આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના લગ્નની પૂરી જાણકારી, લગ્નનું ભવ્ય આયોજન હશે કંઈક આવું…

27

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીના લગ્ન રસલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે ૯ માર્ચે મુંબઈમાં થશે.

મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણી અને હીરા ઉદ્યોગી રસલ મહેતાની દીકરી શ્લોકા મહેતાના લગ્ન ૯ માર્ચે મુંબઈમાં થશે. ત્રણ દિવસો સ્વીઝરલેન્ડમાં પ્રી-વેડિંગ પાર્ટી પછી હવે લગ્નની તૈયારી શરુ થઇ ગઈ છે. પ્રી-વેડિંગ પાર્ટીમાં બોલીવુડ પોલીટીક્સ અને સ્પોર્ટ્સ દુનિયાના દીગજ્જો પાર્ટીમાં આવ્યા હતા. આકાશ શ્લોકાના લગ્ન ઘણા ચર્ચામાં છે. મ્યુજીકલ વેન્ડિંગ કાર્ડથી લઈને જશ્નના ફોટાઓ સોસીયલ મીડિયા પર ઘણા વાયરલ થઇ રહ્યા છે.

આઈએએનએસની જાણકારી મુજબ, લગ્નના કાર્ડ બધા પાસે પહોચી ગયા છે. લગ્નમાં VVIP  મહેમાન જોવા મળશે. સ્વીઝરલેન્ડમાં પ્રી-વેન્ડિંગ પાર્ટીમાં પણ શાહરૂખ ખાન, હરભજન સિંહ, યુવરાજ સિંહ, વિદ્યા બાલન, કરિશ્મા કપૂર જેવા સ્ટાર જોવા મળ્યા હતા. લગ્નમાં મોટી હસ્તીઓના આવવાની પણ ઉમ્મીદ છે. ટ્વીટર પર ઘણા લોકો પૂછી રહ્યા છે કે ચુંટણીના સમયે જ લગ્ન કેમ રાખવામાં આવ્યા. એક યુજર્સ લખે છે કે,’ શું નરેદ્ર મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી લગ્નમાં પહોચી શકશે ?

લગ્નના કાર્ડ મુજબ, માળા અને મહેંદી ૭ માર્ચે વરલી નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડીયામાં થશે. સાંજે જ અહિયાં ફંક્શન થશે. ૯ માર્ચે જીયો વલ્ડ સેન્ટર, બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સમાં લગ્ન થશે. ૯ માર્ચેની બપોરે ૩.૩૦ વાગે ટ્રીડેંટ હોટલથી જાન નીકળશે. ૬.૩૦ વાગે જાનનું સ્વાગત કરવામાં આવશે. ૮ વાગે હસ્તમેળાપ થશે અને પછી ડીનર ફંક્શન થશે. જેના પછી ૧૧ માર્ચે જીયો વલ્ડ સેન્ટરમાં લગ્નનો જશ્ન થશે.

આ ઇવેન્ટમાં શાહરૂખ ખાન, આમીર ખાન, રણવીર કપૂર, આલિયા ભટ્ટ, કરન જોહર, અયાન મુખર્જી, જોન અબ્રાહમ, જેકલીન ફર્નાડીસ, મલાઈકા અરોડા, અર્જુન કપૂર, મનીસ મલ્હોત્રા, વિદ્યા બાલન, દિશા પટાની, કરિશ્મા કપૂર જેવા બોલીવુડ સ્ટાર્સ જોવા મળી શકે છે. તેઓએ સ્વીઝરલેન્ડમાં પ્રી-વેડિંગ પાર્ટીમાં હટીને ઇન્જોય કર્યું હતું. આમીર ખાને શ્લોકા મેહતા સાથે ‘આતી ક્યાં ખંડાલા’ ગીત પર ડાન્સ કર્યો હતો. જેનો વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે. ઈશા અંબાનીના લગ્નમાં પૂર્વ રાષ્ટ્રપતી પ્રણવ મુખર્જી અને સેક્રેટરી હિલેરી ક્લીન્ટલ પહોચી હતી. આકાશ અને શ્લોકાના લગ્નમાં ઘણા મોટા રાજનેતા પહોચી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment