વેજીટેબલ અમેરિકન કોર્ન સૂપ કેવી રીતે બનાવશો ?

60

આપને સૌજાણીએ છીએ કે સૂપ અલગ અલગ પ્રકારના હોય છે. જેમ કે ટમેટા સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ વગેરે. કોઇપણ સૂપ દરેક સિઝનમાં કે ઋતુમાં બનાવી શકાય છે. હવે તો દરેક ઋતુમાં મોટાભાગે દરેક વેજીટેબલ મળે છે. તો ચાલો આજે અમે તમને અમેરિકન વેજીટેબલ કોર્ન સૂપ તમારી જાતે ઘરે કઈ રીતે બનાવવો, અને તેના માટેની સામગ્રી શું જોઈએ તે વિશે જણાવીએ.

વેજીટેબલ કોર્ન સૂપ બનાવવા માટેની સામગ્રી

1 નંગ ગાજર, ½કપ ફણસી, ½ કપ બારીક સમારેલું ફ્લાવર કોબી, 1 કપ અમેરિકન કોર્ન, 1 ટેબલ સ્પૂન મીઠું, ½ ટેબલ સ્પૂન મરી પાવડર,  ½ કપ લીલી ડુંગળી, ½ કપ ઓરેન્જ જ્યુસ અને જરૂરીતત મુજબ પાણી (આશરે 2 કપ જેટલું)

અમેરિકન વેજીટેબલ કોર્ન સૂપ બનાવવાની સરળ રીત

૧.) સૌ પ્રથમ એક મોટા બાઉલમાં ગાજર, ફણસી અને ફ્લાવર કોબીને એકદમ બારીક સમારી લ્યો.

૨.) બીજા એક નાના બાઉલમાં ડુંગળીને પણ બારીક સમારી લો.

૩.) એક કટોરામાં, ડીશમાં કે બાઉલમાં અમેરિકન કોર્નને છીણીને તૈયાર રાખો.

૪.) હવે એક પેન લઇ તેમાં આશરે 2 ગ્લાસ તેટલું પાણી નાખી તેને ગેસ પર મૂકો. ગેસને ફૂલ આંચ પર રાખી પેનમાં રહેલા પાણીને ગરમ કરો.

૫.) પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં બારીક સમારેલ ગાજર, ફણસી અને ફ્લાવર કોબીને નાખો. હા, તેમાં બારીક સમારેલી લીલી ડુંગળી નાખવી નહિ.

૬.) ખાસ ધ્યાનમાં રાખો કે બારીક સમારેલ ગાજર, ફણસી અને ફ્લાવર કોબીને ગરમ પાણીમાં નાખો ત્યારે ગેસ ફૂલ આંચ પર રાખવો.

૭.) આમ કરવાથી વેજીટેબલમાં રહેલું એટલે કે બારીક સમારેલ ગાજર, ફણસી અને ફ્લાવર કોબીઝમાં રહેલું પાણી ગરમ થવાથી જાતે જ છુટું પડશે.

૮.) થોડા સમય પછી આ દરેક વેજીટેબલનું સ્ટોક જેવું મિશ્રણ તૈયાર થશે.

૯.) આ મિશ્રણ થોડુક ઘટ્ટ થયા બાદ તેમાં મીઠું, મરી પાવડર, બારીક સમારેલી લીલી ડુંગળીના ખીચમચા વડે તેને સારી રીતે હલાવી મિક્સ કરો.

૧૦.) વેજીટેબલની દરેક સામગ્રી સારી રીતે મિક્સ થયા બાદ તેમાં છીણીને તૈયાર કરી રાખેલ અમેરિકન કોર્નને નાખો.

૧૧.) હવે ગેસ પર રહેલ પેનમાં રહેલી દરેક સામગ્રી સારી રીતે મીડીયમ ઘટ્ટ થાય પછી ગેસને બંધ કરો દો.

૧૨.) હવે તેમાં ઓરેન્જ જ્યુસ ઉમેરો.પછી તેને એક બાઉલમાં કાઢી લો.

તમારો અમેરિકન વેજીટેબલ કોર્ન સૂપ તૈયાર છે. તમે પણ ખાવ અને મહેમાનોને પણ સર્વ કરો.

વેજીટેબલઅમેરિકનકોર્ન સૂપનો સ્વાદ 

મધ્યમ તીખો, મનપસંદ અને સ્વાદિષ્ટ.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment