બારમાસી પ્લાન્ટ લગાવવાના ઘણાં બધા લાભો છે, જાણો તેને સાચી રીતે લગાવવાનો ઉપાય….

12

સામાન્ય રીતે ઘરની સજાવટમાં કેઘરના સુશોભનમાં વૃક્ષ ઝાડ અને છોડનીએક મહત્વપૂર્ણ ભૂમિકા રહીછે. તે તમારા ઘરને સુંદર બનાવવાની સાથે સાથે તમારા ઘરના વાતાવરણનેપણ શુદ્ધ રાખે છે. જો કે, આમ તો તમે તમારા ઘરમાં કેટલાય પ્રકારના છોડ લગાવતા હશો. પરંતુ આજે અમે તમને એક એવા છોડ વિષે જણાવવા માંગીએ છીએ કે જેને ઘરમાં લગાવવાથી તમારા ઘરમાં સકારાત્મક ઊર્જા અને લક્ષ્મીજી હંમેશા રહેશે.

તો ચાલો તમને જણાવી દઈએ કે તે છોડનું નામ શું છે. આ છોડનું નામ છે મોરપંખી છોડ એટલે કે બારમાસી પ્લાન્ટ. આમોરપંખી છોડ એટલે કે બારમાસી પ્લાન્ટને ઘરમાં કે ઘરના આંગણામાં લગાવવાથી તમારા ઘરમાં અને ઘરના આંગણામાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશી બની રહેશે. તો ચાલો, તમને જણાવીએ કે આ બારમાસી પ્લાન્ટને ઘરમાં કે ઘરના આંગણામાં કઈદિશામાં કેવી રીતે લગાવવો જોઈએ.

બારમાસી પ્લાન્ટને લગાવવાની સાચી રીત.

લોકોને એ વાતની ખબર નથી હોતી કે બારમાસી પ્લાન્ટને હંમેશા એકલો ન લગાવવો જોઈએ. પણ હંમેશા જોડીમાં લગાવવા જોઈએ. માટે તમે જ્યારે પણ આમોરપંખી છોડ એટલે કે બારમાસી પ્લાન્ટને ઘરમાં કે ઘરના આંગણામાં લગાવવા માંગતા હો તો એકલો છોડ ન લગાવતા જોડીમાં લગાવવા જોઈએ. આમ કરવાથી ઘરમાં પતિ-પત્નીના સંબંધો સારા રહે છે. બંને વચ્ચે પ્રેમ જળવાઈ રહે છે. અને ઘરમાં ક્યારેય નકારાત્મક ઊર્જા આવતી નથી.

આ બારમાસી પ્લાન્ટને હંમેશા ઘરના મુખ્ય દરવાજા પર લગાવવો જોઈએ. ઘરના મુખ્ય દરવાજા પર લગાવવાથી ઘરમાં ક્યારેય નકારાત્મક ઊર્જા પ્રવેશ કરતી નથી. અને ઘરમાં ક્યારેય પૈસાની તંગી કે કમી આવતી નથી.

ઘણીવાર એવું પણ બને છે કેમોરપંખી છોડએટલે કે બારમાસી પ્લાન્ટ અચાનક સુકાવા લાગે છે. આવુ થાય ત્યારે તમારે તુર્તજ બીજોબારમાસી પ્લાન્ટ લગાવવો જોઈએ. અને દરરોજ સમયસર પાણી આપવું જોઈએ. જેથી તમારા ઘરમાં હંમેશા પ્રગતિ થતી રહેશે.

આ મોરપંખી છોડ એટલે કે બારમાસી પ્લાન્ટ વિષે આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક એવી માન્યતા છે કે આ મોરપંખી છોડ એટલે કે બારમાસી પ્લાન્ટને ઘરમાં લગાવવાથી નાની નાની વાતમાં ઉભા થતા તણાવ દુર થાય છે. એક બાબતનું ખાસ ધ્યાન રાખો કે જ્યાં પણ આ છોડને લગાવો ત્યાં આ છોડને સામાન્ય તડકો એટલે કે સૂર્ય તાપ મળવો જોઈએ, જેથીઆ બારમાસી પ્લાન્ટનો સારી રીતે વિકાસ થઇ શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment