એવી ગજબની ઠંડી કે માથાના વાળ પણ જામી ગયા, જાણો ચોકાવનારી વાત…

8

અમેરિકામાં કેટલીક જગ્યાઓ પર ઠંડીની શીત લહેરનો કહેર એટલો બધો છવાઈ ગયો છે કે ઘરની બહાર પણ નીકળી શકાતું નથી. આવી જ એક ઠંડીની શીત લહેરના 0 થી પણ માઈનસ ઠંડીના કહેરમાં એક મહિલા સ્નાન કરીને ઘરની બહાર નીકળી તો તેના માથાના ભીના વાળ પણ થીજી ગયા. ત્યારે સંજોગો એવા હતા કે તાપમાન માઈનસ 40 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. જેથી સ્પષ્ટ વાત છે કે તેની અસર સામાન્ય જન જીવન પર પણ થાય છે. તેનું એક દ્રષ્ટાંત ત્યારના સમયે સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલો એક અમેરિકી મહિલાનો વિડીયો છે. તે મહિલાના ભીના વાળ અતિશય ઠંડીના કારણે જામીને બરફ થઇ ગયા. આ માઈનસ ડીગ્રી તાપમાન થવાનું કારણ ઉત્તરી ધ્રુવ તરફથી આવી રહેલા બર્ફીલા ચક્રાવાતને માનવામાં આવે છે. આ ચક્રાવાતને પોલાર વોર્ટેકસ નામ આપવામાં આવ્યું છે.

આ વિડીયો ટેલર સ્કૈલન નામની મહિલાએ સોશ્યલ મીડિયા પર પોતાનાટ્વીટર હેન્ડલ પર મુક્યો હતો. ઈન્ડીપેન્ડન્ટના જણાવ્યા મુજબ આ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે ઘરમાંથી બહાર નીકળતી આમહિલા પોતાના વાળ ધોઈને બહાર નીકળતી દેખાય છે. ત્યારબાદ આ મહિલા પોતાના ભીના વાળને સૂકવે તે પહેલા તો ભીના વાળમાં બરફ જામી જાય છે. આ વિડીયોને લગભગ 2.7 મીલીયનથી પણ વધારે વાર જોવામાં આવ્યો છે. જો કે અમેરિકામાં ઠંડીના માર સાથે સંકળાયેલ ફક્ત આ એકજ વિડીયો નથી, આ પહેલા પણ સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો આવી ગયો છે.

અમેરિકામાં ઠંડીની આ સીજનમાં માઈન્સ ડીગ્રીની ઠંડીથી અનેક લોકોના મૃત્યુ પણ થયા હતા. લોકોને ફરજીયાત ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું હોવાથી ઘરમાં સમય પસાર કરવા માટે અનેક પ્રકારના નુસ્ખાઓ અજમાવ્યા હોય તેવા પણ વિડીયો સોશ્યલ મીડિયા પર વાઈરલ થયા હતા. કેટલાક લોકો તો તેમના ઘરમાંથી પાણીને બહાર ઉડાડતા હતા જે પાણી ઘરની બહાર હવાના સંપર્કમાં આવતા જ બરફ બની જતો હતો. (ઘરમાં હિટર ચાલુ હોવાથી ઘરનું વાતાવરણ ઉષ્મા ભર્યું હોય છે.) હુંફાળા પાણીને ઘરની બહાર હવામાં ઉછાળીને બરફ બનાવવાની આરીતને એમપેમ્બા પ્રભાવ કહેવામાં આવે છે. જ્યારેસોશ્યલ મીડિયા પર તે બ્વાઈલીંગ વોટર ચેલેન્જના નામથી ઓળખાય છે. આપ્રયોગમાં પાણી હકીકતમાં બરફ બનતો નથી પણ બસબાષ્પકણોવધારેબાષ્પિત થઈને એક વાદળના સ્વરૂપમાં ફેરવાઈ જાય છે.અને આ વાદળથોડી સેકન્ડમાં ગાયબ પણ થઇ જાય છે. તો પણ જોનાર લોકો માટે તો આ એક સુંદર,અદ્ભુત અને રોમાંચકારી દ્રશ્ય લાગે છે.

હકીકતમાં વાયુ મંડળના ફ્રીજીંગ તાપમાન પર કે તેનાથી પણ નીચે જતા તાપમાન પરહિમ પ્રપાત થાય છે. આ સમયે જો જમીનનું તાપમાન ખુબજ વધારે ઠંડુ હોય તો પાણી જમીન સુધી પહોંચતા પહેલા જ બરફના સ્વરૂપમાં જમીન પર પડે છે. અને લોકોને જે નજારો જોવા મળે છે તે આનુ જ પરિણામ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment