બચ્ચન પરિવાર, કીયારા અડવાની, પ્રિયંકા ચોપરા, હિલેરી ક્લિન્ટન, સચિન તેંદુલકર અને બીજી ઘણી હસ્તીઓ હાજર

81

અંબાણી પરિવારના મોભી અને અગ્રણી મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને અજય પીરામલના પુત્ર આનંદના આજે મુંબઈ સ્થિત એન્ટિલિયામાં લગ્નનું આયોજન રાખવામાં આવ્યું. આ ભવ્ય પ્રસંગે એન્ટિલિયાની ભવ્ય સજાવટ ઉડીને આંખએ વળગે તેવી જોરદાર હતી. તો પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ લગ્ન પાછળ ઓછામાં ઓછો એક કરોડ ડોલરથી વધુંનો ખર્ચ કરવામાં આવ્યો છે. જો કે મીડિયામાં આવેલી ખબરો પ્રમાણે આ ભવ્યાતિભવ્ય લગ્ન પાછળ 10 કરોડ ડોલરનો ખર્ચ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઉદયપુરમાં આયોજિત કાર્યક્રમોમાં જ પ્રી-વેડિંગ પાર્ટીમાં સીમિત સંખ્યામાં જ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જો કે આ પાર્ટીની ઉજવણીમાં અંબાણી પરિવારે કોઈ કસર રાખી નહોતી.

તેમની દીકરી સાથે અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન

જયા બચ્ચનને આ ફોટામાં તમે જોઈ શકો છો

પ્રિયંકા ચોપરા અને નીક જોનાસ પોતાની લાક્ષણિક મુદ્રામાં

અંબાણી પરિવારના મુંબઈમાં યોજાતા લગ્નમાં વીવીઆઈપી હસ્તીઓ રહેશે હાજર

ઉદયપુર સ્થિત કાર્યક્રમોમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન અને તેમના પત્ની હિલેરી ક્લિન્ટન, વૈશ્વિક બેંકરો અને બોલીવુડની અનેક સુપ્રસિદ્ધ હસ્તીઓએ હાજર રહી છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્રપ્રદેશનના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિતની અનેક રાજનૈતિક પક્ષના નેતાઓ આ લગ્નમાં હાજર રહ્યાં છે.

આ લગ્નમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન ફરી પધાર્યા

વિદ્યા બાલનને હિલેરી ક્લિન્ટન સાથે સેલ્ફી પડાવી હતી અને આ ફોટો તેમણે તેમના સોશીઅલ મીડિયામાં પણ પોસ્ટ કર્યો હતો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પણ આ લગ્નમાં પહોચ્યા હતા

પુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી અનીલ અંબાણી એક સાથે દેખાઈ રહ્યા છે

ક્રિકેટર સચિન તેંદુલકર તેમના પરિવાર સાથે લગ્નમાં રહ્યા હાજર

આમીર ખાન સાથે તેમના પત્ની કિરણ રાવ રહ્યા હાજર

કીયારા અડવાની બોલીવુડની ખુબસુરત અભિનેત્રી તેના આ લૂકમાં ખુબ સુંદર લાગી

એક અલગ જ અંદાજમાં અનીલ અંબાણી

અનન્ત અંબાણી અને સ્લોકા મેહતા જાનનું સ્વાગત કરતા

આ ફોટો જુઓ કેવી રીતે દરેક જગ્યાને ફૂલોથી સજાવવામાં આવી

ફૂલોથી સજાવ્યા આ રીતે રસ્તાઓને

અંબાણી પરિવાર દ્વારા જાનનું સ્વાગત કરતા બેન્ડબાજા વાળાઓ

સુરક્ષા માટે બિલ્ડીંગની બહાર મુંબઇ પોલીસ તથા પર્સનલ સિક્યોરિટી ગાર્ડસ સિવાય ઇન્ટરનેશનલ એજન્સીની પણ મદદ લેવામાં આવી

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment