અહિયાંના ઘર ઘરમાં પાળવામાં આવે છે “કોબ્રા” સાપ, અહી નાના બાળકો પણ હોય છે બહાદુર…

58

દુનિયામાં લોકો ઘણી પ્રકારના પ્રાણીઓ પાળે છે પરંતુ શું તમને ખબર છે કે ભારતમાં એક એવું સ્થળ પણ છે જ્યાના લોકો કોબ્રા સાપ પાળે છે. ભારતમાં ધર્મનું ખુબ જ મહત્વ છે અને ધર્મના કારણે જ અહિયાં દેવી દેવતાઓ સાથે સાથે અમુક જીવજંતુઓને પણ પૂજવામાં આવે છે, જેમાંથી જ એક સાપ છે.

ભારતના પ્રાચીન કાળથી જ સાપોની પૂજા કરવામાં આવે છે. સાપ ભગવાન શિવનું એક રૂપ માનવામાં આવે છે પરંતુ છતાં પણ સામાન્ય રીતે લોકો સાપને પાળતા નથી. પરંતુ અહીયાના લોકો પોતાના ઘરોમાં ગાય, ઘેટા, બકરી, ભેસ અને કુતરો નહિ પરંતુ કોબ્રા સાપને પાળે છે. આ સાંભળીને તમને ખુબ જ વિચિત્ર લાગતું હશે પરંતુ આ હકીકત છે.

હકીકતમાં, મહારાષ્ટ્રના સોલાપુરમાં એક ગામ એવું છે જ્યાના લોકોની મિત્રતા સાપો સાથે છે. અહીયાના દરેક ઘરમાં ઓછામાં ઓછું એક કોબ્રા પાળવામાં આવે છે. મહારાષ્ટ્રના શેતફલ નામના ગામમાં સાપ એમ પાળવામાં આવે છે જેમ કુતરો અથવા બિલાડી.

હેરાનીની વાત તો એ છે કે આ સાપ લોકોને કોઈ નુકશાન પહોચાડતા નથી. દરેક વર્ષે આ અનોખા ગામને જોવા માટે ઘણા લોકો જાય છે. આજ સુધીમાં આ ગામમાંથી કોઈને પણ સાપ કરડવાની ખબર પણ નથી આવી. શેતફલ ગામમાં સાપોની પૂજા કરાઈ છે અને અહિયાં સાપોના ઘણા મંદિરો પણ આવેલા છે. શેતફલ ગામમાં કોઈપણ સાપને મારવામાં નથી આવતો. અહિયાં લોકો કહે છે કે એટલે જ આજ સુધી કોઈ વ્યકિતને સાપ નથી કરડીયો. અહીયાના સ્કુલ કોલેજ સિવાઈ પબ્લિક પ્લેસ પર પણ સાપ ફરતા દેખાવા બિલકુલ સામાન્ય વાત છે.

આટલું જ નહિ, નાના બાળકો પણ અહિયાં તમને સરતાથી સાપો સાથે રમતા દેખાશે. શેતફલ ગામમાં મકાન પાકુ હોઈ કે કાચું, દરેક ઘરમાં અહિયાં સાપોને રહેવા માટેની જગ્યા બનાવામાં આવે છે. અહિયાં વધારે પડતા મકાનો કાચા છે, પરંતુ મકાનોની છત પર કાણાઓમાં સાપોને બેસવા માટેની જગ્યા હોઈ છે.

જો તમે શેતફલ ગામમાં જવા માંગો છો તો રેલ્વે દ્વારા મોડનિમ્બ અને અષ્ટ રેલ્વેસ્ટેશન શેતફલ ગામની સૌથી નજીક છે. આના સિવાઈ સોલાપુર જંકશન અહિયાંથી સૌથી નજીક છે. સ્ટેશનથી તમે કૈબ અથવા બસથી સાપોના ગામ સુધી પહોચી શકો છો. પરંતુ જો તમે રોડ દ્વારા જવા માંગો છો તો સોલાપુર, પંઢરપુર, મંગલવેધે, કુરુદ્વાડી, બર્શીથી તમારે શેતફલ માટે સરળતાથી મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસો મળી જશે. પુનાથી શેતફલ ગામ ૨૦૦ કિલોમીટર દુર છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment