અનોખું છે આ રેસ્ટોરેંટ, અહિયાં બોલીને નહિ ફક્ત ઈશારાઓથી જ આપી શકો છો ખાવાનો ઓર્ડર…

13

તમે દુનિયામાં રહેલા ઘણા અજીબો ગરીબ રેસ્ટોરેંટ વિશે સાંભળ્યું હશે. ક્યાંક જેલની જેમ બનેલા રેસ્ટોરેન્ટમાં લોકો ખાવાનું ખાય છે તો ક્યાંક ઝાડ પર અને અને ત્યાં સુધી કે પાણીની અંદર પણ રેસ્ટોરેન્ટ બનાવવામાં આવ્યા છે. આજે અમે તમને એક એવા જ અજીબોગરીબ રેસ્ટોરેંટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં બોલીને નહિ પણ ઈશારોથી જ ખાવાનો ઓર્ડર આપી શકો છો.

આ અજીબોગરીબ રેસ્ટોરેંટ ચીનના ગ્વાંગઝૂ માં ખુલ્યું છે. દુનિયાની ત્રીજી સૌથી મોટી ફૂડ ચેન સ્ટારબકસે આ રેસ્ટોરેન્ટની શરૂઆત કરી હતી. તેને સાઈલેંટ કેફે નામ આપવામાં આવ્યું છે આ ચીનનું પહેલું એવું આ પ્રકારનું રેસ્ટોરેન્ટ છે.

આ રેસ્ટોરેન્ટની કહ્સ વાત એ છે કે અહિયાં આવવાવાળા ગ્રાહકોને વગર બોલ્યે ઓર્ડર આપવો પડે છે. તમારે જે પણ કાંઈ મંગાવવું હોય, તમારા હાથોના ઈશારાઓથી મેન્યુ કાર્ડના નંબર જણાવી દો, ઓર્ડર તમારી પાસે આવી જશે.

અહિયા એવી પણ સુવિધા આપવામાં આવી છે કે જો કોઈ એવી વાત જે ગ્રાહક કર્મચારીઓને સમજવી શકતો નથી તેને એક નોટપેડ પર લખીને દઈ શકો છો. અહિયાં ગ્રાહક અને કર્મચારીઓની વચ્ચે ડીજીટલ સંચારની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રેસ્ટો રેંટની દીવાલો પર સાંકેતિક ભાષાના ચિન્હો અને સૂચકો એટલે કે ઈન્ડીકેટર બનાવવામાં આવ્યા છે તેથી તેના માત્લાબને સહેલાઈથી સમજી શકાય. હકીકતમાં આ રેસ્ટોરેન્ટ ખોલવાનું લક્ષ્ય ગ્રાહકોને ન સંભાળી શકતા લોકોની ભાષા સમજવા માટે પ્રેરિત કરવાનું છે.

આ રેસ્ટોરેન્ટમાં અત્યારે ૩૦ કર્મચારીઓ કામ કરે છે, જેમાંથી 14 કર્મચારીઓ એવા છે, જે સાંભળી શકતા નથી. સ્ટારબકસે પોતાના આ રેસ્ટોરેંટમાં અત્યારે એવી વ્યવસ્થા કરી છે જેણે સંભાળી શકવામાં અસમર્થ લોકોને ભવિષ્યમાં વધારેમાં વધારે કામ મળી શકે.

સ્ટારબક્સ કંપની પહેલા પણ આ પ્રકારનું રેસ્ટોરેંટ ખોલી ચુકી છે. વર્ષ 2016માં મલેશિયામાં અને 2018માં અમેરિકાના વોશિંગટન ડીસીમાં સાઈલેંટ કેફે પણ રહેલું છે. આ કંપનીના દુનિયાભરમાં ઘણા સ્ટોર્સ છે, જેમાં 3800 જે ફક્ત ચીનમાં જ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment