અનીલ અંબાણીએ જેલ જવાથી બચવા માટે કર્યો આ પ્લાન, આવી રીતે કરશે કર્જની ભરપાઈ…

90

સ્વીડિશ કંપની એરિક્સન સાથે બકાયા વિવાદમાં ૫૫૦ કરોડ રૂપિયા ચુકવવા માટે આરકોમ ગ્રુપના માલિક અનિલ અંબાણીએ પ્રયત્નો શરૂ કરી દીધી છે. એમણે બેંકોમાં જમા આયકર રીફંડ અને રિલાયન્સ નિપ્પોન લાઈફ એસેટ મેનેજમેન્ટમાં ભાગીદારી વહેંચીને આ રકમ જોડવાની યોજના બનાવી છે. રિલાયન્સ કોમ્યુનિકેશનના પ્રવક્તાએ ગુરુવારે બેંકોને પત્ર લખીને આયકર રીફંડના સ્વરૂપમાં જમા ૨૬૦ કરોડ રૂપિયા સીધા સ્વીડિશ ટેલીકોમના નિર્માતા કંપની એરિક્સનને આપવા કહ્યું છે. ગ્રુપ તરફથી ૧૧૮ કરોડ રૂપિયા પહેલા જ સુપ્રીમ કોર્ટમાં જમા કરાવી દીધા હતા.

બાકી વધેલા ૧૭૨ કરોડ રૂપિયા ભેગા કરવા માટે અનિલ અંબાણીએ આરનામમ પોતાની બધી જવાબદારી વેચવા માટે વેન્ચરમાં શામેલ જાપાની કંપનીને પેશકશ કરી છે. આ કવાયત પૈસા ન ચુકવવા પર સુપ્રીમ કોર્ટ તરફથી ત્રણ મહિનાની જેલની સજાથી બચવા માટે કરવામાં આવી રહી છે.

પહેલી લિસ્ટેડ મ્યૂચ્યુઅલ ફંડ કંપની છે આરનામ

જાપાનની નિપ્પોન લાઈફ ઈન્સ્યોરન્સ કંપની સાથે સંયુક્ત ભાગીદારીવાળી આરનામ દેશની પહેલી લિસ્ટેડ મ્યૂચ્યુઅલ ફંડ કંપની છે. આરનામમાં જાપાની કંપનીની ૪૨.૮૮ ટકા અને જ્યારે રિલાયન્સની ૪૨.૯ ટકા ભાગીદારી છે. અનિલ અંબાણીએ કંપનીની બધી ભાગીદારી નિપ્પોનને વેચવાની પેશકશ કરી છે. આના સિવાય રિલાઈન્સ પાવરમાં પણ ૩૦ ટકા ભાગીદારી વેચવાની જાહેર કર્યું છે.

નફામાં ચાલી રહેલી આરનામ

કર્જામાં દબાઈને આરકોમ ગ્રુપની અન્ય કંપનીઓ જ્યાં સતત નુકશાનીમાં જઈ રહી છે, ત્યાં આરનામએ નફાનું સ્તર જાળવી રાખ્યું છે. ૩૧ ડિસેમ્બર, ૨૦૧૮એ પૂરી થયેલ ત્રીજી ત્રિમાસિકમાં કંપનીએ ૧૧૦ કરોડનો શુદ્ધ લાભ નોંધ્યો જો કે સંચાલન પાસેથી ૩૫૦ કરોડ રૂપિયાનું રાજસ્વ કમાયું. કંપનીએ ત્રણ પ્રતિ શેરના ઈન્ટરિમ ડિવિડન્ડ આપ્યા છે. વેચાણની ઓફરોના સમાચારોથી ગુરુવારે આરનામના શેર ૧૨.૫૭ ટકા ઉછળીને ૧૭૫.૫૦ રૂપિયા પ્રતિ શેર પહોંચી ગયા.

આ વર્ષે ગુમાવી ચોથા ભાગની અંગત સંપત્તિ

કંપની માર્કેટ, કૈપ પ્રમોટરનો, ભાગ ગીરવી શેર

આરકોમ ૧૭૫૦, ૫૩.૦૮%, ૩૦.૦૨%

રિલાઈન્સ કેપિટલ ૪૦૭૩, ૫૨.૨૪%, ૭૪.૫૫%

રિલાઈન્સ હોમ ફાઈનાન્સ ૧૩૨૫, ૭૪.૯૯%, ૨૧.૬૨%

રિલાઈન્સ નેવલ ઇન્જિનીયરિંગ ૬૬૬, ૨૯.૮૪%, ૧૦૦%

રિલાઈન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૩૨૭૧, ૪૯.૪૧%, ૮૩.૫૯%

રિલાઈન્સ પાવર ૩૧૪૨, ૭૫%, ૮૨.૮૪%

(માર્કેટ કૈપ કરોડ રૂપિયામાં અને ગીરવી શેર પ્રમોટર ગ્રુપના)

૨૬૦ કરોડ તાત્કાલિક એરિક્સનને આપો

જેલ જવાની ચેતવણી મળ્યા પછી અનિલ અંબાણીએ એરિક્સને રકમ ચુકવણીની કવાયત ઝડપી કરી દીધી છે. એમના ગ્રુપની કંપની રિલાઈન્સ કોમ્યુનિકેશનએ ગુરુવારે બેંકોને કહ્યું કે આના ખાતામાં જે ૨૬૦ કરોડ રૂપિયા પડ્યા છે, એને સીધા એરિક્સનને આપી દેવામાં આવે. આ રકમ એને આયકર વિભાગ પાસેથી રીફંડ સ્વરૂપે મળી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment