અહિયાં જન્મ્યું દુનિયાનું સૌથી નાનું બાળક, વજન એક સફરજનથી પણ છે ઓછું…

18

જાપાનમાં એક અનોખા બાળકે જન્મ લીધો છે. અહિયાં સૌથી હલકું બાળક હવે બહારની દુનિયામાં પગ રાખવા માટે તૈયાર છે. ડોકટરોએ જણાવ્યું કે જાપાનમાં ઓક્ટોમ્બરમાં જન્મ લેવા સમયે એનો વજન એક સફરજન બરાબર હતું. એ સમયે એનો વજન માત્ર ૨૫૮ ગ્રામ હતો. એ પૂર્વમાં સૌથી ઓછું વજનના જન્મેલા રિકોર્ડધારી બાળકની તુલનામાં ઘણું ઓછું હતું.

રુસુકે સેકિયાનો જન્મ આપતાકાલીન સીઝરિયન સેક્શન દ્વારા થયો હતો. વાત એમ છે કે, તોશિકો નામની મહિલાએ ગર્ભધારણ પછી રક્તચાપની તકલીફના કારણે ૨૪ અઠવાડિયા અને પાંચ દિવસ પછી રયુસુકે સેકિયેને જન્મ આપી દીધો હતો.

એક ઓક્ટોમ્બર ૨૦૧૮એ જ્યારે રયુસુકેનો જન્મ થયો ત્યારે એની લંબાઈ ૨૨ સેન્ટીમીટર હતી અને ડોકટરોએ એને ચિકિત્સા કક્ષામાં રાખ્યું હતું. એમણે એને દૂધ પીવડાવા માટે ટ્યૂબનો સહારો લીધો. એ ક્યારેક ક્યારેક માં નું દૂધ પીવડાવા માટે રૂનો ઉપયોગ પણ કરતા હતા. લગભગ ૭ મહિના પછી બાળકનું વજન ૧૩ ગણું વધી ગયું અને હવે તે ૩ કિલોગ્રામનું છે.

તમને જણાવી દઈએ કે, એની પહેલા ગયા વર્ષે એક અન્ય જાપાની છોકરો દુનિયામાં સૌથી ઓછા વજનનો નવજાત હોવાનો રિકોર્ડ પોતાના નામ કરી ચુક્યો હતો, જેનો વજન માત્ર ૨૬૮ ગ્રામ હતો. એ બાળકને ફેબ્રુઆરીમાં ટોક્યોના એક હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

બાળકની માતા તોશિકોએ પત્રકારોને કહ્યું કે એનો જન્મ થયો હતો ત્યારે એ બહુ નાનો હતો અને એવું લાગતું હતું કે જો એને અડકશું તો એ તૂટી જશે, હું બહુ ચિંતામાં હતી. એમણે કહ્યું કે હવે એ દૂધ પીવે છે, અમે એને નવડાવી છીએ. હું ખુશ છું કે એને મોટો થતા જોઈ રહી છું.

તમને જણાવી દઈએ કે સૌથી નાની જીવતી રહેનારી બાળકીનો જન્મ ૨૦૧૫માં જર્મનીમાં થયો હતો, જેનો વજન ૨૫૨ ગ્રામ હતો. ડોકટરો અનુસાર, નાના બાળકોના જીવિત રહેવાનો દર છોકરાઓની તુલનામાં છોકરીઓમાં વધારે હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment