વિશ્વનું એક એવું ગાર્ડન કે જ્યાં ફરવા માટે લેવો પડે છે લોકલ ગાઈડ, ખતરનાક જીવજંતુઓથી ભરેલું છે આ ગાર્ડન…

70

જયારે પણ આપણે કોઈ નવા સ્થળે જઈએ છીએ તો આપણે ગાઈડની જરૂર પડે છે. ગાઈડ આપણને એ સ્થળ વિશે સારી રીતે બધું જ સમજાવી દે છે, પરંતુ આજે અમે તમને એક એવા બગીચા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવા માટે પણ તમારે કોઈ લોકલ ગાઈડની જરૂર પડશે. હવે તમે એમ વિચારતા હશો કે કોઈ બગીચામાં ફરવા માટે ગાઈડની મદદ આપણે જરૂર સુકામ પડશે ? કેમ કે આ બગીચો એટલો ખતરનાક છે કે અહિયાં માણસની થોડીક ભૂલથી પણ તેનો જીવ જઈ શકે છે.

અમે અહિયાં એક એવા બગીચાની વાત કરી રહ્યા છીએ જે જીવલેણ ઝાડવાઓથી ભરેલો છે. આટલું જ નહિ અહિયાં ખતરનાક અને ઝેરી કીડા મકોડાઓની કમી નથી. અહિયાં ફરતી સમયે જો થોડીક પણ ભૂલ થાય તો મૃત્યુ થઇ શકે છે.

આ ખતરનાક બગીચો “Alnwick Poison Garden” નાં નામથી પ્રખ્યાત છે. આ બગીચો ઈંગ્લેંડના નોર્થમબેરલેન્ડમાં આવેલો છે. બગીચામાં આવતા પહેલા મેન ગેટ પર ચેતવણી રૂપે ખતરાનું નિશાન બનાવામાં આવે છે. બગીચામાં દાખલ થતા પહેલા કોઈ ગાઇડને હાયર કરી લેવામાં જ ભલાઈ છે.

લગભગ ૧૪ એકરના વિસ્તારમાં ફેલાયેલા આ બગીચામાં અંદાજે ૭૦૦ ઝેરીલા ઝાડવાઓ છે. ફરતી સમયે ગાઈડ આ ઝાડવાઓના ઝેરીલા ગુણો વિશે કહેતા કહેતા આગળ વધે છે અને સાથે જ એમ પણ જણાવે છે કે આ ઝાડવાઓને અડવાની ભૂલ ન કરતા.

તમને જણાવી દઈએ કે પૌરાણિક વાર્તા અનુસાર ઇટલીના પડુઆમાં આવા જ એક ઝેરીલા બગીચાની વાત કરવામાં આવી છે. આમાં રહેલા ઝેરીલા ઝાડવાઓનો ઉપયોગ શાહી દુશ્મનોને હરાવવા માટે કરવામાં આવતો હતો.

આ જ વાતના લીધે જ નોર્થમબેરલેન્ડની રાણી પ્રેરિત થઇ અને એમણે વર્ષ ૨૦૦૫ માં માદક અને ઝેરીલા ઝાડવાઓથી ભરેલા આ બગીચાનું નિર્માણ કરાવ્યું

અહિયાં અમુક એવી વનસ્પતિઓ છે જેને અડવા માત્રથી તાવ આવવાની સંભાવના છે. જીવ પણ જઈ શકે છે. આ જ કારણે બગીચાના ગેટ પર ૨૪ કલાક ગાર્ડ ઉભા રહે છે અને સાંજ થતા જ કોઈને પણ અંદર જવાની મંજુરી આપવામાં નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment