અહિયાં વરરાજાને દહેજમાં મળે છે 21 ઝેરીલા સાંપ, આ અલગ રીવાજ જાણીને તમે આશ્ચર્યચકિત થઇ જશો…

18

લગ્નોમાં દહેજ સ્વરૂપે રૂપિયા અથવા ગાડીઓ આપવાની વાત તો તમે બહુ સાંભળી અને જોઈ હશે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે દહેજમાં ઝેરીલા સાંપ પણ આપવામાં આવે છે. આ વાત જાણીને તમને આશ્ચર્ય થતું હશે, પરંતુ આ વાત સો ટકા સાચી છે.

મધ્યપ્રદેશના ગૌરિયા સમુદાયમાં આ પ્રથા છે  કે લોકો પોતાના જમાઈને દહેજમાં ૨૧ ઝેરીલા સાંપ આપે છે. આ સમુદાયમાં આ રીવાજ સદીઓથી ચાલી આવ્યો છે. માન્યતા છે કે જો આ સમુદાય સાથે જોડાયેલ કોઈ માણસ પોતાની દીકરીને લગ્નમાં સાંપ ન આપે તો એની દીકરીના લગ્ન જલ્દી જ તૂટી જાય છે.

કહેવામાં આવે છે કે લગ્ન નક્કી થતા જ પિતા પોતાના જમાઈને ગીફ્ટ આપવા માટે સાંપ પકડવાનું શરૂ કરી દે છે. એમાં ગેહુંઅન જેવા ઝેરીલા સાંપ પણ હોય છે. અહિયાંના બાળકો પણ એ ઝેરીલા સાંપોથી ડર નથી લાગતો પરંતુ એ એમની સાથે આરામથી રમતા દેખાય છે.

વાત એમ છે કે, આ સમુદાયના લોકોનો મુખ્ય કામ સાંપ પકડવાનું છે અને એ લોકોને સાંપ બતાવીને પૈસા કમાઈ છે. એ જ કારણ છે કે પિતા પોતાના જમાઈને દહેજમાં સાંપ આપે છે, જેથી એ આ સાંપો દ્વારા કમાણી કરી શકે અને પરિવારનું ગુજરાન ચલાવી શકે.

આ સમુદાયમાં સાંપોને સુરક્ષિત રાખવા માટે કડક નિયમ પણ બનાવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે જો સાંપ એમના પિટારામાં મારી જાય છે તો સંપૂર્ણ પરિવારના લોકો મુંડન કરાવવું પડે છે. સાથે જ સમુદાયના બધા લોકોને જમાડવા પણ પડે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment