એર સ્ટ્રાઈક – આ છે ભારતીય સેનાના 10 સૌથી વિનાશક શસ્ત્રો…

24

પુલવામા હુમલા પછી ભારતીય વાયુ સેનાએ સીમા પર છુપી બેઠેલા જૈશ એ મોહમ્મદના આતંકીઓ વિરુદ્ધ ગઈકાલ રાતે મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેનાના પ્લેનોએ ગઈકાલ રાતે નિયંત્રણ રેખાની પાર આતંકી કેમ્પો પર લગભગ ૧૦૦૦ કિલો બમ વરસાવ્યા છે. જણાવામાં આવી રહ્યું છે કે ૨૬ ફેબ્રુઆરીની રાતે લગભગ ૩:૩૦ વાગ્યે વાયુસેનાના ૧૨ મિરાજ ૨૦૦૦ લડાકુ વિમાનોએ આતંકીઓના બેઝ કેમ્પ પર ગોળા વરસાવ્યા. જો કે, હજુ શુધી ભારતીય વાયુસેના તરફથી આની ખાતરી કરવામાં આવી નથી.

ભારત, દુનિયામાં ઝડપથી આગળ વધતી સૈન્ય શક્તિ છે. ક્ષેત્રીય સીમાઓથી આગળ વધતા દેશ હવે વૈશ્વિક શક્તિ બનવા તરફ આગળ વધી રહ્યા છે. દેશની સેનાઓની શક્તિ બતાવતા આ ફોટાઓ જુઓ

Su 30Mki

Su 30Mki એક એવું એયરક્રાફ્ટ છે જે ઇન્ડિયન એયરફોર્સને ૨૧મી સદીના હિસાબથી વ્યાખ્યાયિત કરી શકે છે. રૂસમાં બનેલ સુખોઈ ૩૦ જેટ ફાઈટરને દુનિયામાં શ્રેષ્ઠ એયરક્રાફ્ટમાં ગણવામાં આવે છે. આની લંબાઈ ૨૧.૯૩ મીટર છે. તેમજ, પહોળાઈ ૧૪.૭ મીટર છે. હથિયાર વિના આનો વજન ૧૮૪૦૦ કિલોગ્રામ છે. હથિયાર સાથે આનો વજન ૨૬૦૦૦ કિલોગ્રામથી વધુ થઇ શકે છે. આની અધિકતમ સ્પીડ ૨૧૦૦ કિલોમીટર પ્રતિ કલાક છે. આ વિમાન ૩૦૦૦ કિલોમીટર સુધીની ઊંડાઈ સુધી જઈને હુમલો કરી શકે છે. બે શક્તિશાળી ઈંજનવાળું આ પ્લેન કોઈપણ પ્રકારના વાતાવરણમાં ઉડાન ભરીને હવાથી હવા સહિત હવાથી જમીન પર હુમલો કરવાની કુશળતાને પ્રમાણિત કરી ચુક્યું છે.

બ્રહ્મોસ

બ્રહ્મોસ મિસાઈલનું ભારત અને રૂસ મળીને વિકાસ કરી રહ્યા છે. મલ્ટી મિશન મિસાઈલની મારક ક્ષમતા ૨૯૦૦ કિલોમીટરની છે અને આની સ્પીડ ૨૦૮ મૈક એટલે કે અવાજ કરતાં ત્રણ ગણી ઝડપ છે. આ જમીન, સમુદ્ર, ઉપ સમુદ્ર અને આકાશમાંથી સમુદ્ર અને જમીન પર રહેલા ટાર્ગેટ પર મારી શકે છે. મિસાઈલ ‘સ્ટીપ ડાઈવ કૈપેબિલીટીઝ’થી સજ્જ છે જેનાથી આ પહાડી ક્ષેત્રોની પાછળ છુપાયેલ ટાર્ગેટ પર પણ નિશાનો લગાવી શકે છે. બ્રહ્મોસના એયર ફોર્મેટને ભારતીય વાયુસેનાના સુખોઈ ૩૦ એમકેઆઈ ફાઈટર પર ઉડાન ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવી રહી છે. નેવીએ પોતાની ઘણી વોરશિપ પર આ મિસાઈલને લગાવામાં આવી છે, જેમાં રડારની રેંજમાં ન આવે એવા પોત પણ શામેલ છે. IAF પણ આ ક્રૂજ મિસાઈલને પોતાની હેવી ડ્યૂટી ફાઈટર સુખોઈ ૩૦ MKI પર લગાવા જઈ રહ્યા છે. સેનામાં બ્લોક ૧ અને બ્લોક ૨ રેજીમેન્ટને શામેલ કરવામાં આવેલ છે. બ્લોક ૩નો સફળતાપૂર્વક પરીક્ષણ આ વર્ષે કરી ચૂકવામાં આવેલ છે.

આઈએએનએસ ચક્ર ૨

પરમાણુ ક્ષમતાયુક્ત રૂસ દ્વારા બનાવેલ પનડુબ્બી આઈએએનસ ચક્ર ૨ નેવીનું મોટું શસ્ત્ર છે. મૂળ રૂપથી ‘K 152 નેરપા’ નામથી બનાવેલ અકુલા ૨જી શ્રેણીની આ પનડુબ્બીને રૂસ પાસેથી એક અરબ ડોલરનો સોદા પર ૧૦ વર્ષ માટે કરવામાં આવેલ છે. નૌસેનામાં શામેલ કરતા પહેલા આનું નામ બદલીને આઈએએનસ ચક્ર ૨ કરી દેવામાં આવ્યું. આ પનડુબ્બીની અધિકતમ સ્પીડ ૩૦ સમુદ્રી મીલ છે અને આ આઠ ટોરપીડોથી લેસ છે. યુનાઇટેડ શિપબિલ્ડિંગ કોર્પોરેશન પ્રમાણે આ સોદો 90 કરોડ ડોલરથી વધારે છે.

એવોક્સ

‘એરબોર્ન વૉર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ’ (એવૉક્સ) લગભગ કોઈ પણ હવામાનમાં લગભગ ૪૦૦ કિ.મી. આકાશમાં ક્રૂઝ મિસાઈલો અને વિમાનોને જોખમમાં આવવા માટે સક્ષમ છે. ઈઝરાઇલ ટેક્નોલૉજીથી સજ્જ વિષુવવૃત્ત આઇએલએલ -76 વિમાન પર સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રણાલી હેઠળ જો ઓછી ઉંચાઈ પર ઉડનારી એવી ચીજોની પણ ખબર લગાવી શકે છે, જે સામાન્ય રડારની પકડમાં નથી આવતી.

INS વિક્રમાદિત્ય

૪૪૫૦૦ ટન વજની આ વિમાનવાહક શીપને ૨૦૧૩માં ભારતીય નૌસેનામાં શામેલ કરવામાં આવ્યું હતું. ૪૪૫૦૦ ટન ક્ષમતાવાળા આ વોરશીપની લંબાઈ ૨૮૩.૧ મીટર અને ઊંચાઈ ૬૦ મીટર છે. આ શીપ પર ડેકોની સંખ્યા ૨૨ છે. કુલ મળીને આનું ક્ષેત્ર ત્રણ ફૂટબોલ મેદાન બરાબર છે. આ શીપમાં કુલ ૨૨ તળ છે અને ૧૬૦૦ લોકોને લઇ જવાની ક્ષમતા છે. આ શીપની ઝડપ ૫૯ કિલોમીટર પ્રતિ કલાક છે અને ૧૦૦ દિવસ સુધી સતત સમુદ્રમાં રહી શકે છે. આ ૨૪ મિગ ૨૯K/KUB  લઇ જવામાં સક્ષમ છે. આ શીપનું નામ એડમિરલ ગોર્શકોવ હતું જેનું નામ પછી ફેરવીને વિક્રમાદિત્ય કરી નાખવામાં આવ્યું. વિક્રમાદિત્યમાં પ્લેન બાર પણ છે.

ટી 90, ભીષ્મ

દુશ્મન સામે સીધી લડાઈ કરવા માટે આ ટેન્ક ભારતનું બ્રહ્માસ્ત્રની જેમ છે. આ ટેન્કથી પાંચ કિલોમીટરના અંતરમાં હુમલો કરી શકાય છે. આ ટેન્કની સૌથી મોટી ખાસિયત છે કે આ ટેન્ક પર કોઈપણ પ્રકારના કેમિકલ અથવા બાયોલોજીકલ હુમલા અને રેડિયોએક્ટિવ હુમલાની અસર થતી નથી. ભીષ્મને એ રીતે ડીઝાઈન કરવામાં આવ્યું છે કે હુમલો થવા પર બમ આ ટેન્કથી ભટકાયને નબળા પડી જાય અને એમાંથી નીકળનારી વિકિરણો ટેન્કની અંદર બેઠેલા જવાનોને કોઈ નુકશાની ન થાય. ૪૮ ટન વજની આ ટેન્કમાં ૧૨૫ એમએમની સ્મૂથબોર ગન છે. એની સાથે જ, આમાં ૧૨.૭ એમએમની મશીનગન પણ છે જેને મેન્યુઅલી ઓપરેટ કરી શકાય છે. કમાન્ડર આને અંદર બેસીને રીમોટથી પણ કંટ્રોલ કરી શકે છે. એવું કહેવામાં આવ્યું છે કે ભારતનું ટી 90 એસ રૂસના ટી 90 ઈનું  ડાઉનગ્રેડ વર્જન છે પરંતુ ભારતે આ ટેન્કને ઇઝરાયેલી, ફ્રાન્સીસી અને સ્વીડિશ બધા સિસ્ટમથી લેસ કરીને રૂસી વૈરીયંટથી પણ શ્રેષ્ઠ કરી દીધું છે.

પી ૮૧ નેપ્ટ્યૂન

ભારતની ૭૫૦૦ કિમી લાંબી સમુદ્રી સીમા છે, જેમાં કેટલાય આઈલેન્ડ છે, જેની સુરક્ષાની જરૂરિયાત છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે જ પી ૮૧ છે. આ પોતાની શાનદાર મજબૂતી અને સેંસર સૂટ માટે પોતાની સરખામણીના કોઈપણ એયરક્રાફ્ટથી આગળ છે. બેઝથી ૨૦૦૦ કિલોમીટર સુધીના મિશન પર આ પ્લેન ૪ કલાક સુધી ઉડાન ભરી શકે છે. હકીકત એ પણ છે કે આ એક કોમર્શિયલ એયરલાઈનરના ભાગ રૂપે છે જેની કાળજી રાખી ખુબ સરળ છે. પી ૮૧ ઉપર લાંબી દુરીનું રડાર પણ છે અને એના પર પનડુબ્બીઓ શોધવા માટે એક ખાસ પ્રકારનું સેંસર લાગેલ છે. આ પ્લેન ૧૨૦ સોનોબોયજ સાથે ૬થી ૮ MK 54 ટારપીડો અને પોતાના વિંગ્સ પર ૪ હાર્પૂન મિસાઈલ પણ લઇ જઈ શકે છે.

નામિકા (નાગ મિસાઈલ કૈરિયર)

હેલિના ‘નાગ’નું હેલીકોપ્ટર દ્વારા નિશાનો લગાવી શકે એવું શસ્ત્ર છે અને આને રક્ષા અનુસંધાન તેમજ વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (આઈજીએમડીપી) હેઠળ વિકસિત કરી છે. નાગ, મિસાઈલની વિશેષતા છે કે આ ટોપઅટેક  ફાયર એન્ડ ફોરગેટ અને બધી ઋતુમાં ફાયર કરવાની ક્ષમતાથી લેસ છે. હુમલો કરવા માટે ૪૨ કિલોગ્રામ વજનની આ મિસાઈલને હવામાંથી જમીન પર હુમલો કરવા માટે હલકા વજનના હેલીકોપ્ટરમાં પણ લગાવી શકાય છે. ઇન્ફૈન્ટ્રી કોમ્બેટ વ્હીકલ બીએમપી ૨ નમિકાથી પણ મિસાઈલનો નિશાનો લગાવી શકાય છે.

PAD/ AAD  બૈલેસ્ટિક મિસાઈલ ડિફેન્સ (BMD) સિસ્ટમ

ભારતીય બીએમડી પ્રોગ્રામને એ સમયે ચર્ચા મળી જ્યારે પહેલી વખત આની ઘોષણા કરવામાં આવી. એક શોર્ટ રેંજ બૈલિસ્ટિક મિસાઈલ પર આનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટસ અનુસાર શોર્ટ નોટિસ પર આને દેશના મુખ્ય શહેરોની સુરક્ષા માટે રાખવામાં આવી શકાય છે. આ સિસ્ટમમાં ગ્રીન પીન રડારના સ્વરૂપની સાથે બે ઇન્ટરસેપ્ટર મિસાઈલ, PAD (પૃથ્વી એયર ડિફેન્સ) અને AAD (એડવાન્સ એયર ડિફેન્સ) શામેલ છે. PAD ૨૦૦૦ કિલોમીટર સુધી માર કરી શકે છે. જ્યારે AAD ૨૫૦+ કિલોમીટરની રેંજ સુધી ઉપયોગ કરી શકાય છે. બંને મિસાઈલોને ઇનરશિયલ નેવિગેશન સિસ્ટમ (INS) દ્વારા ગાઈડ કરવામાં આવેલ છે.

પિનાકા એમએલઆર

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરઓ) અને ભારતીય સેના દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત આ મલ્ટી બૈરલ રોકેટ લોન્ચરમાં અનેક વિશિષ્ટતાઓ છે. ‘પિનાકા’ એક એવી શસ્ત્ર પ્રણાલી છે જેનું લક્ષ્ય રહેલ તોપો માટે ૩૦ કિલોમીટરના વિસ્તારની બહાર પુરક વ્યવસ્થાની છે. ઓછી તીવ્રતાવાળી યુદ્ધ જેવી પરિસ્થિતિ દરમ્યાન ત્વરિત પ્રતિક્રિયા અને ઝડપથી નિશાનો લગાવાની ક્ષમતા સેનાને વધારો આપે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment