અંતરિક્ષમાં ક્યાં ક્યાં કામ નથી કરી શકતા માણસ ? ચૌકી જશો તમે આ જાણીને…

21

અંતરિક્ષ હંમેશાથી માણસો માટે એક રસપ્રદ વિષય રહ્યો છે. પ્રાચીન સમયમાં પણ અંતરિક્ષ સાથે જોડાયેલ કેટલાય રહસ્યોની શોધ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે અંતરિક્ષમાં જવું કદાચ સંભવ નહતું. આ શક્ય થઇ શક્યું ૧૨ એપ્રિલ, ૧૯૬૧માં, જ્યારે સોવિયત સંધના યૂરી ગાગારીનએ વોસ્તોક ૧ યાનમાં બેસીને ધરતીનો આંટો લગાવ્યો હતો અને સુરક્ષિત ધરતી પર પાછા આવ્યા હતા. એ અંતરિક્ષમાં પહોચનાર પહેલા માણસ હતા.

જો કે, માણસોને મોકલતા પહેલા લાઇકા નામક એક કુતરીને અંતરિક્ષમાં મોકલવામાં આવી હતી. એણે ૧૩ નવેમ્બર, ૧૯૫૭એ સ્પૂતનિક સેકંડ યાનમાં બેસીને ધરતીનો આંટો માર્યો હતો. જો કે તે ધરતી પર જીવતી પછી ન આવી હતી.

ફેબ્રુઆરી ૧૯૮૪માં અમેરિકી અંતરિક્ષ યાત્રી બ્રૂસ મૈક્કૈડ્લેસ યાનમાંથી નીકળીને અંતરિક્ષમાં ફરનાર પહેલા માણસ બન્યા હતા. એ ચૈલેંજર નામક અંતરિક્ષ યાનમાંથી બહાર નીકળીને ૩૦૦ ફૂટ સુધી ચાલ્યા હતા.

જેન ડેવિસ અને માર્ક લી અંતરિક્ષમાં એક સાથે જનાર પહેલા કપલ છે. વર્ષ ૧૯૯૨માં એ બંને સ્પેસ શટલ ઇન્ડીવરના ચાલક દળમાં શામેલ હતા.

રૂસી અંતરિક્ષ યાત્રી વ્લાદિમીર કોમારોવ અંતરિક્ષ યાત્રા દરમ્યાન મરનાર દુનિયાના પહેલા વ્યક્તિ હતા. ૨૩ એપ્રિલ, ૧૯૬૭માં અંતરિક્ષની પોતાની બીજી સફરમાં પાછા ફરતી વખતે સ્પેસક્રાફ્ટમાં અકસ્માત થવાના કારણે એમનું મૃત્યુ થઇ ગયું હતું.

વેલેનતિના તેરેશ્કોવા અંતરિક્ષમાં પહોંચનારી પહેલી મહિલા છે. ૧૬ જૂન, ૧૯૬૩એ તાત્કાલિક સોવિયત સંઘની વેલેનતિનાને વોસ્તોક ૬ યાનની પાયલોટના રૂપમાં અંતરિક્ષમાં પહોંચનારી પ્રથમ મહિલા થવાનું ગૌરવ મેળવ્યું હતું.

અમેરિકી અંતરિક્ષ યાત્રી જોન ગ્લેન દુનિયાના સૌથી વૃદ્ધ અંતરિક્ષ યાત્રી હતા. એમણે વર્ષ ૧૯૯૬માં ૭૭ વર્ષની ઉંમરમાં સ્પેસશટલ ડીસ્કવરી પર જઈને સૌથી વૃદ્ધ અંતરિક્ષ યાત્રી થવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

જો કોઈ માણસ વગર કોઈ સુરક્ષા ઉપકરણ અંતરિક્ષમાં છોડી દેવામાં આવે તો એ માત્ર બે મિનિટ સુધી જ જીવિત રહી શકશે. હકીકતમાં સ્પેસમાં હવાનો કોઈ દબાવ નથી હોતો, એવામાં વગર કોઈ સુરક્ષા ઉપકરણ કોઈ માણસ અંતરિક્ષમાં જશે તો એનું શરીર ફાટી જશે.

જો કોઈ માણસ અંતરિક્ષમાં અવાજ કરશે તો પણ પાસે ઉભેલા લોકો એનો અવાજ સાંભળી નહિ શકે, કેમકે ત્યાં તમારો અવાજને એક સ્થળેથી બીજા સ્થળ સુધી પહોંચાડવાનું કોઈ માધ્યમ હોતું નથી.

અંતરિક્ષમાં કોઈ માણસ ઈચ્છે તો પણ રહી નહિ શકે, કેમકે ગુરુત્વાકર્ષણ ન હોવાથી આંસૂ નીચે જ નહિ પડે. એના સિવાય અંતરિક્ષ યાત્રી પોતાના ભોજન પર મીઠું અથવા ચટણી છાંટી શકતા નથી. એ ભોજન પણ દ્રવ્યના રૂપમાં જ લે છે, કેમકે ગુરુત્વાકર્ષણ ન હોવાના કારણે સુકું ભોજન હવામાં તરવા લાગશે અને આજુબાજુ ભટકાવા સાથે જ અંતરિક્ષ યાત્રીની આંખમાં પણ ઘુસી શકે છે.

અંતરિક્ષ યાનમાં યાત્રીઓને સુવામાં પણ ઘણી મુશ્કેલી હોય છે. અંતરિક્ષ યાત્રી સુવા માટે ઘણી મહેનત કરવાની હોય છે. એમને આંખો પર પટ્ટી બાંધીને એક બંકરમાં સુવું પડે છે, જેથી તેઓ તરવા અને આજુબાજુ ભટકાવાથી બચી શકે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment