આકાશ અંબાણીના લગ્નની તારીખ થઇ ચુકી છે ફાઈનલ, આ ભવ્ય લગ્ન સમારોહ ચાલશે ૩ દિવસ સુધી…

35

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી પોતાના લગ્ન પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં આપશે બેચલર પાર્ટી

છેલ્લા ઘણા સમયથી મુકેશ અંબાણીની ભાવિ પુત્રવધૂ શ્લોકા મહેતાને વિવિધ સ્થળે શોપિંગ કરતા નજરે આવી હતી. હાલમાં જ તેને મુંબઈ સ્થગિત મોનિશા જયસિંહના સ્ટોર પર સ્પોટ કરવામાં આવી હતી. અને આવું થયા પછી એવું લાગે છે કે હવે ટુક સમયમાં મુકેશ અંબાણીના ઘરે વહેલી તકે શરણાઈ વાગશે.. હવે આ વાત એકદમ કન્ફર્મ થઈ ચુકી છે કે આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ વર્ષેના માર્ચમાં લગ્ન કરશે. આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ બંનેની લગ્નની ડેટ પણ ફાઈનલ થઈ ગઈ છે.

આકાશ-શ્લોકાના લગ્ન, 9 માર્ચના થશે

રિપોર્ટ અનુસાર, આકાશ અને શ્લોકા 9 માર્ચના રોજ લગ્ન ગ્રંથીમાં જોડાશે. અને આ બંનેના લગ્નનો ભવ્ય સમારોહ મુંબઈમાં જીયો વર્લ્ડ સેન્ટરમાં 3 દિવસ સુધી ચાલશે. આકાશ અંબાણીની જાન બપોરે 3.30 કલાકે જીયો સેન્ટર પહોંચશે. અને મહેમાનો માટે 6.30 કલાકે હાઈ-ટી હોસ્ટ કરાશે, અને ત્યાર પછી સાંજે 9 કલાકે આકાશ અને શ્લોકાના લગ્નની રસમ થશે.

આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન 10 માર્ચના રોજ થશે. આ ભવ્ય સેલિબ્રેશના ઘણા બધા સેલીબ્રીટીઓ, પોલિટિશિયન્સ અને ઘણા બધા દિગ્ગજો સામેલ થશે.

વેડિંગ રિસેપ્શન 11 માર્ચના રોજ યોજાશે. આ વેડિંગ રિસેપ્શન બંને પરિવારના સભ્યો સામીલ થશે. આ આખો ભવ્ય કાર્યક્રમ જીયો સેન્ટર ખાતે જ યોજાશે.

ઉલ્લેખનીય છે કે, આ બંનેએ 2018 માં સગાઈ કરી હતી અને ત્યાર પછી મુંબઈમાં ગ્રાન્ડ પાર્ટી પણ આપી હતી.

આકાશની બેચલર પાર્ટી સ્વિટ્ઝરલેન્ડમાં યોજાશે

જાણકારી અનુસાર આકાશ અંબાણી 23 થી 25 ફેબ્રુઆરીની વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં બેચરલ પાર્ટી આપશે. અને આ એમની પાર્ટીમાં બોલિવૂડ માંથી બે સેલીબ્રીટી  જાય તેવું માનવામાં આવે છે. આકાશ અંબાણીના ખાસ ફ્રેન્ડ્સ રણબિર કપૂર છે અને તેથી જ રણબીર કપૂર તેમની પાર્ટીમાં જશે. આના સિવાય બોલિવૂડમાંથી કરન જોહર પણ પાર્ટીમાં સામેલ થશે.

જાણકારી મુજબ  એવું કહેવામાં આવે છે કે મુંબઈથી બે ચાર્ટર પ્લેન બધા મહેમાનોને લઈને સ્વિટ્ઝરલેન્ડ જશે. આના સિવાય આકાશ અંબાણીના વિદેશમાં રહેતા ફ્રેન્ડ્સ પણ સીધા સ્વિટ્ઝરલેન્ડ આવશે. આ બેચરલ પાર્ટીમાં અંદાજે 500 થી વધુ મહેમાનો આવશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment