આ માણસે બેન્કમાંથી એક સાથે 10 લાખ ડોલર કાઢયા, જુઓ પછી તેમણે શું કહ્યું ?

15

સિમેન્ટથી લઈને લોટ સુધીનો વેપાર કરે છે ડેન્ગોટે

આફ્રિકાના સૌથી અમીર ગણવામાં આવતા વ્યક્તિ અલીકો ડેન્ગોટે એક દિવસ બેંક જઈને પોતાના બધા પૈસા ૧૦ લાખ ડોલર (૬૯.૨૩ કરોડ રૂપિયા) કાઢ્યા અને કારમાં રાખીને તેને ઘરે લઇ આવ્યા. પોતાના રૂમમાં લઇ જઈને તેમણે પુરા રૂપિયાને મનભરીને જોયા. જ્યાંરે તેમને વિશ્વાસ થઇ ગયો કે બધાજ રૂપિયા તેમના છે તો બીજા દિવસે રૂપિયાને પાછા બેંકમાં જમા કરાવી નાખ્યા.

રૂપિયા જોઇને શાંતિ થઇ  ડેન્ગોટે

૧.) આઈવરી કોસ્ટમાં શનિવારના એક ફોરમમા તેમણે જણાવ્યું કે તે જોવા માંગતા હતા કે હકીકતમાં તે અમીર છે કે નથી. એકવાર જયારે તેમણે પોતાના બધાજ રૂપિયા જોય લીધા તો તેમને શાંતિ થઇ અને રૂપિયાને પાછા બેંકમાં જમા કરાવી નાખ્યા.

૨.) ડેન્ગોટે મત મુજબ- જયારે તમે યુવાન હોવ છો ત્યારે એક લાખ ડોલર જ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ તેના પછી રૂપિયાની સંખ્યા તમારા માટે કઈ ખાસ મહત્વની નથી રહેતી. ડેન્ગોટેને આફ્રિકાનો સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવે છે. તે સિમેન્ટથી માંડીને લોટનો વેપાર કરે છે. તેમને આફ્રિકાના મેન્યુફેકચરીંગ ટાઈકૂન માનવામાં આવે છે.

૩.) તેમનું કહેવું છે કે આફ્રિકાના ભવિષ્યના આધારે બે સૌથી મહત્વપૂર્ણ સેક્ટર કૃષિ અને નવી ટેકનીક પર આધારિત ઉધોગ છે. યુવાઓને તેમની સલાહ છે કે પહેલી સફળતાથી ક્યારે પણ હારવું ન જોઇએ. તેમનું કહેવું છે કે અનિશ્ચિતતા વેપારનો એક હિસ્સો છે.

૪.) ડેન્ગોટેનું કહેવું છે કે કસ્ટમ અને વહીવટી અડચણો આફ્રિકી મહાદ્રીપ વેપારી માટે સૌથી મોટી મુશ્કેલી છે. તેમણે એક ઉદાહરણ આપ્યું છે કે નાઈઝીરીયા સ્થિત પોતાના કારખાનાથી તેમને બેનિન દેશ સુધિ સિમેન્ટ પહોચાડવામાં કેવી તકલીફો થાય છે. તેમનું કહેવું હતું કે બેનિન માત્ર ૪૦ કિલોમીટર દુર છે, પરંતુ ત્યા કરતા ચીનમાં સિમેન્ટની નિકાસ કરવી વધારે અનુકુળ રહેશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment