અહી આપેલ ફોટામાં કોઈપણ એક આંખ પસંદ કરો…અને જાણો તમારા મન વિશેની વાત…

66

તમારા જીવનમાં પણ એવું ક્યારેક બન્યું જ હશે કે તમે જે વ્યક્તિ કે વસ્તુ વિશે વિચારતાહો તે અચાનક જ તમારી સામે આવી જાય અથવા તો,તેમનો ફોન આવી જતો હોય છે.ત્યારે તમે એકદમ વિચારમાં પડી જાઓ છો કે જેનાં વિશે હું વિચારતો હતો એ જ દ્રશ્ય સામે આવી ગયું. અમે તમને જણાવીએ કે આ કોઈ જાદુ નથી, પણ આ બધી કમાલ તમારા અર્ધજાગૃત મનની છે.તો ચાલો આજે અમે તમને તે અંગેની માહિતી જણાવીએ કે તમારું અર્ધજાગૃત મન શું જણાવે છે. એકદમ અવિશ્વસનીય માહિતી સામે આવી છે, તો ચલો અત્યારે વિગતમાં જાણીએ શું કહે છે તમારું સબ્કૉન્શિયસ માઈન્ડ. મનુષ્યના મનની મુખ્ય ત્રણ અવસ્થાઓ છે. જાગૃત, અર્ધજાગૃત અને અજાગૃત મન. એટલે કે (કૉન્શિયસ, સબ્કૉન્શિયસ અને અનકૉન્શિયસમાઈન્ડ) તો ચાલો, આજે આ ત્રણેય માઈન્ડ વિશે વિગતવાર જોઈએ.

જાગૃત મન

તમારી જાગૃત અવસ્થામાં તમારું મન સભાન હોય છે. તમે જે કામ દરરોજ કરતાં હો તેની યાદ, ભાન તમને સતત રહે છે. જેમકે જમવાનું, ન્હાવાનું, ચાલવાનું, દોડવાનું,અન્ય રોજીંદા ઘરનાકામ,બજારના કામ, ઓફીસ ધંધાના કરવાના કામ વગેરે.. વગેરે….આ બધું તમારું જાગૃત મન સભાન અવસ્થામાં તમને યાદ કરાવે છે.

અર્ધ જાગૃત મન

હવે અર્ધ જાગૃત મન વિશે જોઈએ તો, તમે જેટલા પણ કામ ભૂતકાળમાં કર્યાહોય તે કામની યાદ તમારા મનમાં સંચિત થઈને પડેલી હોય છે. જ્યારેતે કામ યાદ કરીને જાગૃત અવસ્થામાં લઇ આવીએ તો તેને અર્ધ જાગૃત અવસ્થા કહેવાય. એટલે કે, માનો કે તમે ગઈ કાલે, કે થોડા દિવસ પહેલા, યા, અમુક મહિના કે વર્ષ અગાઉ કોઈ કામ કર્યું હોય તેને યાદ કરીને તેને અત્યારે વર્તમાન સમયમાં તેની વાત કરવી એટલે તેને અર્ધ જાગૃત મનમાંથી સભાન અવસ્થામાં જાગૃત મનમાં લઇ આવવી, અને તે વાતને યાદ કરીને કહેવી.

અજાગૃત મન:

ત્રીજુ છે અજાગૃત મન. અજાગૃત મન બાળક ગર્ભાવસ્થામાં હોય ત્યારથી લઈને વર્તમાન સમય સુધીમાં કરેલા કોઇ પણ કામ, પ્રસંગ, ઘટના, બનાવ વગેરેમાંથી અમુક તમુક બાબતો, પ્રસંગો કે ઘટનાઓ અજાગૃત મનમાં સચવાયેલ રહે છે. જે દરેક સમયે બધું યાદ નથી આવતું. પણ ક્યારેક અચાનક અથવા સપનામાં પણ તે યાદ આવી જતું હોય છે. જેમ કે તમે એકાદ બે વર્ષનાં હો ત્યારે બનેલી કોઈ ખાસ ઘટના, પ્રસંગ વગેરે…

તમારા શરીરમાં માથાની ખોપરીમાં રહેલ બ્રેઈનને, મગજને તમે જોઈ શકો પણ તમે તમારું મન જોઈ શકતા નથી. કોઇપણ સજીવના શરીરમાં તે કઈ જગાએ આવેલ છે તે હજુ સુધી કોઈ વૈજ્ઞાનિકો નક્કી શક્યા નથી. સજીવના શરીરમાં રહેલા બ્રેઇનને જો શરીરનું હાર્ડવેર માનવામાં આવે તો મનને શરીરના સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. મન દ્વારા બનતાં પ્રોગ્રામોનો સંગ્રહ બ્રેઇનમાં થાય છે અને તેની યાદગીરી, મેમરી સંગ્રહી રાખવાની ક્ષમતા અનંત છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ ૨૧ વર્ષની થઈ જાય છે ત્યારે તેનાં મગજમાં, બ્રિટનની એનસાયક્લોપીડીયાનાં હજાર ગણાં ડેટાનો સંગ્રહ થાય છે. હવે, જો તમે આ અંગે ટેસ્ટ દ્વારા જાણવા માંગો છો કે તમારું સબ્કૉન્શિયસ (અર્ધજાગૃત મન) શું કહે છે, તો તમારે પ્રમાણિકતાથી આગળ વધવા માટે તૈયાર રહેવું પડશે. તો ચાલો તમે તે માટે તૈયાર છો ને?

સારું, તો પહેલા તમારે આ ફોટામાં દેખાઈ રહેલી આંખોમાંથી કોઈપણ એક આંખને પસંદ કરવાની રહેશે. આ દર્શાવેલી આંખોમાંથી કઈ આંખ તમને આકર્ષિત કરે છે તે જાણીને વિચારી લીધું હોય તો તે વિષેની માહિતી નીચે આપેલી છે. તેની સાથે સરખાવી જુઓ.

૧. તમારી આત્મા કશુંક ઝંખી રહી છે.

તમારો ભૂતકાળ તમને હેરાન કરી રહ્યો છે જેને તમે સહેલાઈથી જતું નથી કરી શકતા. પણ તમારે તમારી પોતની જાતપર વિશ્વાસ રાખીને તમારા ભૂતકાળને તમારે માફ કરી દેવો જોઈએ. જે કંઈ પણ જીવનમાં કાર્ય કરો છો તેનાથી તમારી આત્માને સંતોષની લાગણી થાય તેવાં પ્રયત્ન કરતા રહો, કારણ કે તમે તે બાબતને ડીઝર્વ કરો છો. તમારાં મનની ઝંખનાને અનુસરો અને ફરીથી તમારી લાઈફને જીવંત કરો.

૨. તમે એક સીક્રેટ સૉલ છો.

તમારું જીવન એક લાયબ્રેરી સમાન છે, એટલા માટે નહીં કે તમે જીવનમાં ખુબ જ બુક્સ કે નોવેલ્સનું વાંચન કર્યું છે, પણ આ વાત તમારા માટે એટલા માટે કહેવાય છે કે તમે લાઈફમાં ઘણાં બધા અનુભવો એકસ્પીરીયન્સ મેળવ્યાં છે. તમે જીવનમાં ઘણી બધી મુશ્કેલીનો સામનો કર્યા છે. હવે તમે એક નવી લાઈફ જીવી રહ્યાં હશો. પરંતુ અમે તમને ધ્યાનમાં રાખીને જે જણાવી રહ્યાં છીએ તેનાં પર એકવાર જરુરથી ધ્યાન આપજો. તમે જ્યાં પણ જાઓ છો ત્યાં તમારા જીવનનાં અનુભવોને અન્ય સાથે શેર કરો. તમારી આસપાસનાં લોકો તમારી રીયલ પર્સના લીટીને જાણવા ઈચ્છતા હોય છે અને તમારે પણ તેમની સાથે તમારા જીવનમાં બનેલી ઘટનાંઓ જણાવવી જોઈએ. હવે અંધારામાં એકલા રહેવાનો સમય નથી. ખરેખર તમારા જેવી વ્યક્તિને ચમકવાનો સમય છે. તમે તમારી અત્યારની આ લાઈફને આત્મવિશ્વાસ સાથે જીવી શકો છો.

૩. તમે એક ઔરા આભા છો.

આધ્યાત્મિક સ્તરે તમે કુદરતી રીતે ઝળકી રહ્યાં છો. તમારે તમારી આસપાસ ચળકવાં માટે હવે વધુ મહેનત કરવાની જરૂર નથી. તમને આ ખુબી કુદરતી રીતે મળી છે. તમારા જેવી વ્યક્તિની એક ઔરા એટલે કે આભા લોકોને આકર્ષિત કરવા માટે હોય છે. તમારી પાસેથી તેઓને મદદની વધારે અપેક્ષા હોય છે. દુનિયાએ તમને તેમનાં થઈને રહેવાંની શક્તિ આપી છે પરંતુ અમૂક સમયે તમને એવું લાગતું હોય છે કે તમે કંઈક હારી ગયા છો. પણ આ ભાવનાને જતી કરીને તમારે આગળ વધવું જોઈએ. વિશ્વમાં તમારી ઔરા ઝળકી રહી છે, તેને દરેક સ્થળે ફેલાવો અને તેની મદદથી વધુ લોકોને મદદગાર બનો.

૪. તમારો આત્મા શાશ્વત છે.

તમારી મનોવૃત્તિ એવા પ્રકારની છે કે તમને દરેક વસ્તુઓમાં ઊંડાણમાં જવું ગમતું હોય છે. ક્યારેક તમે એટલા ઊંડાણમાં જતા રહો છો કે તમારાથી તેનો વાસ્તવિક અર્થ પણ છૂટી જાય છે. તમારું માઈન્ડ હંમેશાં એક સ્થળથી બીજા સ્થળે કૂદકા મારતુ રહે છે. તમે હંમેશા તમારા મનને અનુસરીને કાર્ય કરતાં હો તેવું જણાય છે. તમે મોટાભાગનાં સમયે કોઈ વિચારોમાં ખોવાયેલાં રહો છો, પરંતુ તેવું ન થવા દો. શક્ય છે તમે જીવનમાં ચોક્કસ ભૂલો કરી હશે પણ જીવનમાં ભૂલો કર્યા વગર તમને કેવી રીતે ખબર પડશે કે તમારા માટે શું યોગ્ય છે અને શું નહીં?. પોતાની ઉપર વધારે વિશ્વાસ રાખો. તમારા મનને વારંવાર આડું અવળું ભટકવા ન દો. તમારી જાતને વધુ પ્રેમ કરવાનું શીખો અને હજાર વિચારો મનમાં આવે તે પહેલાં જ કામની શરુઆત કરો અને તેને પૂર્ણ કરો.

૫. તમે એક ઉદાહરણ છો.

તમે લોકો પાસેથી ઘણી બધી માહિતી છુપાવીને રાખતા હો તેવું જણાય છો. તમે પોતે એક પ્રશ્નાર્થચિહ્ન બની જાઓ છો જેથી લોકો તમારાથી વધારે આકર્ષિત થતા હોય છે. પરંતુ આ રીત વધારે કામ નથી કરતી. લોકો તમને જલદીથી ઓળખી ન શકવાને કારણે તમારાથી ઝડપથી કંટાળી જતા હોય છે. તમે આ બધુ કોઈ હેતુથી નથી કરતાં પરંતુ લાઈફમાં તમારો જે ખરાબ ભૂતકાળ રહ્યો છે તેનાં કારણે તમારો સ્વભાવ આવો થઈ ગયો હોય છે. તમે અગાઉ એક ખુલ્લા દિલનાં અને મિલનસાર વ્યક્તિ હતાં. પણ  જીવનમાં જે બનાવો તમને હર્ટ કરી ગયા છે તેને લીધે બીજું કંઈ નહીં પણ તમે તમારી જાતને અંદરથી લોક કરી દિધી છે. જીવનમાં ફરીથી મિલનસાર અને ખુલ્લા દિલનાં વ્યક્તિ બની એક સિતારાની જેમ શાઇન કરો.

૬. તમે ચોક્કસપણે એક અલૌકિક આત્મા છો.

તમે ચોક્કસપણે એક પૌરાણિક અને અલૌકિક આત્મા છો, જે અહીંયા પૃથ્વી પર પહેલેથી જ બીજાનાં શરીરમાં છે. આથી જ તમે અત્યંત આકર્ષક અને રહસ્યમય વ્યક્તિ છો. તમે હંમેશા લોકોનાં આકર્ષણનું કેન્દ્ર રહો છો અને એવું જરુરી નથી કે લોકો તમને હંમેશાં પસંદ જ કરે. પરંતુ તે બધા તમારામાં છૂપાયેલ રહસ્ય પ્રત્યે આકર્ષિત હોય છે. તેમ છતાં આ બધું સારૂ નથી કારણ કે તમને આત્મવિશ્વાસની જરૂર છે. ઘણી વાર તમે એક એવી વ્યક્તિ બની જાઓ છો જે પોતનાં જ માઈન્ડને વારંવાર ચેન્જ કરતું રહે છે. તમારે ખરેખર તમારી જાત વિશે અમૂક સત્ય પોતાની જાતે જ જાણીને જીવવું જોઈએ. તમે ચોક્કસ પણે પહેલાંથી જ અહિયાં છો, પરંતુ તેનાં પર તમારે નિયંત્રણ રાખવું જોઈએ, કેમ કે તમે કોઈ કારણસર પૃથ્વી પરપાછા જન્મયાં છો. અન્ય લોકો કરતા તમે શું કરવા માંગો છો તે જાણવું સરળ હશે પરંતુ તમારે તે માટે તેનું જતન કરવાનું રહેશે અને નિશ્ચિતપણે કાર્ય કરવાનું રહેશે. તમે પૃથ્વી પર એક શક્તિશાળી આત્મા છો.

૭. તમે એક ઘુવડ નિશાચર છો.

ઘુવડ એક નિશાચર પ્રાણી છે. તેમ તમે પણ રાત્રિનાં નિશાચર ઘુવડ જેવા છો. તમને ઘણી બધી વસ્તુઓનું જ્ઞાન છે પણ તમે તેને જેમનું તેમ જ રહેવા દો છો. આ જ્ઞાનનો ઉપયોગ તમે ખૂબ સારી રીતે કરી શકો છો પણ યોગ્ય રીતે કરતા નથી. તમે એકએવી વ્યક્તિ છો જે બધુ જ જાણે છે પરંતુ ભાગ્યે જ તમે તમારા પોતાનાં વિશે જાહેર કરો છો. મતલબ તમે સહદેવ છો. જાદુગર જેવો શબ્દ તમારા વ્યક્તિત્વને શૂટ કરે છે. તમે દરેક લોકો સાથે સંબંધ સાચવીને રાખો છો, જાળવીને રાખો છો.પરંતુ તમે તમારો એવો કોઈ પ્રસંગ કે માહિતીને કોઈની આગળ નહીં રજુ કરો જે તમને પાછળથી નુકશાન પહોંચાડી શકે. માછીમાર જેમ માછલીઓને ચારો આપીને જાળમાં ફસાવી લે છે, તેવી જ રીતે તમે પણ તમારાં વિશે નાની અમથી વાત જણાવીને લોકોને વિચારના વંટોળમાં ગૂંચવતા રાખીને વધુ વિચારવા માટે મજબુર કરી દયો છો. તમે પોતાને બદલશો નહીં કારણ કે તમે જે કરી રહ્યા છો એ હકીકતમાં સારું જ છે. જે લોકો તમને વધુ સારી રીતે જાણવા માંગતા હશે તેઓ તમને વધારે સારી રીતે જાણવાનો પ્રયાસ કરશે જ અને તમારી સાથે જીવનભરનાં સાથી બની જશે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment