અહિયાં “માં” બનવાની સાથે જ તુરંત મોકલી દેશે હોટેલમાં, કારણ જાણીને તમે પણ ચોકી જશો…

49

સામાન્ય રીતે મહિલાઓ જયારે પહેલી વાર “માં” બને છે તો તેમણે સારી સારસંભાળની જરૂર હોય છે. તેની માટે તેમણે એક કે બે દિવસ હોસ્પીટલમાં જ રાખવામાં આવે છે, પરંતુ તમને જાણીને હેરાની થશે કે દુનિયામાં એક શહેર એવું પણ છે, જ્યાં પહેલી વાર “માં” બનતા જ મહિલાઓને હોટલમાં મોકલી દેવામાં આવે છે.

ડેનમાર્કની રાજધાની કોપેનહેગનમાં આવેલી આ અનોખી હોટલને બેબી હોટલના નામે પણ ઓળખવામાં આવે છે. દિવસ હોય કે રાત, અહિયાં દરેક સમયે બાળકોની કિલકારીયું અને રોવાનો અવાજ સાંભળવા મળે છે. અહિયાં નર્સો પણ દરેક સમયે આમતેમ ફરતી રહે છે. આ નજારાને જોઇને એવું લાગે છે જેમ કે તે કોઈ હોટલ નહિ પરંતુ મૈટરનીટીનો વોર્ડ હોય.

બીબીસીના રીપોર્ટ મુજબ, આ બેબી હોટલમાં એવી મહિલાઓ બે દિવસો સુધી અહિયાં રોકાઈ શકે છે, જેને પોતાના પહેલા બાળકને જન્મ આપ્યો છે અને જો માં બાળકને કોઈ મુશ્કેલી છે તો તેમને અહિયાં ત્યાં સુધી રોકવાની પરવાનગી આપવામાં આવે છે, જ્યાં સુધી તેમની મુશ્કેલી ખતમ ન થઇ જાય. સૌથી ખાસ વાત તો એ છે કે આ બધા માટે તેમની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવતો નથી.

ડેનમાર્કની આ મૈટરનીટી હોટલ પ્રોગ્રામ સરકારી ફંડથી ચાલે છે. આ બધા બાળકોને તેમની જીંદગીના પહેલા દિવસે બરાબરીનો અધિકાર અને સરખી સારસંભાળનો મોકો આપે છે. બાળકના માતા-પિતા ભલે કોઈ પણ સામાજિક અથવા આર્થિક વર્ગના હોય, તે અમીર હોય કે ગરીબ, તેમને અહિયાં બરાબરનો અધિકાર મળે છે.

આ મૈટરનીટી હોટલનો પ્રોગ્રામ કોપેનહેગનના હ્વીદોવ્રે હોસ્પીટલમાં ચાલે છે. હકીકતમાં, જાપાન અને ઘણા યુરોપિયન દેશોની રીતે ડેનમાર્કમાં પણ વસ્તી વધી રહી છે. એટલા માટે અહિયાં સરકાર મહિલાઓને માં બનવા અને બાળકને જન્મ આપવા માટે એકધારા પ્રોત્સાહિત કરતા રહે છે. તેની માટે ઘણા પ્રકારના કાર્યક્રમ પણ ચલાવવામાં આવે છે.

કોપેનહેગનના આ હોસ્પીટલ-કમ-હોટલમાં ખાવાપીવાની બધીજ ચીજવસ્તુઓ ઉપલબ્ધ છે. અહિયાં મેન્યુમાં બધાજ પ્રકારની આઈટમ છે અને ૬૦ થી ૯૦ ટકા વસ્તુ ઓર્ગેનિક છે. મહિલાઓને જે પણ ખાવું હોય તે ફોન કરીને ઓર્ડર આપી શકે છે.

આ હોસ્પીટલમાં આવવાવાળા નવ્ક માં-બાપને સામાન્ય રીતે ૫૨ અઠવાડિયાની રજાઓ આપવામાં આવે છે. આ રજાઓ દરમિયાન માતાઓને ૧૮ અઠવાડિયાની આખી સેલેરીની ગેરંટી આપવામાં આવે છે. અહીયાના લોકોનું કહેવું છે કે આ સરકારનો ઘણો સારો ફેસલો છે અને અમને આનંદ થાય છે કે અમે અહિયાં જોઈ શકીએ છીએ કે અમારા ટેકસનો પૈસો ક્યાં ખર્ચ થઇ રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment