અનિલ અંબાણીએ કહી એક ચોકાવનારી વાત, વીતેલા 14 મહિનામાં સંપત્તિઓ વેચીને 35400 કરોડ રૂપિયા ચૂકવ્યા…

135

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ મંગળવારે કહ્યું કે એમના ગ્રુપએ ગયા ૧૪ મહિનામાં સંપત્તિઓ વેચીને ૩૫,૪૦૦ કરોડ રૂપિયાનું કર્જ ચુકવ્યું છે. મીડિયા સાથે વાત કરતા અંબાણીએ વિશ્વાસ અપાવ્યો કે રિલાયન્સ ગ્રુપ બીજા કર્જની ચુકવણી પણ સમય પર કરવામાં સફળ રહેશે.

અનિલ અંબાણીનું બયાન એવા સમયે આવ્યું છે જયારે ગ્રુપની કંપનીઓના શેરોમાં ઝડપથી ઘટાડો જોઈ શકાય છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓની વેલ્યૂ ૬૫% ઘટી ચુકી છે.

અનિલએ જણાવ્યું કે એપ્રિલ ૨૦૧૮થી મેં ૨૦૧૯ સુધી રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ પાવર, રિલાયન્સ ઇન્ફ્રા અને એની સાથે જોડાયેલ કંપનીઓ કે જે કર્જ ચુકવ્યું છે, એમાં ૨૪,૮૦૦ રૂપિયા મૂળ રકમ અને ૧૦,૬૦૦ કરોડ રૂપિયાનું વ્યાજ શામેલ છે. એની ચુકવણી માટે કોઈ બીજું કર્જ લેવામાં આવ્યું નથી.

અનિલ  અંબાણીએ એ પણ કહ્યું છે કે એમના ગ્રુપની કંપનીઓને અલગ અલગ દાવાઓ હેઠળ ૩૦,૦૦૦ કરોડ રૂપિયા મળવાના છે. રેગ્યુલેટર્સ અને અદાલતોએ આ દાવાઓ પર હજી છેલ્લો નિર્ણય આપ્યો નથી.

રિલાયન્સ ગ્રુપ ઉપર ૧ લાખ કરોડ રૂપિયાનું કર્જ છે. એમાં ૪૯,૦૦૦ કરોડ રૂપિયાનું કર્જ રિલાયન્સ કમ્યુનિકેશન પર છે. અમુક મહિનાઓ પહેલા આરકોમએ દિવાળીયા હોવાની અરજી આપી હતી જેની પ્રક્રિયા શરુ થઇ ચુકી છે.

ગયા ૨ વર્ષમાં રિલાયન્સ ગ્રુપની જે બે મોટી સંપત્તિઓનું વેચાણ સફળ રહ્યું, એમાં રિલાયન્સ પાવરનું ડીસ્ટ્રીબ્યૂશન બિઝનેસ અને ગ્રુપના મ્યુચુઅલ ફંડ શામેલ છે. મુંબઈમાં આવેલ આરકોમનું ડીસ્ટ્રીબ્યૂશનબિઝનેસ ૧૮,૦૦૦ કરોડ રૂપિયામાં અદાણી ગ્રુપને વેચ્યા હતા. મ્યુચુઅલ ફંડ બિઝનેસમાં ૬,૦૦૦ કરોડ રૂપિયામાં પાર્ટનર નીપ્પન ગ્રુપને ભાગીદારી વહેચી હતી. ઇન્શ્યોરન્સ બિઝનેસનું વેચાણ માટે ડીલ થવાની બાકી છે. એના સિવાય રિલાયન્સ કેપિટલએ બિગ એફએમની મોટી ભાગીદારી ૧,૨૦૦ કરોડ રૂપિયામાં જાગરણ ગ્રુપને વેચવાની ડીલ પણ કરી છે.

રિલાયન્સ ગ્રુપની જીયોને સ્પેક્ટ્રમ વેચની ડીલ પૂરી થઇ શકી નથી. અનિલ અંબાણીની આરકોમએ ગયા વર્ષે ભાઈ મુકેશ અંબાણીની જીયોને ૨૩,૦૦૦ કરોડ રૂપિયામાં સ્પેક્ટ્રમ વેચવાની ડીલ કરી હતી. પરંતુ, સરકાર તરફથી મંજુરીમાં મોડું થવાથી બંને કંપનીઓની સહમતીથી ડીલ રદ્દ કરી નાખી.

મુકેશ અંબાણીએ આ વર્ષે એપ્રિલમાં ૪૮૫ કરોડ રૂપિયા આપીને નાના ભાઈ અનિલ અંબાણીને જેલ જવાથી બચાવ્યા હતા. એરિક્સનની ચુકવણીના વિવાદમાં સુપ્રીમ કોર્ટએ અનિલ અંબાણીને કહ્યું હતું કે નક્કી કરેલ સમય પણ ચુકવણી ન કરી તો અવમાનનાની કાર્યવાહી થશે અને જેલમાં જવું પડશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment