ATM નો ઉપયોગ કરતા કરોડો ગ્રાહકોને જોરદાર ઝટકો, મોંઘુ થઇ શકે છે ATMનો ઉપયોગ કરવાનું….

15

કોન્ફીડ્રેશનઓફ એટીએમ ઈંડસ્ટ્રીએ (CATMI)ગયા વર્ષે ચેતવણી આપી હતી કે વર્ષ2019 માં ભારતમાં અર્ધાથી પણ વધારે એટીએમ બંધ થઇ જશે. સીએટીએમઆઈના જણાવ્યા અનુસાર ભારતમાં લગભગ 2 લાખ 38 હજાર એટીએમ છે. તેમાંથી લગભગ 1 લાખ 13 હજાર એટીએમ માર્ચ 2019 સુધીમાં બંધ થઇ જવાના હતા. આ એટીએમ બંધ થવાનું કારણ તેની મેન્ટેનન્સ કોસ્ટ એટલે કે તેની જાળવણી અને વહીવટી ખર્ચ ખુબજ વધારે આવે છે. જે ગ્રાહકો મતલબ કે એટીએમના વપરાશકારો દ્વારા કરવામાં આવતા ટ્રાન્જેકશન માંથી તેનો ખર્ચ નીકળી શકતો નથી. જેથી તેના વપરાશકારો માટે મોટી મુશ્કેલી ઉભી થઇ શકે તેમ છે. કારણ કે સીધી વાત છે કે આ વહીવટના ખર્ચની નુકશાનીની ભરપાઈ ગ્રાહકો પાસેથી વસુલ કરવામાં આવશે. તો ચાલો તમને જણાવીએ કે, એટીએમનો ઉપયોગ કરવ માટે ગ્રાહકે કેટલા પૈસા વધારે ચુકવવા પડી શકે છે.

કેટલો થશે એટીએમના વપરાશ પર વધારો ?

એકરીપોર્ટ અનુસાર જો માનવામાં આવે તો ભારતમાં એટીએમ બંધ નહિ થાય. પણ તેના વપરાશ પર ચાર્જ વધારવામાં આવશે. એટલે કે ગ્રાહકોએ એટીએમનો ઉપયોગ કરવા માટે પહેલા કરતા વધારે ચાર્જ ચૂકવવો પડશે. રીપોર્ટમાં જણાવ્યા મુજબ જો એટીએમ વપરાશનો ચાર્જ વધારવામાં આવશે તો તેહાલના ચાલુ દર કરતા 10 થી15 % વધારેચુકવવા પડી શકે છે.

આ સંદર્ભમાં એશિયા પેશીફિક યુરોનેટ સર્વિસના ભારતના એમડી હિમાંશુ પુજારાના કહેવા મુજબ, “પહેલા એટીએમના વધતા ચાર્જ કોઈ બેંક પોતાના પર લેવા માટે તૈયાર નહોતી થતી પણ હવે તેના પર વિચાર કરવાનું શરૂ કરી દીધું છે. એનપીસીઆઈ એમીનીસ્ટ્રીને એટીએમના ચાર્જને ઘટાડવાની વાત કરી છે. અને તે સાથે આ બાબતે તેમનો અભિપ્રાય પણ માંગ્યો છે.”

જોઈએ હવે કોના નસીબનું પલ્લું નામે છે. ગ્રાહકનું કે પછી બેન્કોનું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment