ડબ્લ્યુએચઓએ એન્ટીબાયોટીકનો સુરક્ષિત રીતે ઉપયોગ કરવાનો સરળમાર્ગ બતાવ્યો, અને કહ્યું ભારતમાં સૌથી વધુ વેચાય છે આ દવાઓ….

14

એન્ટીબાયોટીક દવાઓ વિષે ખાસ ખાસ જાણવા જેવી વાત.

એન્ટીબાયોટીક દવાઓનો નીચેની વ્યક્તિઓએ ઉપયોગ ન કરવો જોઈએ.

૧.) ગર્ભવતી મહિલાઓ.

૨.) નાના બાળ શિશુઓને સ્તનપાન કરાવતી મહિલાઓ.

૩.) જે વ્યક્તિને કિડનીની તકલીફ હોય કે લીવરની બીમારી હોય.

એન્ટીબાયોટીક દવાઓનો ઉપયોગ કરતા પહેલાની ખાસ સુચના.

૧.)એન્ટીબાયોટીક દવાઓ ડોક્ટરની સલાહ સુચન વિના ન લેવી જોઈએ.

૨.) જમવાના એક કલાક પહેલા અને જમ્યા પછી બે કલાક બાદ એન્ટીબાયોટીક દવાઓલેવી જોઈએ.

વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન –WHO એ એન્ટી બાયોટીકના સુરક્ષિત વપરાશ કે ઉપયોગ માટે વૈશ્વિક અભિયાન શરુ કર્યું છે. તેમાં ભારત સહીત બાકીના દરેક સભ્ય દેશોને એન્ટિબાયોટિકના સલામત ઉપયોગ માટે નવા ઑનલાઇન સાધનો અપનાવવા સહિતનો આગ્રહ અનેવિનંતી કરવામાં આવી છે. એન્ટિબાયોટિકની નિયત મર્યાદાને પણ તેના પ્રતિકારના જોખમને ઘટાડવા માટે નક્કી કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઇચ્છે છે કે મનુષ્યની જીંદગી બચાવનાર એન્ટિબાયોટિક દવાઓનો સલામત અને અસરકારક રીતે ઉપયોગ થાય.

એન્ટીબાયોટીક દવાઓનું વર્ગીકરણ સ્વીકારવામાં આવે.

વલ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO દ્વારાએન્ટી બાયોટીક દવાઓનુ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે કે એન્ટી બાયોટીક દવાઓને અલગ અલગ જુથમાં વર્ગીકૃત કરવામાં આવી છે. એન્ટિબાયોટિક દવાઓ છે કેવી અસરકારક અને પ્રભાવશાળી છે તેના આધારે આ જૂથો નક્કી કરવામાં આવ્યા છે.આમ કરવાનો મુખ્યહેતુ સુપરબગ સંક્રમણ એટલે કે ચેપ અને તેની અસરને ઘટાડવાનો અથવા તો તેની અસરને નેસ્ત નાબુદ કરવા માટે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHO દ્વારાસભ્ય દેશોને આ નવા વર્ગીકરણને અપનાવવા માટેકહ્યું છે. આમાં ભારત પણ સામેલ છે. ડબ્લ્યુએચઓએ તમામ સભ્ય દેશોને તેમના આરોગ્ય વ્યવસ્થાની નવી સ્તરીય એન્ટિબાયોટિક દવાઓના વર્ગીકરણને અપનાવવા કહ્યું છે જેથી એન્ટિમાઈક્રોબાયલ પ્રતિકારને ઘટાડી શકાય. દરેક સભ્ય દેશની સાથે ભારતે પણ આ નિયમનું પાલન કરવાનું રહેશે. હકીકતમાં, ભારત એવા દેશોની યાદીમાં સૌથી મોખરે છે જે દેશોમાં સૌથી વધારેએન્ટીબાયોટીક દવાઓનોઉપયોગઅને વેચાણ થાય છે. ભારતમાં લગભગ એક હજાર કરોડથી પણ વધારે કિમતની એન્ટી બાયોટીક દવાઓનુ વેચાણ થાય છે.

સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીના કહેવા મુજબ તેમણે એક વર્ગીકરણ પ્રણાલીની સૂચિઓ વિકસાવી છે. તેમાં જણાવવામાં આવશે કે સામાન્ય સંક્રમણ એટલે કે સામાન્ય ચેપી રોગ તથા ખુબજ ખતરનાક અને ગંભીર ચેપી રોગ માટે કઈ એન્ટી બાયોટીક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. આમ કઈ દવાઓ હંમેશાં તમારી પાસે ઉપલબ્ધ હોવી જોઈએ, અને છેલ્લાં ઉપાય તરીકે કઈ એન્ટીબાયોટિકનો ઉપયોગ કરવો જોઈએ. તેનો મુખ્યહેતુ એન્ટિબાયોટિક દવાઓના પ્રતિકાર સામે રક્ષણ આપવાનો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ એટલે કે WHOનાસહાયક ડિરેક્ટર જનરલમારી યાન્ગેલાસિમાઓ કહે છે કે એન્ટિ માઈક્રો બાયલ પ્રતિકાર એક અદ્રશ્ય મહામારી છે. તેઓ વધુમાં જણાવે છે કે, અમે પહેલાથી જ એન્ટી બાયોટીક દવાઓના યુગ પછીના લક્ષણો જોવાનું શરૂ કરી દીધું છે.જે એન્ટીબાયોટીક્સ દવાઓના ચેપના ઉદ્ભવ સાથે દેખાવાનું શરૂ કર્યું થયું છે.

એન્ટી બાયોટીક દવાઓની શોધ ક્યારે થઇ ?

વર્ષ 1928 પહેલા વિશ્વમાં એક પણ દવા બેક્ટેરિયાથી થતા રોગોની સારવાર કરી શક્તિનહીં. સૌપ્રથમ પ્રતિ જીવાણું એટલે કે એન્ટિબાયોટિક દવા પેનિસિલિનના રૂપમાં મળી આવી હતી. પેનિસિલિનની શોધ 1928 માં સ્કોટ્ટીશ ચિકિત્સક અને માઇક્રો બાયોલોજિસ્ટ સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ દ્વારા કરવામાં આવી હતી. આપે નિસિલિનની શોધ પણ આકસ્મિક અને અનૌપચારિક થઇ હતી.

એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિનની શોધ કરીને ચેપી રોગો સામે લડવા અને સારવાર કરવા માટે શક્ય બનાવી દીધું હતુ. ફ્લેમિંગ બેક્ટેરીયલ રોગો સામેપ્રયોગ કરી રહ્યા હતા. તેના માટે તે એક પેટ્રી ડીશ એટલે કે રકાબીનો ઉપયોગ કરી રહ્યા હતા.તે સમય દરમિયાન, તેઓએ જોયું કે પેલી પેટ્રી ડીશ એટલે કે રકાબીમાં રહેલ જેલીમાં ફૂગ ઉગી નીકળી હતી. રસપ્રદ બાબતએ હતી કે પેટ્રી ડીશ એટલે કે રકાબીમાં જ્યાં આ ફૂગ ઉગી હતી ત્યાં બધા જ બૅક્ટેરિયા નાશ પામ્યા હતા. તેઓએ આ ફૂગ વિષે વધુ સંશોધન કરી શોધી કાઢ્યું, જે પેનિસિલિયમ નોટાટમ હતું.

આ ફૂગમાંથી નીકળેલ રસ દ્વારા રોગનાબેકટેરિયા નાશ પામી રહ્યા હતા. આવી રીતે અચાનક જ સૌ પ્રથમ પેનેસીલીન જેવી એન્ટી-બાયોટીક દવાની શોધ થઇ હતી. આ પેનેસીલીન એન્ટી-બાયોટીક દવા ત્યારના સમયમાં જીવન દઈ કે જીવન બક્ષનાર દવાહતી. આ દવાના માસ્ટર હતા, પ્રોફેસર હોવર્ડ ફ્લોર અને અર્નેસ્ટ ચેન, જે બંને ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર હતા. તેમણે ‘ફ્રિજ ડ્રાઇંગ’ તકનીક દ્વારા તેનેદવાનું સ્વરૂપ આપ્યું. સૌપ્રથમ વખત, આ એન્ટી બાયોટીક દવાઓનો ઉપયોગ વર્ષ 1941 માં થયો હતો.

આશોધ પછી, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, રક્ત એટલે કે લોહીમાં ઝેર, ગળામાં દુખાવો, શરીર દાજી જવું અને ગંભીર ઇજાઓનીસરળતાથી સારવાર કરવી શક્ય અન્યુંહતું.

પ્રતિ જીવાણું એટલે કે એન્ટિબાયોટિક દવા પેનિસિલિનની શોધ બદલ વર્ષ 1945 માં સર એલેક્ઝાન્ડર ફ્લેમીન્ગને તથાવિશ્લેષણ અને વિસ્તરણ માટે, હાવર્ડ ફ્લોર અને અર્નેસ્ટ ચેનને મેડિસિનમાં તબીબી ક્ષેત્રેસંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment