અરબ સાગરમાં બનેલા આ શિવ મંદિર વિશે તમને ખબર છે ? અહિયાં મળી હતી પાંડવોને મુક્તિ, જાણો રહસ્યમય વાત…

50

ભારતીય સંસ્કૃતિ રહસ્યોથી ભરેલી છે, આપણી સભ્યતા વર્ષો જૂની છે અને કાળના ચક્રમાં આપણે જેટલા ઊંડાણમાં ઉતરતા જઈએ છીએ એટલાજ આપણી સામે આશ્ચર્યચકિત કરી નાખે એવી માહિતી આવતી જાય છે. દરેક મંદિરનો ઇતિહાસ પોતાના અંદર જ એક વાર્તા છે. જેની હકીકત અને પ્રમાણિકતા જાણવા માટે ઘણાબધા મગજો રાતદિવસ મહેનત કરી રહ્યા છે. એજ રીતે અમે તમને એક શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે અરબ સાગરની ગોદીમાં છે.

ગુજરાતના ભાવનગરમાં નિષ્કલંક મહાદેવનું મંદિર છે. આ મંદિર ભાવનગરના કોલીયાક તટથી ત્રણ કિલોમીટર અંદર તરફ આવેલું છે. અહિયાં અરબ સાગરના વિશાલ મોજાઓ શીવલિંગને જળઅભિષેક કરે છે.

દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ ચાલીને જવું પડે છે. દરિયામાં મહાદેવનું આ મંદિર જોઈને તમે રોમાંચિત થઈ જશો, ભારે ભરતી વખતે મંદિરનું હસ્તક્ષાર જ દેખાય છે. જેમતેમ પાણી ઉતરતું જાય છે તેમતેમ મંદિરની આકૃતિ સ્પષ્ટ થતી જાય છે. લાગે છે કે મહાદેવ દરિયાની ચાદર ઓઢીને તપસ્યા કરી રહ્યા હોય. દર્શન કરવા માટે દર્શનાર્થીઓએ પાણીના ઉતરી જવાની રાહ જોવી પડે છે.

તે મંદિરમાં પાંચ સ્વયંભુ શિવલિંગ છે. દરેક શિવલિંગની સામે નંદીની મૂર્તિ રાખેલી છે. એક ચોરસ ચબુતરાના દરેક ખૂણામાં એક એક શિવલિંગ સ્થાપિત છે.  આ ચબુતરા પર એક નાનું એવું તળાવ છે, જેને પાંડવ તળાવ કહે છે. શિવલિંગની પૂજા અર્ચના કર્યા પહેલા શ્રદ્ધાળુ આ તળાવમાં હાથ મોં ધોવે છે.

આ મંદિરનો ઇતિહાસ મહાભારત કાળથી જોડવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ પૂરું થયા પછી પાંડવ બહુજ દુખી હતા. પોતાના જ સગા સંબંધીઓની હત્યા કર્યા પછી તેમણે પસ્ચ્યાતાપ થઇ રહ્યો હતો. પાંડવોએ આજ તટ પર પસ્ચ્યાતાપમાંથી મુક્તિ મેળવવા માટે તપ કર્યું હતું. તેમની તપસ્યાથી પ્રસન્ન થઇ શિવ ભગવાન પ્રગટ થયા હતા અને પાંચેય પાંડવોને લિંગરૂપમાં દર્શન આપ્યા હતા. કહેવામાં આવે છે કે ત્યારથી જ ત્યાં પાચ શિવલિંગ સ્થિત છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment