અહિયાં લોકો પાતળા પણ છે અને મોટા પણ, કારણ જાણીને થઇ જશો આશ્ચર્યચકિત…

49

લોકોમાં પોષક તત્વોની કમી અને મોતાપને હંમેશાથી પશ્ચિમી દેશોની બીમારી માનવામાં આવે છે, પણ હકીકતમાં એવું કઈ નથી. 10 માંથી 9 દેશો સ્વાસ્થ્યની સમસ્યાથી જજુમી રહ્યા છે, જ્યાં ઘણા વજનવાળા અને ઓછા વજનવાળા લોકો સાથે રહે છે. આ પ્રકારની બીમારીને ‘આંચકી’ પણ કહેવાય છે.

અસ્વચ્છ ખાવાનું, ઓફિસે અલગ અલગ શિફ્ટ કરવી, પરિવહન અને ટીવી નો વધારે પડતો ઉપયોગ કરવાથી ઘણી બીમારીઓ થાય છે. આ ‘આંચકી’ ની સમસ્યા ફક્ત સમુદાયમાં જ નહિ પણ પણ એક જ પરિવારમાં પણ હોઈ શકે છે, એક વ્યક્તિમાં આ બંને પ્રકારની સમસ્યા હોઈ શકે છે, જેવો તે મોટો થશે પણ તેમાં જરૂરી પોષક તત્વોની ઉણપ પણ હશે અને હોઈ શકે છે કે તેની પાતળી ત્વચા હોય પણ તેમાં મોટા પ્રમાણમાં ચરબી હોય

ક્યાં કેટલો મોટાપો ?

દુનિયાભરના દેશો ક્યાંક ને ક્યાંક પોષક તત્વોની સમસ્યાથી જજુમી રહ્યા છે. કેટલાક લોકો ખાવાનું ખરાબ હોવાને કારણે કુપોષણ જેવિ સમસ્યાઓથી જજુમી રહ્યા છે, જેની સંખ્યા 2016 માં ૮૧.૫ કરોડ સુધી પહોચી હતી. આમાં બે વર્ષમાં 5% વૃદ્ધિ થઇ છે. આફ્રિકામાં વધારે વૃદ્ધિ થઇ, જ્યાં 20% કુપોષિત હતા.

આની સાથે જ પાછલા 40 વર્ષોમાં મોટાપાનો દર ૩ ગણો થઇ ગયો છે. વિશ્વસ્તર પર 60 કરોડથી વધારે પુખ્ત મોતાપાથી ગ્રસ્ત છે જયારે 1.9 અરબ વધારે વજન વાળા છે. વિકાસશીલ દેશોમાં મોટાપાથી ગ્રસ્ત  લોકોની સંખ્યા વિકસિત દેશોના બરાબર હોય છે. ઘણી જગ્યાએ તેની જરૂરિયાત પ્રમાણે ભોજન નથી મળતું.

દક્ષીણ આફ્રિકામાં ત્રણ માંથી એક બાળક મોટા અથવા ઘણા વજનવાળા છે જયારે દરેક ત્રીજો બાળક ઓછા વજનવાળો છે. બ્રાઝીલમાં 36% છોકરીઓ ખુબ વજન અથવા મોટપાથી ગ્રસ્ત છે જયારે 16% છોકરીઓને ઓછા વજન વાળી શ્રેણીમાં રાખવામાં આવી છે.

બ્રિટેનમાં ૧/4 વયસ્ક મોટાપાથી ગ્રસ્ત છે. યુરોપીય સંઘમાં 15 થી 19 વર્ષની ઉમરના લોકોનું વજન ઓછુ છે. હા પણ 18 વર્ષથી ઉપર વાળા અડધા થી અડઘા મોટા છે જયારે તેના 2% લોકો જ પાતળા અને ઓચ્ગા વજન વાળા છે.

મોટા બાળકો

જીવનશૈલીમાં ફેરફારને કારણે પણ આંશિક રૂપથી પણ મોટાપા અને ઓછા પોષણના ડબલ બોજ માટે જવાબદાર છે. ભારત અને બ્રાઝીલ જેવા કેટલાક નિમ્ન અને મધ્યમ વર્ગ વાળા લોકો દેશ આવશ્યકતાથી વધારે ખર્ચ કરી રહ્યા છે, જેનાથી એક નવો મધ્યમ વર્ગ બની રહ્યો છે. આ વર્ગ પશ્ચિમી ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે, સુગર, ચરબી, માંસનો સમાવેશ થાય છે.

ગ્રામીણ ક્ષેત્રો માંથી શહેર તરફ આવવા પછી પણ લોકો આ પ્રકારનું ખાવાનું પસંદ કરે છે. ઉદાહરણના રૂપમાં એક અધ્યયનમાં ખબર પડી કે ચીનના ગરમીન ક્ષેત્રમાં 10% બાળકો મોટાપાથી અને 21% કુપોષણથી ગ્રસ્ત છે. જયારે શહેરમાં કુપોષણ થી ગ્રસ્ત બાળકોની સંખ્યા 14% છે. આનો મતલબ એ થયો કે લોકો આહાર તો લે છે પણ વિટામીન અને ખનીજની માત્રા પૂરી લેતા નથી.

મોટાપાથી હદયની બીમારીનો ખતરો

પુણે (ભારત) મધુમેહ ના વીશેષજ્ઞ પ્રોફેસર રંજન યાજ્ઞીક બતાવે છે કે. “મધુમેહને લાંબા સમયથી થવા વાળી બીમારી પણ કહેવામાં આવે છે પણ ભારતમાં આપણે ઓછી ઉમરના લોકોમાં પણ જોઈ શકીએ છીએ.” ભારતીય લોકો ઓછુ પોષક તત્વ ખાઈ રહી રહ્યા છે અને જંક ફૂડથી વધારે કેલરી પ્રાપ્ત કરી રહ્યા છે જેના કારણે પતલી ચરબીની સમસ્યા થઇ શકે છે. “ જે લોકો જરૂરિયાતથી વધારે પાતળા હોય છે તે હકીકતમાં એવી ચરબી છે જે હકીકતમાં દેખાતી નથી.”

છુપાયેલી અથવા આંતરડામાં વસેલી ચરબીની સાથે આંતરિક અંગોની આસપાસ જમા થઇ જાય છે. આંતરડામાં વસેલી વધારે ચરબીના કારણે ટાઈપ 2 મધુમેહ અને હદયની બીમારીનો ખતરો વધી શકે છે અને જરૂરી નથી કે તે વ્યક્તિનો વજન વધારે દેખાય.

ઘણીવાર કેટલાક છોકરા મોટાના બરાબર ખાવાનું ખાય છે તો પણ તેનું વજન વધારે નથી હોતું જયારે કેટલાક ઓછુ ખાય છે પણ તેનો વજન વધરે દેખાય છે. એવું એટલા માટે થાય છે કે તે સાચી માત્રામાં વિટામીન નથી લેતા અને કેટલાક લોકોનું મેટાબોલીઝમ ધીરે કામ કરે જેના કારણે તે વધારે પ્રમાણમાં ચરબીને ભેગી કરી લે છે. આપણુ ભોજન કેટલાક કારણોથી પ્રભાવિત હોય છે, જેમ આય, સ્થાનિક ઉપલબ્ધતા, સમય વગેરે. દરેક વ્યક્તિની પોષક સંબંધી જરુરીયાતો અલગ હોય છે અને કેટલીકવાર વ્યક્તિના મેટાબોલીઝમ પર પણ અસર કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment