અહિયાં વેચાઈ છે દીપિકા પદુકોણના નામે પરોઠા, જરૂર ચાખવા ઈચ્છશે રણવીર સિંહ

41

બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પદુકોણના ફેંસ ભારત સુધી જ માર્યાદિત નથી, પરંતુ આખી દુનિયામાં હાજર છે. એટલા સુધી પણ તેમના નામના ફેન ક્લબ ચલાવવામાં આવે છે. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તેમના ફેન પેજથી તમે બધા સારી રીતે વાકેફ હસો, પરંતુ આ તો કોઈએ નહિ વિચારીયું હોય કે તેમના નામના પરોઠા અને ઢોસા ક્યાંક મળતા હશે.

થોડા દિવસોથી સોસીયલ મીડિયા પર બે કાર્ડ ઘણા વાયરલ થઈ રહ્યા છે. તેમાંનું એક પુનેનું રેસ્ટોરેન્ટ છે. જ્યાં દીપિકા પદુકોણના નામની પરોઠા થાળી મળે છે. મેન્યુ કાર્ડમાં થાળીનું નામ ‘દીપિકા પદુકોણ પરોઠા થાળી’ લખિયું છે, જેનો રેટ ૬૦૦ રૂપિયા છે.

જણાવી દઈએ કે, આ રેસ્ટોરેન્ટનું આખું મેન્યુ જ ખાસ છે કેમકે બધી જ થાળીના નામ સેલીબ્રીટીજના નામ પરથી છે. તેમાં સની દીયોલ પરોઠા થાળી, ભગતસિહ પરોઠા થાળી, અક્ષયકુમાર પરોઠા થાલી, યુવરાજસિહ પરોઠા થાળી, સચિન તેંદુલકર પરોઠા થાળી, દારાસીહ પરોઠા થાળી, ઇન્ડીયાજ બીગેસ્ટ પરોઠા થાળી, યો યો હનીસિહ પરોઠા થાળી, બાહુબલી પરોઠા થાળી, માધુરી દિક્ષિત પરોઠા થાળી, દ કુભ્કરણ પરોઠા થાળી, અક્ષય કુમાર પરોઠા થાળી સામેલ છે.

એક યુજરે ટ્વીટર પર રેસ્ટોરેન્ટના મેન્યુનો ફોટો દીપિકાના નામવાળા પરોઠાને હાઈ લાઈટ કરીને દીપિકાને ટેગ કરીને પોસ્ટ કર્યું. આ ટ્વીટ જયારે દીપિકાની નજરે પડયું તો તેમણે laughing ઈમોજીની સાથે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર આ મેન્યુંને શેર કર્યું છે.

ત્યારેજ, બીજી બાજુ રણવીરસિહે પણ ઇન્સ્ટા સ્ટોરી પર એક સ્ક્રીનશોર્ટ શેર કર્યો છે, જેમાં અમેરિકાના ટેક્સાસ માં ઓસ્ટીન પ્રાંતમાં ઢોસા લેમ્બ્સ નામના રેસ્ટોરેન્ટનું મેનુ છે. આ રેસ્ટોરેન્ટના મેન્યુમાં કેટલાઈ પ્રકારની વેરાઈટી છે, જેમાંથી એક દીપિકાના નામથી વેચાઈ રહયું છે. જણાવી દઈએ કે દીપિકાના નામના ઢોસાની ખાસિયત એ છે કે તેમાં સૌથી વધુ તીખું મરચું ઘોસ્ટ ચીલી અને આલું મિક્સ નો સ્વાદ મળે છે. તેની કીમત મેન્યુ માં ૧૦ ડોલર લખેલી છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment