આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન, અંબાણી પરિવારે આ લગ્નમાં 2 હજાર છોકરાઓને જમાડ્યા…

14

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન પહેલા જીયો વર્લ્ડ સેન્ટરમાં ‘અન્ન સેવા કાર્યક્રમ’ આયોજિત કરવામાં આવ્યો. બુધવારે અંબાણી અને મહેતા પરિવારના છોકરાઓએ જમવાનું જમ્યા, શ્લોકા મહેતા, આકાશ અંબાણી છોકરાઓને ખાવાનું પરોસતા નજરે આવ્યા. તેની સાથે અંબાણી પરિવારે ધીરુભાઈ અંબાણી સ્ક્વેયરનું પણ ઉદઘાટન કર્યું. છોકરાઓએ મ્યુઝીકલ ફાઉન્ટેનને પણ ખુબ જ એન્જોય કર્યો.

મ્યુઝીકલ ફાઉન્ટેનમાં ‘વન દે માતરમ’ જેવું ગીત વાગી રહ્યું હતું. પાછલા વર્ષે ડીસેમ્બરમાં દીકરી ઈશા અંબાણીના લગ્નમાં પણ અંબાણી પરિવારે અન્ન સેવા કાર્યક્રમ કર્યો હતો. રાજસ્થાનના ઉદયપુરમાં આયોજિત આ કાર્યક્રમમાં તેઓએ 5 હજાર લોકોને જમાડ્યા હતા.

મહેંદી રસમ 7 માર્ચે વર્લીના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં થઇ હતી, 9 માર્ચે જીયો વર્લ્ડ સેન્ટર, બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં લગ્ન થશે. 9 માર્ચે બપોરે ૩.૩૦ વાગ્યે ટ્રીડેંટ હોટેલથી વરઘોડો નીકળશે. 6.૩૦ વાગ્યે વરરાજાનું સ્વાગત કરવામાં આવશે. 8 વાગ્યે હસ્ત મેળાપ થશે અને પછી ડીનર ફંક્શન થશે. ત્યાર બાદ 11 માર્ચે જીયો વર્લ્ડ સેન્ટરમાં જ લગ્નનો જશ્ન હશે.

આ ઇવેન્ટમાં શાહરુખ ખાન, આમીર ખાન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર, અયાન મુખર્જી, જોન અબ્રાહિમ, જેકલીન ફર્નાડીસ, મલાઈકા અરોડા, અર્જુન કપૂર, મનીષ મલ્હોત્રા, વિદ્યા બાલન, દિશા પટાની, કરિશ્મા કપૂર જેવા બોલીવુડ સ્ટાર નજરે આવી શકે છે. તેઓએ સ્વિત્ઝરલેન્ડમાં પ્રિ વેડિંગ પાર્ટીમાં ખુબ એન્જોય કર્યો હતો. ઈશા અંબાણીના લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પૂર્વ યુએસ સેક્રેટરી હિલેરી ક્લીન્ટન પણ પણ પહોચ્યા હતા. આકાશ અને શ્લોકના લગ્નમાં પણ ઘણા મોટા રાજનેતાઓ જોડાઈ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર

Leave a comment