બદ્રીનાથ અને હેમકુંડ સાહીબમાં થઇ ભારે હિમવર્ષા, જુઓ કેટલી હિમવર્ષા થઇ બદ્રીનાથમાં….

14

ઉત્તર ભારતના મેદાન વિસ્તારમાં કે જ્યાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે ત્યારે પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઊંચાઈવાળા વિસ્તારોમાં એપ્રિલના પખવાડિયામાં અંતમાં પણ ભારે તોફાની હિમવર્ષા અને બરફ સાથેની વર્ષા એટલે કે હેલસ્ટોર્મનો રાઉન્ડ ચાલી રહ્યો છે.

ઉત્તરખંડના ચમોલી જીલ્લામાં રવિવારના બપોર પછી બદ્રીનાથ, હેમકુંડ સાહિબ, રુદ્રનાથ, ગૌરસો બુગ્યાલ, નંદા ઘૂંઘટી વગેરે સ્થળોની સાથે ઉચાઇવાળા વિસ્તારોમાં તોફાની બરફ વર્ષા થઇ છે. નાદીઘાટ વિસ્તારોમાં હિમવર્ષાની સાથે બરફ સાથેની વર્ષા એટલે કે હેલસ્ટોર્મનો વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક આવી ગઈ છે. આ બાજુ ગોપેશ્વરમાં પણ  બપોરના લગભગ એક વાગ્યાની આસપાસ અર્ધી કલાક સુધી બરફ વર્ષા થઇ હતી.

હિમાચલના ત્રણ જીલ્લા શિમલા, કુલ્લુ અને મંડીમાં રવિવારે બપોરે ખુબજ ભારેકરા પડ્યા છે. એટલે કે બરફ સાથેની વર્ષા થઇ છે. અપર શિમલા અને કુલ્લુના સફરજનના વિસ્તારોમાં ફલાવરીંગની વચ્ચે 5 થી 25 મિનીટ સુધી બરફના કરા પડવાથી કરોડો રૂપીયાનો સફરજનનો પાક બરબાદ થઇ ગયો છે. સફરજનના ઝાડના ફૂલ જ નહિ પણ તેના પાન પણ ખરી ગયા છે.

હિમાચલ પ્રદેશના મેદાનના વિસ્તારમાં લગભગ એક વિક સુધી હવામાન સાફ રહેવાની સંભાવના રહેલી છે. જો કે શિમલા સહીત મધ્ય અને ઉચ્ચ પર્વતીય ક્ષેત્રોના વિસ્તારમાં 24 અને 25 એપ્રિલના એકાદ બે સ્થળો પર વરસાદ થવાના અણસાર જણાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment