અજીબોગરીબ કાયદાઓ ક્યાંક કિસ કરવી, ક્યાંક અંડરવેરથી ગાડી સાફ કરવી તો ક્યાંક ન્હાયા વગર સુવું, આ કાયદાઓ જાણીને તમારો મગજ પર ફરી જશે….

9

બ્રૂનેઈના સુલતાન હસનલ બોલ્કિયાહએ હાલમાં જ કડક ઇસ્લામિક કાયદો લાગૂ કર્યો હતો, જેના અનુસાર ગે સેક્સના દોષી મળવા પર માણસને મૃત્યુની સજાનું પ્રાવધાન જાહેર કરવામાં આવ્યું હતું. મૃત્યુની સજા ફાંસી દ્વારા નહિ પરંતુ દોષી વ્યક્તિના છેલ્લા સ્વાસ સુધી પથ્થરોથી મારવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે, આંતરરાષ્ટ્રીય દબાવ અને આલોચનાના કારણે સુલતાને આ અજીબોગરીબ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો. આજે અમે તમને એવા જ અજીબોગરીબ કાયદા વિશે જણાવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમારો મગજ પર ફરી જશે.

ઇંગ્લેન્ડના મૈસાચ્યૂટસમાં એક એવી જગ્યા છે, જ્યાં રાતે ન્હાયા વિના સુવું ગેરકાયદેસર છે. જો પકડાય ગયા તો જેલ અને દંડ થઇ શકે છે. આશ્ચર્યની વાત એ છે કે અહિયાં રવિવારે ન્હાવું ગેરકાયદેસર છે.

સામાન્ય રીતે લોકો ગાડીઓ સાફ કરવા માટે જુના કપડાઓ અથવા તૂટેલા ફાટેલા અંડરવેરનો ઉપયોગ કરી લે છે, પરંતુ અમેરિકાના સૈન ફાંસીસકોમાં એવો કાયદો છે કે અહિયાં ગાડીઓ સાફ કરવા માટે લોકો અંડરવેરનો ઉપયોગ કરી શકતા નથી. જો એવો કોઈ કરતા પકડાય તો એના પર દંડ લાગી શકે છે અને જેલ પણ થઇ શકે છે.

સ્વિઝરલેન્ડમાં કાયદો છે કે રાતે ૧૦ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ કોઈપણ અપાર્ટમેન્ટની બિલ્ડિંગમાં ફ્લશનો ઉપયોગ કરી શકતા નથી. અહિયાંની સરકારનું માનવું છે કે રાતે એવું કરવાથી ધ્વનિ પ્રદુષણ થાય છે.

ઇટલીના મિલાન શહેરમાં એવો અજીબોગરીબ કાયદો છે કે ન હસવા પર તમારા પર દંડ લાગી શકે છે. અહિયાંના લોકોને દરેક સમયે હસતા રહેવું  જરૂરી છે. જો કે અમુક મામલાઓમાં લોકોને આ કાયદામાંથી છૂટ મળેલી છે, જેમકે હોસ્પિટલ જવા પર અને અંતિમ સંસ્કારમાં રહેવા પર.

મીડિયા રિપોર્ટસ અનુસાર, ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા શહેરમાં કોઈપણ સામાન્ય માણસ વીજળીનો બલ્બ બદલી શકતો નથી. એના માટે તમારે સરકાર દ્વારા સર્ટીફાઈડ ઈલેટ્રીશયન બોલાવવો પડશે. આ નિયમનું ઉલંઘન કરવા પર તમારા પર દંડ લાગી શકે છે.

થાઇલેન્ડમાં અંડરવેર પહેર્યા વગર બહાર નીકળવું અપરાધ માનવામાં આવે છે. એના સિવાય અહિયાં કોઈપણ માણસ શર્ટ પહેર્યા વગર બાઈક અથવા કાર ચલાવતો દેખાય, તો એને ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડી શકે છે.

બ્રિટનમાં રેલ્વે સ્ટેશન પર છોકરા છોકરીઓના કિસ કરવા પર પ્રતિબંધ છે. હકીકતમાં, આ કાયદો એટલા માટે બનાવામાં આવ્યો, જેથી ટ્રેનને લેટ થવાથી બચાવી શકાય.

અમેરિકાના ઓકલોહામામાં કોઈપણ કુતરાને ખરાબ મોઢું બનાવીને છેડવું અપરાધની શ્રેણીમાં આવે છે. એના માટે તમને જેલની સજા પણ થઇ શકે છે.

ડેનમાર્કમાં જેલોમાં બંધ અપરાધી જો જેલમાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે તો એને અપરાધ માનવામાં આવતું નથી. જો એ ભાગતા સમયે પકડાય ગયા તો વિના કોઈ અન્ય સજાને એમને પાછા એ જ જેલમાં નાખી દેવામાં આવે છે.

અમેરિકાના વેરમોન્ટમાં એક કાયદા અનુસાર, અહિયાં જો કોઈ મહિલાને નકલી દાંત લગાવવો છે, તો એના માટે પોતાના પતિ પાસેથી લેખિતમાં મંજુરી લેવી પડે છે.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે બાળકો જો નાના છે તો લોકો એમને એક જ બાથટબમાં નવડાવી દે છે, પરંતુ અમેરિકાના લોસ એંજલીસમાં એક જ ટબમાં બે બાળકોને નવડાવા ગેરકાયદેસર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment