અરબાઝના ચક્કરમાં મલાઈકાએ સલમાન ખાનને કરી દીધો હતો ઇગ્નોર, લગ્ન માટે મળી હતી હજારો ઓફર…

25

આ “વેલેન્ટાઇન વીક” પર અમે તમારા માટે બોલીવુડ કઈક લવસ્ટોરી લઈને આવ્યા છીએ જેના વિશે તમે ઘણું ઓછુ સાંભળ્યું હશે. વીતેલા સમયમાં અમે તમને “શાહરૂખ ખાન અને ગોરી ખાન’”ની લવ સ્ટોરી જણાવી હતી. આ કડીમાં આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ “અરબાઝ ખાન અને મલાઈકા’ ની લવ સ્ટોરી.

મલાઈકા અરોડા કોલેજનો અભ્યાસ છોડીને મોડલિંગ કરવા લાગી હતી કારણકે તે પોતે કમાવવા માંગતી હતી. આ દરમિયાન તેને વીજે બનવાનો મોકો મળી ગયો. વિજેમાં મલાઈકા ઘણી હિટ થઇ ગઈ હતી કારણ કે પોતાના સેક્સી અંદાજોના કારણે તેના લાખો ફેન બની ગયા. મલાઈકાએ જણાવ્યું હતું કે વિજે દ્વારા કામ કરવા લાગી તો તે દરમિયાન તેની પાસે હજારો લવ લેટર આવવા લાગ્યા. કોઈ તેની સાથે લગ્ન કરવા માગતું હતું તો કોઈ તેના સુંદર પગોનો વીમો કરાવવા ઈચ્છતા હતા.

જસ અરોડાની સાથે માલિકનો વિડીયો જોઇને ફરાહ ખાને મલાઈકાને બોલાવી અને તેને છૈયા છૈયા ગાવા પર ડાન્સ કરવા માટે કહ્યું. આ માલિકનો ફિલ્મી દુનિયામાં પહેલો કદમ હતો. એક કોફીના એન્ડમાં મલાઈકા અને અરબાઝની મુલાકાત ફરાહ ખાને કરાવી હતી. અરબાઝને જોતા જ મલાઈકા પોતાનું દિલ દઈ બેઠી. બંનેએ ઘણા વર્ષો સુધી ડેટિંગ કર્યું, ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.

એક પ્રોગ્રામ દરમિયાન મલાઈકા અને તેની બહેન સલીમ ખાનની ફેમિલીને મળી. જ્યાં અમૃતા સલમાન ખાનને જોઇને દીવાની થઇ ગઈ હતી અને સલમાન ખાનને જોયો પણ નહિ અને અરબાઝને નિહાળતી રહી. અમૃતાએ કહ્યું કે જો સલમાન ખાન, ત્યારે મલાઈકા એ કહ્યું કે … સલમાન નહિ ત્યાં જો (અરબાઝની તરફ ઈશારો કરીને)… મલાઈકાએ કહ્યું કે આ છોકરો બિલકુલ મારા ટાઇપનો છે.

અહિયાથી બંનેની રિલેશનશિપની શરૂઆત થઇ. પાંચ વર્ષ સુધી મલાઈકા અને અરબાઝ એકબીજાને ડેટ કરતા રહ્યા અને પછી લગ્નના સંબંધમાં બંધાઈ ગયા. તમને જાણીને નવાઈ લાગશે કે લગ્ન માટે મલાઈકાએ અરબાઝને પ્રપોઝ કર્યું હતું. જયારે સામાન્ય રીતે છોકરા છોકરીને લગ્ન માટે પ્રપોઝ કરે છે.

આનો ખુલાસો મલાઈકાએ એક ઈન્ટરવ્યું માં પણ કર્યો, ‘અમે બંને એકબીજાની પહેલી નજરમાં જ દીવાના થઇ ગયા હતા અને પ્રેમ કરવા લાગ્યા હતા. પણ લગ્ન માટે મેં જ અરબાઝને પ્રપોઝ કર્યું. અરબાઝે મને લગ્ન માટે પ્રપોઝ કર્યું ન હતું.’ 12 ડીસેમ્બર 1998માં મલાઈકા અને અરબાઝે પહેલા ચર્ચમાં લગ્ન કર્યા હતા ત્યાર બાદ નિકાહ કર્યા હતા. લગ્નના અંદાજે ચાર વર્ષ બાદ મલાઈકાએ અરહાનને જન્મ આપ્યો.

મલાઈકા અરબાઝને ઘણી રોમેન્ટિક માનતી હતી. બંને એકબીજા પર પોતાનું જીવન ન્યોછાવર કરતા હતા. હંમેશા અરબાઝ મલાઈકાને કહેતા પણ હતા કે ‘બેબી આપડે બંને સાથે વૃદ્ધ થઇ રહ્યા છીએ.’ આ સાંભળીને મલાઈકા પણ કઈક આવા પ્રકારના સપના જોતી હતી. અરબાઝ અને મલાઈકાની જોડીને લોકો ખુબ પસંદ કરતા હતા. બંનેની જીંદગીમાં બધું સારું ચાલી રહ્યું હતું, પણ વર્ષ 2016માં અચાનક માલિકનું નામ એક્ટર અર્જુન કપૂર સાથે જોડાવવા લાગ્યું. બંનેને ઘણી જગ્યાઓ પર સાથે જોવામાં આવ્યા. ત્યારે અરબાઝની અફેરની ઘણી વાતો સામે આવી. 2017માં મલાઈકા અને અરબાઝે તલાક લઇ લીધા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment