સીસીટીવીમાં કેદ થઇ અનોખી ચોરી, આખુ ATM મશીન ક્રેઇનથી ઉઠાવીને લઇ ગયા ચોર…

20

ઉત્તરી આયરલેન્ડમાં ચોરોની એક ગેંગએ એટીએમ ચોરવા માટે ક્રેઇનનો સહારો લીધો. પોલીસે હાલમાં જ ઘટના સાથે જોડાયેલ એક વિડીયો રિલીજ થયો છે. એમાં મોઢું ઢાંકેલા  ચોરોએ ક્રેઇનની મદદથી એટીએમ ઉખડતા જોઈ શકો છો. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ ઘટના કાઉટી લંડનડેરીમાં આવેલ એક દુકાનના બહારની છે.

ચોરોએ એટીએમ કાઢવા માટે સૌથી પહેલા બિલ્ડિંગની છત અને દીવાલોને ક્રેઇનથી તોડી નાખી. એના પછી તેઓ મશીનને ઉખાડીને એને કારની છતમાં રહેલ ખુલ્લા ભાગમાં અંદર નાખવાની કોશિશ કરતા જોઈ શકાય છે. પોલીસનું કહેવું છે કે આ આખી ચોરી માત્ર ચાર મિનિટ ચાલી. જ્યારે મશીન અંદર ન ઘુસી તો ચોરોએ આ જ સ્થિતિમાં કાર ભગાવી. કહેવામાં આવ્યું કે ક્રેઇન ઘટનાસ્થળ પાસે જ એક બિલ્ડિંગ સાઈટ પરથી ચોરવામાં આવી હતી.

ચોરી રોકવા માટે બનાવમાં આવી ટાસ્કફોર્સ

અહિયાં એટીએમ ચોરીની વધતી ઘટનાઓને રોકવા માટે પોલીસ વિભાગના જાસૂસોની નવી ટીમ બનવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જો કે, એટીએમ ચોરીની ઘટનાઓ પર કોઈ ખાસ અસર થઇ રહી નથી. ૨૦૧૯માં ઉત્તરી આયરલેન્ડમાં એટીએમ ચોરીની આઠ ઘટનાઓ થઇ. ગયા અઠવાડિયે થયેલ એટીએમ ચોરી  પછી પોલીસને અલર્ટ કરવામાં આવ્યું હતું કે એમાં અલગ અલગ ગેંગસનો હાથ હોય શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment