એરફોર્સના જાંબાજ વિંગ કમાન્ડર “અભિનંદન” પાકિસ્તાનની કેદમાં, તેમનું સાહસ જોઇને તમે પણ કહેશો ભારત માતા કી જય…

48

ભારતીય એયરફોર્સના જાંબાજ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની કેદમાં છે. બુધવારે તેમનું પ્લેન પાકિસ્તાનના વિસ્તારમાં ક્રેશ થયું જેના પછી પાકિસ્તાની આર્મીએ તેમણે પકડી લીધા. અભિનંદન વર્તમાનના ત્રણ વિડીયો પણ સામે આવી ચુક્યા છે જેમાં તે સાહસથી પાકિસ્તાની આર્મીને જવાબ આપતા જોવા મળે છે.

અભિનંદનના હાથ બાંધેલા હતા, ચેહરા પર ઘાવના નિશાન હતા પરંતુ તેમ છતાં એયરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનની નતો અવાજ ગભરાયેલો હતો કે ન તો તેમના હાવભાવથી એમ લાગતું કે તે થોડા પણ ડરેલા છે. અવાજમાં અકિ પ[અન એજ જોશ જે બધા ભારતીય સૈનિકની અંદર ભરાયેલો હોય છે. એયરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનનો જે વિડીયો પાકિસ્તાનમાં વાયરલ થઇ રહ્યો છે તેમાં તે પોતાનો સર્વિસ નંબર જણાવી રહ્યા છે. પોતાને હિંદુ જણાવી રહ્યા છે અને જયારે તેમણે વધુ પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તે સાફ કહી રહ્યા છે ‘માફ કરો’, હું તમને આટલું જ જણાવી શકું છું.’

દુશ્મનની કેદમાં કેદ હોવા છતાં પણ એયરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનના અવાજમાં સરળતા છે. તે બહુજ આદરથી પૂછે છે કે શું તે પાકિસ્તાની સેનાના કબજામાં છે? જેનો તેમણે કોઈ જવાબ નથી આપતા. તેની પહેલા પણ પાકિસ્તાને એક વિડીયો જાહેર કર્યો હતો જેમાં થોડાક લોકો વિંગ કમાન્ડરની સાથે તોછડાઈ ભર્યું વર્તન કરતા જોવા મળે છે. નોંધપાત્ર છે કે ભારતીય સરહદમાં ઘુસેલા વિમાનનો પીછો કરતા ભારતીય મીગ ૨૧ બાઇસન વિમાન પીઓકે સુધી ચાલ્યું ગયું હતું જેને પાકિસ્તાને નિશાન બનાવ્યું હતું. આ વિમાનને એયરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ઉડાડી રહ્યા હતા જેને પાકિસ્તાની સેનાએ ગિરફ્તાર કરી લીધું. પાકિસ્તાને દાવો કર્યો કે તેમણે બે ભારતીય પાયલટોને ગિરફ્તાર કર્યા છે પરંતુ મોડી રાતે પાકિસ્તાને પોતાનું નીવેદન બદલી લીધું અને કહ્યું કે માત્ર એક પાયલટ જ તેમના કબજામાં છે.

ભારતે માન્યું કે તેમનું એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે અને તેમનો એક પાયલટ ગુમ થઇ ગયો છે. તેમ છતાં ભારતે અજી ઓપચારિક રીતે સાફ નથી કહ્યું કે કયો પાયલટ ગુમ થયેલ છે. જાણકારી મુજબ ગુમ થયેલ પાયલટને ભારત પાછો લાવવા માટે ડીપ્લોમેટીક રીતથી કોશિશ શરુ થઇ ગઈ છે અને આશા કરવામાં આવે છે કે જડપથી એયરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદન ભારત પાછા આવશે.

અજી એક વિડીયો પાકિસ્તાનમાં વાયરલ થઇ રહ્યો છે જેમાં વિગ કમાન્ડર અભિંદન ચા પિતા જોવા મળે છે. આ વિડીયોમાં તે પહેલા પોતાનો પરિચય આપે છે કે હું એયરફોર્સ વિંગ કમાન્ડર અભિનંદન છું. તેના પછી પાછળથી અવાજ આવે છે કે આશા છે કે તમે અહિયાં સુરક્ષિત છો જેના જવાબમાં તે બોલતા જોવા મળે છે કે હું કહેવા માંગુ છું કે હું અહિયાં સુરક્ષિત છું અને હું મારું નિવેદન ભારત જઈને પણ બદલીશ નહિ. પાકિસ્તાની સેનાના અધિકારીઓએ મારું સારીરીતે ધ્યાન રાખ્યું છે, તેમણે સારા માણસ જેવો વ્યવહાર કર્યો અને મને ભીડથી બચાવ્યો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment