અમેરિકાએ પાકિસ્તાનને આતંકી સંગઠનોને ફંડીગ રોકવાનું કહ્યું, જૈશ વિરુદ્ધ કાર્યવાહીનું સમર્થન કર્યું…

31

જમ્મુ તથા કશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠનો અને તેના આકાઓના વિત પોષણ સ્ત્રોતો પર સમય બગાડ્યા વગર પ્રતિબંધ લગાવી દો.

જમ્મુ તથા કશ્મીરના પુલવામામા થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાનને કહ્યું છે કે સયુક્ત રાષ્ટ્ર દ્વારા ઘોષિત આતંકવાદી સંગઠન અને તેના આકાઓને વિત પોષણ સ્ત્રોતો પર સમય બગાડ્યા વગર પ્રતિબંધ લગાવી દો. પુલવામા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી, જેનો મુખ્ય વડો મસૂદ અઝહર ભારતમાં ઘણા બધા આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. અમેરિકાએ એ પણ કહ્યું છે કે ભવિષ્યમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા કોઈ પણ પ્રકારના સંભવિત હુમલા રોકવાની કાર્યવાહીમાં પૂરું સમર્થન કરશે. જૈશ-એ-મોહમ્મદને જમ્મુ કશ્મીરના પુલવામા જીલ્લામાં ગુરુવારે થયેલા આતંકી હુમલાની જવાબદારી લીધી હતી. હુમલામાં સીઆરપીએફના ઓછામાં ઓછા 40 જવાન સહીદ થાય હતા અને પાંચ ગંભીર રીતે ઘાયલ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, “પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદને 2002માં ગેરકાનૂની ઘોષિત કર્યું હતું… હા પણ તે સંગઠન આત્યારે પણ પાકિસ્તાનમાં સક્રિય છે… અમેરિકાએ ડીસેમ્બર, 2001 માં જૈસને વિદેશી આતંકવાદી સંગઠન ઘોષિત કરવામાં આવ્યું હતું. અને આપણે ભવિષ્યમાં તેના દ્વારા કરવામાં આવેલા કોઈ પણ આતંકી હુમલાને રોકવાની કાર્યવાહીમાં પૂરું સમર્થન કરશે…”

આધિકારીઓ એ કહ્યું કે તેના સિવાય સંયુક્ત રાષ્ટ્ર પરિષદે વર્ષ 2001માં જૈસે પોતાની 1267 isin (દાયેશ) અને અલકાયદા પ્રતિબંધિત સૂચિમાં નાખ્યું હતું. પ્રવક્તાએ એક સવાલ ના જવાબમાં કહ્યું કે આપણે પાકિસ્તાન પાસેથી ઉમ્મીદ કરીએ છીએ કે તે સયુક્ત રાષ્ટ્ર પરિષદના પ્રસ્તાવો દ્વારા આતંકવાદીઓને જગ્યા અને સમર્થન નહિ દેવાની પોતાની જવાબદારીઓ નિભાવે અને unsc ની 1267 માં પ્રતિબંધિત સૂચિમાં સમાવેશ લોકો અને સંગઠનોને વિત પોષણ સ્ત્રોતો, અન્ય વીતીય સંપતિઓ અને આર્થિક સંસાધનોને તરત જ જપ્ત કરે.

અધિકારીએ પુલવામા હુમલા બાદ આમેરીકાએ આ મામલાને પાકિસ્તાની નેતૃત્વ સમક્ષ ઉઠાવવાના સંબંધમાં કોઈ જાણકારી નથી આપી. હાલમાં, સોશ્યલ મીડિયામાં વિભિન્ન બયાનો બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પ્રશાસને પાકિસ્તાનને આતંકવાદી સંગઠનને સુરક્ષિત જગ્યા અને સમર્થન ન આપવાની અપીલ કરી છે.

પ્રવક્તાએ પુલવામા હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિકી આતંકવાદીઓની સૂચિમાં નાખવાની ભારતની અપીલને સમર્થન કરવાથી ચીનના ફરીથી ના પડવાના કદમ પર કોઈ ટીપ્પણી ન કરી. પ્રવકતાએ કહ્યું કે, “મસૂદ અઝહર અને જૈશ-એ-મોહમ્મદ ઉપર આમારુ મંતવ્ય બધાને ખબર છે … જૈશ ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર છે અને સાથે ક્ષેત્રિય સ્થિરતા માટે પણ ખતરો છે….” અધિકારીએ કહ્યું કે, “સંયુક્ત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિ વિચાર વિમર્શ ગુપ્ત છે, એટલા માટે વિશેષ મુદ્દા પર કોઈ ટીપ્પણી નથી કરી શકતા…”

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment