એમેઝોન વેચી રહ્યું છે હિંદુ દેવી દેવતાઓની ફોટોવાળી ટોયલેટ સીટ, જુઓ સોશ્યલ મીડિયા પર થઇ રહ્યો છે વિરોધ….

14

ઈ કોમર્સ કંપની એમેઝોનને સોશ્યલ મીડિયા પર હજારો લોકોના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. કંપનીનો વિરોધ વેચાણ દરમિયાન હિંદુ દેવી દેવતાઓવાળી ટોયલેટ સીટ કવર દેખાડ્યા બાદ થયો છે. જોત જોતામાં એમેઝોન વિરુદ્ધ 24000થી વધારે ટ્વીટ કરવામાં આવ્યા. કેટલાક ટ્વીટમાં તો વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટેગ કરવામાં આવ્યા.

સંપર્ક કાર્ય બાદ એમેઝોનના પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું કે અમેઝોનના બધા વિક્રેતાઓને કંપનીના દિશાનિર્દેશોનું પાલન કરવું જોઈએ. જો આમ નથી કરતા તો તેને કાર્યવહીનો સામનો કરવો પડી શકે છે. તે વિક્રેતાઓને એમેઝોનના પ્લેટફોર્મ પર પણ હટાવવામાં આવી શકે છે. પ્રવક્તાએ જણાવ્યું કે જે ઉત્પાદનોને લઈને સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે તેને અમારા સ્ટોર પરથી હટાવવામાં હટાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ કે પહેલા કેનેડામાં ડોરમૈટ પર ભારતીય ઝંડો છાપવાને લઈને પણ એમેઝોનમાં વિવાદમાં આવ્યું હતું. આ ઘટના બાદ એમેઝોનનો ઘણો વિરોધ થયો હતો. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે તેને લઈને ચેતવણી પણ આપી હતી.

તેઓએ જણાવ્યું હતું કે એમેઝોન આ મામલે વગર શરતે માફી માંગે અને રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કરવાવાળા બધા પ્રોડક્ટને તત્કાળ પાછા લે. સુષ્માએ આવું ન કરવા પર એમેઝોનના અધિકારીઓને આગળના વીઝા જાહેર ન કરવાની ચેતવણી આપી હતી. સુષ્માની ચેતવણી બાદ એમેઝોને કેનેડાની પોતાની વેબસાઈટથી તિરંગાવાળા ડોરમૈટને હટાવી લીધો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment