અમિતાભ બચ્ચન અને જયાના લગ્નના 46 વર્ષ જુનું વેડિંગ આલ્બમ, જાણો કેવી રીતે શરુ થઇ હતી તેની પ્રેમ કહાની….

14

અમિતાભ બચ્ચન અને જય બચ્ચનની આજે 46મી વેડિંગ એનીવર્સરી છે. આ અવસર પર અભિષેક બચ્ચને પોતાના પેરેન્ટ્સની એક ફોટો શેર કરી છે. ફોટો શેર કરતા અમિતાભે લખ્યું છે કે ‘હેપ્પી એનીવર્સરી પેરેન્ટ્સ. તમને બંનેને ખુબ જ પ્રેમ. 46 વર્ષ થઇ ગયા અને અત્યારે પણ આ સફર શરુ છે.’ આ ખાસ અવસર પર જાણો કે કેવી રીતે શરુ થઇ હતી બીગ બી અને જ્યાં બચ્ચનની લાવ સ્ટોરી.

જ્યાં બચ્ચને લાંબા સમયથી બોલીવુડથી દુરી બનાવી લીધી છે. વર્ષ 2001માં અમિતાભ બચ્ચન અને જ્યાં બચ્ચન સિલ્વર સ્ક્રીન પર સાથે નજરે આવ્યા હતા. આ ફિલ્મ હતી ‘કભી ખુશી કભી ગામ’. ત્યારથી અત્યાર સુધી ફેન્સને બંનેને એકસાથે જોવાનો અવસર મળ્યો નથી.

સિમી ગરેવાલના ચૈટ શો Rendezvous માં અમિતાભે પોતાની અને જ્યાંની પહેલી મુલાકાત અને લવ સ્ટોરી વશે જણાવ્યું હતું. બીગ બીએ જયાને પહેલી વાર એક મેગઝીન કવર પેઝ પર જોયા હતા. મૈગઝીન પર જયાને જોતા જ અમિતાભ ઘન ઈમ્પ્રેસ થયા હતા.

અમિતાભે જણાવ્યું કે તે હંમેશા એવી છોકરીને ઈચ્છતા હતા કે તે અંદરથી ટ્રેડીશનલ અને ભારથી મોર્ડન હોય. જ્યાં બિલકુલ તેવી જ હતી. અમિતાભે એ પણ જણાવ્યું કે જયાની આંખો ખુબ જ સુંદર હતી. તેના ઘણા સમય બાદ ઋષિકેશ મુખર્જી ફિલ્મ ‘ગુડ્ડી’ ની સ્ક્રીપ્ટ લઈને અમિતાભની પાસે આવ્યા.

અમિતાભની સાથે ફિલ્મમાં જયાને કાસ્ટ કરવામાં આવી. અમિતાભ, જયાની સાથે કામ કરવા માટે ખુબ જ એક્સાઈડ હતા. જયાએ જણાવ્યું કે તે પહેલી નજરનો પ્રેમ ન હતો. જયાએ જણાવ્યું કે 1970માં તેઓએ અમિતાભને પહેલી વાર પુણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જોવા મળ્યા હતા.

તે ત્યાં ફિલ્મમેકર કે. અબ્બાસ અને તેના આખા ગ્રુપ સાથે ત્યાં પહોચ્યો હતો. અમિતાભની પર્સનાલિટી, જ્યાંને ઘણી પસંદ આવી હતી. તે સમયે અમિતાભ સ્ટ્રગલ કરી રહ્યા હતા પણ જ્યાં ત્યાં સુધીમાં સ્ટાર બની ચુકી હતી. ત્યાર બાદ બંનેની મુલાકત ‘ગડ્ડી’ ના સેટ પર થઇ અને તે સારા દોસ્ત બની ગયા.

‘ગડ્ડી’ બાદ બંનેએ ફિલ્મ ‘એક નજર’ માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સાથે જ બંનેની પ્રેમ કહાની શરુ થઇ ચુકી હતી. ફિલ્મ ‘ઝંઝીર’ ના સમયે બંનેની પ્રેમ કહાનીમાં એક મોટો ટ્વીસટ આવ્યો. બંનેના કોમન ફ્રેન્ડે જણાવ્યું કે જો આ ફિલ્મ હિત થઇ તો અપને સાથે લંડન ફરવા જશું.

જયારે અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનને તે ખબર પડી તો બંનેને સાથે મોકલવાની ના પડી દીધી. તેઓનું જણાવવાનું હતું કે વગર લગ્ન કર્યે કોઈ પણ છોકરી સાથે ફરવા નહિ જાય. ત્યારે અમિતાભે જયાને લગ્ન વિશે પ્રપોઝ કરવા વિશે વિચાર્યું.

અમિતાભના પ્રપોઝ બાદ જયાએ તેને હા પાડવામાં મોડું ન કર્યું. બંનેના પરિવારે આ સબંધને મંજુરી આપી દીધી. પછી ૩ જુન 1973માં બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. લગ્નના દિવસે જ બંને લંડન ફરવા ગયા. આ લગ્નમાં અમીતાભ અને જયાના કેટલાક સબંધીઓ અને દોસ્તો સમાવેશ થાય હતા. લગ્ન ખુબ જ સાદગીભર્યા અંદાજ સાથે થાય હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment