ATM માંથી લાખો રૂપિયા લઈને ભાગી રહ્યા હતા લુટેરા, પછી થયું એક્સીડેન્ટ અને લોકોએ લૂટ્યા ચોરો પાસેથી આવી રીતે પૈસા…

25

Noida માં એવી દુર્ઘટના થઇ જેને દરેકને હેરાન કરી નાખ્યા. ચોર નોયડાના એટીએમમાંથી ૪૦ લાખ રૂપિયા લઇ જઈ રહ્યા હતા.

Noida માં એવી દુર્ઘટના થઇ જેને દરેકને હેરાન કરી નાખ્યા. ચોર નોયડાના એટીએમમાંથી ૪૦ લાખ રૂપિયા લઇ જઈ રહ્યા હતા. કાલે મોટર સાઈકલ પર આવીને ચોરોએ ચોરી કરી. મામલો અહિયાં જ શાંત ન થયો. થોડીવાર પછી બહાર લોકોએ ચોરો પાસેથી પૈસા લૂટ્યા. પોલીસે જણાવ્યું કે ઘટના કાલે બપોરે ૧.૩૦ વાગે થઇ. નોયડા ફેશ-૨ સેક્ટર ૮૨ ના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં કેશ ભરવાવળી ગાડી આવી હતી. જેવી જ વેન રોકાઈ અને લોકો એટીએમની અંદર પૈસા ભરવા માટે ઉતર્યા તો આ ઘટના થઇ.

જેવા જ એટીએમમાં પ્રવેશ લીધો ત્યારે બે લોકો બાઈક પર પહોચ્યા અને ઓપન ફાયર કરી નાખ્યું. પૈસા ભરનારા ગભરાઈ ગયા અને ચોર બેગ લઈને ભાગી ગયા. જેમાં લગભગ ૪૦ લાખ રૂપિયા હતા. તે જેવાજ બેગને બાઈક પર લઈને ભાગ્યા તો થોડી જ દુર જતા બીજી બાઈક સાથે અથડાઈ ગયા અને નીચે પડી ગયા. બેગ પણ ખુલી ગયું અને ૧૦૦ ની ઘણી નોટો રોડ પર પડી ગઈ.

એક્સીડેન્ટ થયા પછી લોકોએ ચોરોને ઘેરી લીધા. એક ચોર નાળામાં પડી ગયો તો બીજાએ હવામાં ફાયરીંગ કરીને લોકોને દુર જવા માટે કહ્યું. નાળામાં પડી ગયેલો ચોર ભાગી નીકળ્યો. પોલીસના કહેવા મુજબ, રોડ પર નોટ પડી ગયા પછી ત્યાંથી નીકળતા લોકોએ નોટ ચોરી લીધી અને ભાગી ગયા. પછી પોલીસે ચોરોને પકડી લીધા.

પકડાયેલા ચોરનું નામ નન્હે જણાવવામાં આવે છે. જે બુલંદશહર જીલ્લાની પાસે રહેનારો છે. તેની સાથે બેગમાં લગભગ ૨૦ લાખ રૂપિયા મળ્યા. જેને છીનવીને લેવામાં આવ્યા હતા. તેની પાસે એક પેકેટ પણ મળ્યું. જેમાં એક ગન મળી છે. જે મોટરસાઈકલથી ચોરીને અંજામ આપવામાં આવી હતી તેને પણ જપ્ત કરવામાં આવી છે.

પોલીસ બાકીના પૈસાની તપાસ કરી રહી છે. પોલીસ ઓફિસરને પીટીઆઈને જણાવ્યું, ‘જે સમયે એક્સીડેન્ટ થયો, ત્યાં ઘણા લોકો ભેગા થયા હતા. જે પૈસાને લૂટીને ભાગી ગયા. પોલીસે જણાવ્યું કે ચોરો પર એફઆઈઆર દર્જ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment