અંતરિક્ષમાં ફેલાયેલો છે 7500000 કિલો કચરો, તેને સાફ કરવા ઘડવામાં આવ્યા પ્લાનિંગ…

41

ગંદકી અને કચરો ફક્ત આપણી શેરીઓ અને મહોલ્લામાં જ નહિ પરંતુ અંતરીક્ષમાં પણ હોય છે. જેવી રીતે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશનની શરુઆત કરી છે, તેવી જ રીતે અંતરીક્ષમાં પણ કચરો સાફ કરવાની તૈયારી થઇ ચુકી છે.

વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ અંતરીક્ષમાં ૭.૫ હજાર ટન કચરો ફરી રહ્યો છે. આટલો બધો કચરો આપણા ફોનથી લઈને ટીવી સ્પેસ સેટેલાઇટ સુધી જામ કરી શકે છે.

પાછલા વર્ષે કચરાના કારણે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની બારી ક્ષતીગ્રસ્ત થઇ ગઈ હતી. પછી વર્ષ ૨૦૧૨ માં યુરોપીય સેટેલાઈટ “Envisat” એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. હવે તે એક કચરો બનીને ધરતીની આજુબાજુ ઘૂમી રહ્યું છે. જેનાથી અન્ય ગ્રહોને પણ નુકસાન થઇ શકે છે.

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ અંતરીક્ષમાં ઘૂમી રહેલા કચરાને સાફ કરવા માટે એક ઉપાય કાઢ્યો છે. ઉપાયના મુજબ અંતરીક્ષમાં જાળ ફેકવામાં આવશે જેમાં કચરો ફસાઈ શકે. પછી આ કચરાને ધરતીની તરફ લાવવામાં આવશે. ધરતીના વાયુમંડળમાં દાખલ થવાથી આ કચરો આપોઆપ સળગી જશે. આના સિવાય હારપુન નામના હથીયારથી કચરાને પકડવાની તૈયારી છે.

સરે વિશ્વ વિદ્યાલય સ્થિત સરે સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકો જલ્દી “રીમૂવ ડેબરીસ મિશન” લોન્ચ કરવા જઈ રહ્યા છે. આ મિશનનો હેતુ અંતરીક્ષમાં ફેકેલી જાળમાં કચરો ફસાવવો અને હારપુન દ્વારા સફાઈ કરવી કેટલી ઉપયોગી થશે.

ગયા જુન મહિનામાં એક પરીક્ષણ આવું કરવામાં આવ્યું હતું કે કેવી રીતે એક જાળ ફેકીને અંતરીક્ષનો કચરો ભેગો કરી શકાય છે આ મિશન ઉપર ૧૫ મીલીયન યુરો ખર્ચ થશે. આનાથી બ્રમ્હાંડમાં એક સેટેલાઈટ સ્થાપિત કરશે જે જાળ ફેકશે અને કચરો તેમાં આવી જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment