અહિયાં નોકરી મેળવવા માટે સવાલોના જવાબ નહી, પણ એક અનોખી ટેસ્ટ પાસ કરવી પડે છે….

9

નોકરી મેળવવા માટે નોકરીના ઈન્ટરવ્યું દરમ્યાન લગભગ દરેક વ્યક્તિએ ચિત્ર વિચિત્ર સવાલોનો સામનો કર્યો હશે. ક્યારેક આવા સવાલોના જવાબ આપી શકવાની ક્ષમતા હોય છે તો ક્યારેક આવા સવાલોના જવાબ આપી શકાતા નથી. જેથી ક્યારેક અસફળતા મળે છે. ત્યારેતે વ્યક્તિને એમ થાય છે કે ઇન્ટરવ્યુમાં કેવા કેવા અજીબો ગરીબ સવાલો પૂછ્યા હતા. એ વાસવા લોકે જે તેને તે નોકરી દરમ્યાન ક્યારેય પણ કામ આવવાના નથી હોતા. કે તેની જરૂર પણ નથી હોતી.

પરંતુ ચાલો આજે અમે તમને એક એવી કંપની વિષે જણાવીએ કે, ત્યાંસ ર્વિસ માટે અલગ પ્રકારથી જ ટેસ્ટ લેવામાં આવે છે. જો તમે તે ટેસ્ટમાં પાસ થાઓ તો તમને સિલેક્ટ કરવામાં આવે છે પણ જો તમે નાપાસ થાઓ તો તમને બ્લેક લીસ્ટમાં મુકવામાં આવે છે.

હકીકતમાં, એક એકાઉન્ટીન્ગ સોફ્ટવેર ફાર્મના બોસે ખુલાસો કર્યો છે કે, નવી નિમણૂંક માટે અમે એક અલગ પ્રકારે કૈંક જુદી જ રીતે સર્વિસ માટે આવેલ કેન્ડીડેટ્સની પરીક્ષા લઈએ છીએ. આ પરીક્ષાની ટેસ્ટનું નામ છે કોફી કપ ટેસ્ટ. ટ્રેન્ડ ઇનેસ એવા લોકોને નોકરી પર નથી રાખતા જે લોકો આ કોફી કપ ટેસ્ટમાં નાપાસ થાય. કારણ કે તેમનું માનવું એમ છે કે કોઈ પણ મુશ્કેલ સવાલ કરતા પણ વ્યક્તિનું વલણ વધારે મહત્વ ધરાવે છે.

એક કાર્યક્રમ દરમ્યાન ટ્રેન્ટેએમની આ ટ્રીક વિષે જણાવ્યું. તેમણે કહ્યું કે, જયારે પણ કોઈ કેન્ડીડેટ્સ આવે છે ત્યારે તેને અમે અમારા કિચન સુધી લઇ જઈએ છીએ. અને કોફી પિતા પિતા ત્યાંથી બહાર આવીએ છીએ. અનેતે વ્યક્તિનું ઈન્ટરવ્યું લઈએ છીએ. અને હા, ઈન્ટરવ્યુંદરમ્યાન અમે એ જોઈએ છીએ કે કેન્ડીડેટ કોફી પૂરી કર્યા પછી ખાલી કપ પાછો રસોડામાં મુકવા જાય છે કે પછી જ્યાં ત્યાં મૂકી દયે છે ?

તેમણે વધુમાં જણાવ્યું કે તમે તમારું કૌશલ્ય વિકસાવી શકો છો. તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો. પણ આ બધું વ્યવહાર એટલે કે દ્રષ્ટિકોણ પછી બીજા નંબરે આવે છે. અને જે દ્રષ્ટિકોણ વિષે અમે વાત કરીએ છીએ તે છે કોફી પી ને ખાલી કરેલો કપ તમે ધોઈનેસાફકરો છો કે નહિ તેકન્સેપ્ટ.

ટ્રેન્ટ એવો દાવો કરે છે કે, અમારી આ ટ્રીક સરસકામ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે તમે Xeroની ઓફિસમાં આવશો તો તમે જોઈ શકશો કે અમારું કિચન કેટલું સાફ સ્વચ્છ અને ચમકતું છે. જો કે તે કોફીના કપને ધોવાના કન્સેપ્ટથી ઘણું જ દુર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment