અહિયાં માણસોના હાડકા સાથે જોવા મળે છે “કુતરાઓ”, હકીકત સામે આવી તો ધ્રુજવા લાગ્યા લોકો…

44

પેરુમાં થોડાક વર્ષો પહેલા એક વિચિત્ર ઘટના જોવા મળી હતી, જેને લોકોને આશ્ચર્યચકિત કરી નાખ્યા હતા. હકીકતમાં, હુઆંચક્વીટો વિસ્તારમાં ૫૦૦ વર્ષ પહેલા બલી આપીને એક એવું રહસ્ય દફનાવવામાં આવ્યું હતું, જેના ખુલતા જ લોકોના હોશ ઉડી ગયા.

હુઆંચક્વીટો વિસ્તારમાં રહેવાવાળા લોકો આવારા કુતરાઓથી હેરાન થઇ ગયા હતા. તે એટલા માટે કેમકે ત્યાં જોવા મળનારા કુતરાના મોંમાં માણસના હાડકા જોવા મળતા હતા. ૮ વર્ષ પહેલા જયારે આ બાબતની પુરાતત્વ વિભાગને જાણ મળી તો આ  વિસ્તારની તપાસ કરવવામાં આવી, જેમાં ૫૦૦ વર્ષ જુના કબ્રસ્તાનની ખબર પડી. જયારે આ વિસ્તારનું ખોદકામ કરવામાં આવ્યું તો જે ભયંકર હકીકત સામે આવી, તેને બધાને હચમચાવી દીધા.

વર્ષ ૨૦૧૧ માં વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું. પુરાતત્વવિદોંને ખોદકામમાં કબ્રસ્તાનથી સેકડો બાળકો અને જાનવરોના મૃતદેહ પ્રાપ્ત થયા હતા, જેને જોઈને બધા જ હેરાન થઇ ગયા હતા. પછી ખુલાસો થયો કે આ બાળકો અને જાનવરોની ત્યાં બલી આપીને દફનાવવામાં આવ્યા હતા. આ જગ્યાને દુનિયાની સૌથી મોટી બલી દેવાવાળી જગ્યા જણાવવામાં આવી છે.

જયારે લાશોની રેડિયોકાર્બન તપાસ કરવામાં આવી ત્યરે ખબર પડી કે આ બધીજ લાશો ૫ થી ૧૪ વર્ષના બાળકોની હતી, જેને લગભગ ૫૦૦ વર્ષ પહેલા દફનાવવામાં આવ્યા હતા. દફ્નાવવાની રીત અને બાળકોના શરીર પર મળેલા ચિન્હોને જોઇને લાગી રહ્યું હતું કે તેમને અનુષ્ઠાન દરમિયાન બલી દેવા માટે મારવામાં આવ્યા હતા. નિષ્ણાતોએ અંદાજો લગાવ્યો કે ૫૦૦ વર્ષ પહેલા ત્યાં લોકોને વિનાશકારી વરસાદ અને પુર દરમિયાન દેવતાઓને પ્રસન્ન કરવા માટે એવું કર્યું હશે.

ખોદકામ દરમિયાન આ વિસ્તારમાં એક આવીજ બીજી જગ્યા વિશે જાણ મળી હતી. બંને જગ્યાએથી કુલ મળીને ૩૦૦ માનવ બાળકો અને ૪૬૬ બેબી લામાની ડેડબોડી મળી હતી. હકીકતમાં, લામા એક પ્રકારનું જાનવર છે, જેને વર્ષો પહેલા ભોજન અને પરિવહનના સ્ત્રોતના રૂપમાં બહુજ ઉપયોગી માનવામાં આવતા હતા. માનવામાં આવે છે કે દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેની પણ બલી આપવામાં આવી હતી.

જે જ્ગ્યાએથી બાળકોની લાશો પ્રાપ્ત થઇ હતી, તેજ જગ્યાને હવે ‘હુઆંચક્વીટો-લાસ લામાજ’ ના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં મળેલી કબરોમાંથી બાળકોના મૃતદેહમાં લપેટેલા ઘરેણા અને માટીના વાસણો પણ મળ્યા હતા. જણાવવામાં આવે છે કે આ કબરો ચિમુ સભ્યતાની છે.

હકીકતમાં, ચિમુ સભ્યતાના વિકાસ ૧૨મિ થી ૧૫મી શતાબ્દીની વચ્ચે થયો હતો. આ સભ્યતાને શહેરોનું નિર્માણ, મોટી સિંચાઈ પ્રણાલીના સિવાય કાળી માટી અને જટિલ કીમતી ધાતુઓના ઉપયોગ માટે ઓળખવામ આવે છે. આ સભ્યતાના લોકો ચંદ્રને સૂર્યથી વધારે શક્તિશાળી માનતા હતા અને આજ કારણ છે કે તેઓ ચંદ્રની પૂજા કરતા હતા

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment