અહિયાં પાર્ટનરને કીસ કરવા માટે દુનિયાભરથી આવે છે લોકો, કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને કરે છે ઈચ્છા પૂરી…

47

પ્રેમ કરવાનો કોઈ સમય ના હોય અને ન તો કોઈ જગ્યાનું મહત્વ હોય છે. જ્યાં પ્રેમ મનમાં જાગૃત થાય છે લોકો ત્યાં શરુ થઇ જાય છે. અમે આ વાત એટલા માટે કહીએ છે કેમકે એક જગ્યા એવી પણ છે જ્યાં માત્ર કિસ કરવા માટે લોકો લાંબી લાઈનમાં ઉભા રહે છે. જી, હા આ હકીકત છે. તમે વિચારી રહ્યા હશો કે આખરે એવું શું છે આ જગ્યા પર કે લોકો માત્ર કિસ કરવા માટે અહિયાં લાઈનમાં ઉભા રહે છે. માત્ર આટલું જ નહિ, લોકોએ તો આ શેરીનું નામ જ ‘કિસ સ્ટ્રીટ’ રાખી દીધી છે.

જી હા આ જગ્યા સેન્ટ્રલ મેક્સિકોના ગુઆનાજુઆતો માં છે. અહિયાં એક નાની એવી શેરી છે જેમાં કિસ કરવા માટે લોકો લાઈન લગાડી આતુરતાપૂર્વક પોતાના નંબરની રાહ જોવે છે. તેની પાછળ મોટુ દિલચસ્પ કારણ છુપાયેલું છે. આ શેરીમાં કીસ કરવા માટે લોકો શા માટે લાઈન લગાડે છે તેની પાછળનું કારણ જાણીને તમને હેરાનગી થશે.

હકીકતમાં, અહિયાં એવી માન્યતા છે કે જો કપલ આ શેરીમાં કિસ કરે છે તો તે આગળના ૧૫ વર્ષો સુધી સાથે રહે છે અને હંમેશા ખુસ રહે છે. વેલેંટાઈન ડેના મોકા પર આ શેરી ગુલજાર બની જાય છે કેમકે ફેબ્રુઆરી મહિનામાં અહિયાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને આ શેરીમાં કિસ કરે છે, જેથી તેમનો પ્રેમ હંમેશા બન્યો રહે.

કોઈને કોઈ વાતમાં થોડીક એવી સ્ટોરી છુપાયેલી હોય છે જે સાચે જ જોરદાર હોય છે કહેવામાં આવે છે અહિયાં પર પ્રેમના બે પક્ષી રહેતા હતા જે એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા છોકરાનું નામ લુઇસ હતું અને છોકરીનું નામ ડોના કાર્મેન હતું ડોના મોટા અમીર ઘરની હતી. પરંતુ છોકરો ગરીબ પરિવારનો હતો. એવું કહેવામાં આવે છે કે છોકરાએ છોકરીને મળવા માટે છોકરીના રૂમ પાસે જ એક રૂમ ભાડે લઇ લીધો. ત્યાં બંને મોડી રાત સુધી મળતા હતા અને આ શેરીમાં કિસ કરતા હતા. પરંતુ જયારે પરિવારને આ બાબતની ખબર પડી તો છોકરીના પિતાએ તેને ઘણી મારી અને તેને મળવાની ના પડી, પરંતુ બંનેએ આ વાત ન માની.

છોકરીના પિતાને દીકરીની આ વાત સહન ન થઇ અને તેને ગુસ્સામાં આવીને પોતાની દીકરીની હત્યા કરી નાખી. છોકરીને બચાવવા માટે છોકરાએ બાલકનીમાંથી કુદકો મારી દીધો. પરંતુ તે તેને બચાવી ન શક્યો અને છોકરાની કૂદવાથી ગરદન તૂટી ગઈ હતી તે કિસ્સાના આટલા વર્ષો પછી પણ કપલ અહીંયા આવે છે અને પોતાના પ્રેમનો સંદેશો છોડવા માટે પોતાનું નામ અહિયાં પર લખે છે. સાથે જ થોડાક વ્યક્તિ બારીમાં તાળા પણ લગાવે છે જે રૂમમાં છોકરી રહેતી હતી ત્યાં પર એક ગીફ્ટની દુકાન છે. જે પણ વ્યક્તિ અહિયાં આવે છે તે દુકાન પરથી ગીફ્ટ લઈને જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment