તમારું ATM કાર્ડ ગુમ થઇ ગયું છે તો ઘરે બેઠા બેઠા કરો બ્લોક, નહી થઇ શકે છેતરપીંડી…

47

તમારામાંથી અમુક લોકો પાસે એટીએમ કાર્ડ હશે. એટીએમ કાર્ડ તમે સુરક્ષિત પણ રાખતા હશો, પરંતુ ભગવાન ન કરે તમારું એટીએમ કાર્ડ કોઈ દિવસે ગુમ થઇ જાય તો તમારે શું કરવું જોઈએ. ઘણા લોકો કાર્ડ ગુમ થઇ જવા પર બેંક જઈને બ્લોક કરવાની માંગ કરે છે. જો તમારું બેંક ખાતું ભારતીય સ્ટેટ બેંક (SBI) માં છે, તો આ જાણકારી તમારી માટે લાભદાયક થઇ શકે છે. એવું એટલા માટે કેમ કે આજે અમે તમને એટીએમ ગુમ થઇ જવા પર તેને બ્લોક કરવાના ત્રણ ઉપાયો જણાવશું.

ઓનલાઈન એસબીઆઈનું એટીએમ બ્લોક કરવા માટે તમારે onlinesebi.com પર જવું પડશે.  હવે તમારું યુજરનેમ અને પાસવોર્ડ નાખીને લોનઇન કરવું પડશે. લોનઇન કર્યા પછી તમારે ઈ-સર્વિસીસ ટેબ પર ક્લિક કરવું પડશે, જ્યાં તમને એટીએમ કાર્ડ સર્વિસીસ પર જઈને બ્લોક એટીએમ કાર્ડનો ઓપ્શન મળશે. ધ્યાન રાખો જો એસબીઆઈમાં તમારા એકથી વધારે ખાતા છે તો તમારે તે ખાતાનો ઓપ્શન પસંદ કરવો પડશે, જેની સાથે જોડાયેલ એટીએમ તમે બ્લોક કરવા માંગો છો.

હવે તમારી સ્ક્રીન પર બધા બ્લોક અને અનબ્લોક કાર્ડનું લીસ્ટ જોવા મળશે, જેમાં કાર્ડની શરૂઆત અને છેલ્લા ચાર ચાર નંબર લખેલા હશે. અહીંથી તમારે કાર્ડની પસંદગી કરવી પડશે અને પછી સબમિટ પર ક્લિક કરવું પડશે. પોતાની જાણકારી સરખી રીતે ચેક કર્યા પછી તમે કન્ફોર્મ પર ક્લિક કરો.

હવે મોબાઈલ નંબર પર ઓટીપી અથવા પ્રોફાઈલમાંથી કોઈ એક ઓથેટીકેશનની રીત પસંદ કર્યા પછી તમારે ઓટીપી અથવા પ્રોફાઈલ પાસવોર્ડ નાખવો પડશે અને પછી કન્ફોર્મ પર ક્લિક કરવું પડશે. તે મુજબ તમારુ એટીએમ કાર્ડ બ્લોક થઇ જશે અને તમારી પાસે એની સાથે જોડાયેલ મેસેજ પણ આવી જશે. ધ્યાન રાખો કે એટીએમ બ્લોક કરતી વખતે તમારી સ્ક્રીન પર ટીકીટ નંબર આવશે, જેને તમે ક્યાંક લખી રાખો જેથી કોઈ પણ પ્રકારની તકલીફ થવા પર તમે એને બેંકને દેખાડી શકો.

એસબીઆઈ ખાતાધારક એસએમએસ દ્વારા પોતાનું એટીએમ કાર્ડ બ્લોક કરી શકે છે.  તેની માટે તમારે ‘SMS BLOCK XXXX’ લખીને ૫૬૭૬૭૯૧ પર મોકલવું પડશે. XXXX ની જગ્યાએ તમારે પોતાનો એટીએમ કાર્ડના છેલ્લા ચાર નંબર નાખો. એસએમએસ ,મોકલ્યાના થોડીવાર પછી તમારો પાસા કન્ફર્મેશન મેસેજ આવી જશે.

ઓનલાઈન અને એસએમએસના સિવાય તમે એસબીઆઈનીં એપ દ્વારા પણ પોતાનું કાર્ડ બ્લોક કરી શકો છો. તેના માટે તમારે એપમાં જઈને લોગઇન કરવું પડશે. હવે જમણી તરફ રહેલ મેનુ સેક્શન પર ગયા પછી તમને service Request પર ક્લિક કરવું પડશે.અહી તમને કાર્ડ ગુમ અથવા તો ખોવાઈ જવાનો વિકલ્પ દેખાશે, જેની પસંદગી કરવા પર તમારે કાર્ડના નંબર નાખવા પડશે. તેની સાથે જો તમારે નવું એસબીઆઈનું એટીએમ કાર્ડ લેવું છે તો તમે ત્યાં રહેલ Reissue card ના વિકલ્પની પસંદગી કરી શકો છો. હવે તેને સબમિટ કર્યાં પછી તમારું કાર્ડ બ્લોક થઇ જશે અને તમને  ટુક સમયમાં નવું એટીએમ કાર્ડ પણ મળી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment