આખી દુનિયામાંથી લોકો અહિયાં તેલથી ન્હાવા માટે આવે છે, કારણ જાણશો તો રહી જશો દંગ…

8

અત્યાર સુધી તો તમે ફક્ત પાણી અને દૂધથી જ લોકોને ન્હાવાની વાતો સાંભળી હશે. પણ તમને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે વિશ્વમાં એક એવો પણ દેશ છે કે જ્યાં લોકો તેલથી ભરેલા બાથટબમાં ન્હાય છે. અહિયાં ફક્ત તેલથી ભરેલા બાથટબમાં ન્હાવા માટે વિશ્વ ભરમાંથી લોકો આવે છે. અને તેનું કારણ પણ ખાસ છે.

ઈરાનની નજીક આવેલ દેશ અજર બેજાનના નાફતલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર આવેલું છે જ્યાં લોકો ફક્ત તેલથી ભરેલા બાથટબમાં ન્હાય છે. એમ કહેવામાં આવે છે કે તેલથી ભરેલા આ બાથટબમાં ન્હાવાથી લગભગ 70 થી પણ વધારે બીમારીઓ આપોઆપ દુર થઇ જાય છે. નિષ્ણાંતોનું માનવું છે કે ક્રુડ ઓઈલ ન્યુરોલોજીકલ અને સ્કીન સંબંધી મુશ્કેલીઓ સામે ખાસ લાભદાયક રહે છે.

અજર બેજાનના નાફતલાન શહેરમાં આવેલ આ હેલ્થ સેન્ટરમાં સ્કીનની બીમારીઓ સિવાય લોકો અને નસ સંબંધી રોગ પણ દુર કરવા માટે આવે છે. અહિયાં ક્રુડ ઓઈલનો જુદી જુદી રીતે ઉપયોગ કરીને ઉપચાર કરવામાં આવે છે. આમાં સૌથી વધારે લોકપ્રિય પ્રયોગ છે તેલથી ભરેલા બાથટબમાં ન્હાવાનું. તે માટે એક વ્યક્તિ લગભગ 40 ડીગ્રી તાપમાન પર 130 લીટર તેલથી ભરેલા બાથટબમાં નહાય છે.

કેટલાક લોકોનું એવું માનવું છે કે અહિયાં 40 ડીગ્રી તાપમાન પર ગરમ થયેલા તેલમાં ન્હાવાથી તેમના હાડકાના સાંધાઓમાં ખુબજ રાહત મળે છે. જો કે, તેલથી ભરેલા બાથટબમાં વ્હાવાની એક સમય રેખા નિશ્ચિત કરવામાં આવી છે. તેનાથી વધારે સમય સુધી લોકોને બાથટબમાં બેસવા દેવામાં આવતા નથી. કારણ કેબાથટબમાં રહેલ જુદા જુદા પ્રકારના કેમિકલના કારણે ચોક્કસ સમય કરતા વધારે સમય સુધી ન્હાવાથી શરીરને લાભ થવાને બદલે નુકશાન થાય છે. અને ખરાબ અસર પડે છે. ત્યાં સુધી કે ક્યારેક તે વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.

આ હેલ્થ સેન્ટરના ડોક્ટરોના જણાવ્યા મુજબ છેલ્લા અમુક વર્ષોથી અહિયાં આવીને હજારો લોકો પોતાનો ઈલાજ કરાવી ચુક્યા છે. અને તેમને તેમના રોગમાં ખુબજ આરામ પણ મળ્યો છે. હેલ્થ સેન્ટરના ડોક્ટરોનું કહેવું એમ છે કે એક દર્દી કે વ્યક્તિને એક દિવસમાં ફક્ત એક જ વાર જ ન્હાવા માટેની પરવાનગી આપવામાં આવે છે. અને તે પણ ફક્ત 10 મિનીટ સુધી જ. અને આ કોર્ષ 10 દિવસ સુધીનો હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment