એર સ્ટ્રાઈક પર બોલ્યા વાયુસેનાના ચીફ, અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલા મર્યા એ નહિ ગણી શકીએ…

22

પુલવામા આતંકી હુમલાના જવાબમાં પાકિસ્તાનમાં ઘુસીને કરવામાં આવેલ એર સ્ટ્રાઈક પર વાયુસેના તરફથી મોટું બયાન આવ્યું છે. સોમવારે એર ચીફ માર્શલ બીએસ ધનોઆએ કહ્યું કે વાયુસેનાનું કામ પોતાના ટારગેટને હિટ કરવાનું છે. અમે એ નહિ ગણતા કે ત્યાં કેટલું નુકશાન થયું છે. એમણે કહ્યું કે અમને જે પણ ટારગેટ મળે છે અમે માત્ર એને નાશ કરીએ છીએ.

સોમવારે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા એમણે કહ્યું કે જો અમારા ટારગેટ સાચા નથી લાગ્યા અને ખાલી જંગલમાં બોમ્બ પાડ્યા હોત તો પાકિસ્તાન તરફથી જવાબ શુંકામ આવે. એમણે કહ્યું કે કૈજ્યુલિટી કેટલી થઇ છે, એનો આંકડો સરકાર જ જાહેર કરી શકે છે.

આ એર સ્ટ્રાઈકમાં મિગ ૨૧નો ઉપયોગ શુંકામ થયો, એના પર પણ વાયુસેનાના પ્રમુખે જવાબ આપ્યો. એમણે કહ્યું કે મિગ ૨૧ અમારું એક કાર્યકારી વિમાન છે, જેને અપગ્રેડ કરી દેવામાં આવેલ છે. આ વિમાન પાસે સારું રડાર છે.

એમણે કહ્યું કે જે પણ વિમાન અમારા કાફલામાં છે, અમે એનો અમારી લડાઈમાં ઉપયોગ કરીએ છીએ. બીએસ ધનોઆએ એ પણ કહ્યું કે હજીપણ અમારું ઓપરેશન ચાલુ છે, એટલા માટે વધારે જાણકારી બધા સામે જણાવી નહિ શકે.

પાકિસ્તાનના વિમાનનો નાશ કરનાર વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન પર એમણે કહ્યું કે હજી તેમની ફિટનેસની તપાસ ચાલી રહી છે, જો તે ફિટ હોય છે તો ફરી લડાકૂ વિમાન ઉડાવી શકે છે.

તમને જણાવી દઈએ કે ૨૬ ફેબ્રુઆરીની સવારે વાયુસેનાના મિરાજ વિમાનોએ પાકિસ્તાનમાં ઘુસીને જૈશ એ મોહમ્મદના કેમ્પો પર એર સ્ટ્રાઈક કરી હતી. વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જઈને આતંકી કેમ્પોને હીટ કર્યા. આ હુમલો ૧૪ ફેબ્રુઆરીએ જૈશ એ મોહમ્મદ દ્વારા પુલવામા માં કરેલ આતંકી હુમલાનો જવાબ હતો, જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment