતુ તે ન પકડાયો. લગભગ એક કલાક સુધી લોકોને તે વાંદરાએ દોડાવ્યા.

આખરે વાંદરાએ ચોથા માળ પર પહોચીને બેગને નીચે ત્રીજા માળ પર ફેકી દીધું. પરંતુ આશ્ચર્યચકિત કરી નાખે એવી વાત તો એ છે કે સર્રાફની હાથમાં રકમ ન આવી. તેમણે આશંકા જતાવી કે ત્યાં હાજર કોઈ બીજા વ્યક્તિના હાથમાં પૈસા આવ્યા પણ નિયત ખરાબ હોવાને કારણે તે પૈસા લઈને ભાગી ગયો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment