અઢી વર્ષના બાળકે આપી મુખાગ્નિ, જુવો શહીદોની અંતિમ વિદાઈ…

57

ભારતના સુરક્ષાબળો પર આતંકી હુમલા પછી આખા દેશમાં દુઃખનું વાતાવરણ થઇ ગયું છે. ૪૦ જવાનોની શહાદતથી દેશ આધાતમાં છે. જમ્મૂ શ્રીનગર હાઇવે પર પુલવામા જિલ્લામાં થયેલ આ ઘટનાથી દેશવાસીઓના આંસુ ઉભા નથી રહ્યા. જ્યારે શહીદોના શવ તિરંગામાં લપેટીને એમાંન ઘરે પહોંચ્યા તો પથ્થર દિલોના પણ આંસુ નીકળી આવ્યા.

ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના રહેવાસી શહીદ વિરેન્દ્ર સિંહ રાણાના પાર્થિવ શરીર જ્યારે પહોચ્યું તો શ્રદ્ધાંજલિ આપનારાઓની ભીડ લાગી ગઈ. વિરેન્દ્ર સિંહના અઢી વર્ષના બાળકે પોતાના પિતાના શવને મુખાગ્નિ આપી. રાજકીય સન્માન સાથે શહીદ વિરેન્દ્ર સિંહને અંતિમ વિદાઈ આપવામાં આવી.

ઉત્તરાખંડના શહીદ એએસઆઈ મોહનલાલ રતૂડીનું પાર્થિવ શરીર શનિવારે સવારે દેહરાદૂન એમના ઘરે પહોચ્યું. આ દરમ્યાન એમના ઘરમાં અંતિમ દર્શન માટે માણસોનું ઉમટી પડ્યું. આ દરમ્યાન એમની બહાદુર છોકરીએ પોતાના પિતાને સલામ કરી અને એકધારી જોતી રહી. શહીદની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી અને અન્ય નેતાઓએ પાર્થિવ શરીરને ખંભો આપ્યો.

ઉત્તરપ્રદેશના મહારાજગંજના રહેવાસી શહીદ પંકજ ત્રિપાઠીનું શવ ઘરે પહોચ્યું તો એના ગામ હરપુર બેલહિયામાં હજારોની સંખ્યામાં ગામના લોકો આવેલા હતા. રોતા બિલ્કતા ગ્રામીણોએ શહીદએ શવને સન્માન કર્યું.

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજના મેજા વિસ્તારમાં શહીદ મહેશ યાદવના ગામમાં નારાજ લોકોએ જામ કરી દીધો. નારાજ લોકોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવ્યા.

રાજસ્થાનના કોટામાં શહીદ હેમરાજ મીણાનું પાર્થિવ શરીર પહોચ્યું. હેમરાજ મીણાને શ્રદ્ધાંજલિ આપવા માટે આખું કોટા શહેર ઉમટી પડ્યું. શહીદ હેમરાજ મીણા કોટા જીલ્લામાં સાંગોદની અંદરના વિનોદ ખુર્દ ગામના રહેવાસી હતા, તેમજ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

ઉત્તર પ્રદેશના મૈનપૂરીમાં સીઆરપીએફના ૧૭૬મી બટાલિયનના જવાન રામ વકીલ પણ શહીદ થઇ ગયા. શહીદ રામ વકીલના એમના પૈતૃક ગામ વિનાયકપુર બરનાહલમાં પૂર્ણ રાજકીય સન્માન સાથે શનિવારે અંતિમ સંસ્કાર થયો.

રાજસ્થાનના ભરતપુરમાં રાજકીય સન્માન સાથે શહીદ જીતરામના શવની અંતિમ દર્શન માટે હજારો લોકો પહોંચ્યા. પરિવારના લોકોની ખૂનના બદલે ખૂનની માંગ કરી અને એક માથાની બદલે ચાર માથા લાવવાની પૂરો અવાજ ઉઠાવ્યો. અંતિમ સંસ્કાર દરમ્યાન પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ ગુંજ્યા. શહીદના ભાઈએ કહ્યું કે બદલો લેવા માટે હું ખુદ જઈશ.

ઉત્તર પ્રદેશમાં વારાણસીના તોહફાપુર ગામના રમેશ યાદવ આ હુમલામાં શહીદ થઇ ગયા. એમનું શવ શનિવરે જ્યારે ઘરે પહોચ્યું તો ત્યાં માતમનું વાતાવરણ થઇ ગયું. લોકોની તિરંગામાં લપેટાયેલા શવને ખંભો આપવા માટે ભીડ લાગી હતી.

શહીદને શ્રદ્ધાંજલિ આપવા ગામના યુવા તિરંગા લળીને પહોંચ્યા. દરેક જગ્યાએ લોકો જ લોકો દેખાતા હતા. શહીદ રમેશ યાદવના પોસ્ટર પણ રાતો રાત બનીને તૈયાર થઇ ગયા હતા.

શહીદ રમેશ ૧૨ ફેબ્રુઆરી એટલે કે ૨ દિવસ પહેલા જ રજાઓ વિતાવીને ડ્યૂટી કરવા જમ્મૂ કશ્મીર ગયા હતા. પતિના શવને જોઇને પત્ની બેભાન થઈને પડી ગઈ.

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં રહેવાસી સીઆરપીએફ જવાન અજીત કુમાર આજાદના પાર્થિવ શવને પોલીસ અને સુરક્ષાબળ લઈને પહોંચ્યા.

શહીદના શવને જોઇને પરિવારમાં કોહરામ મચી ગયો. શહીદને બંદુકોથી સલામી આપવામાં આવી.

પંજાબમાં મોગાના શહીદ જૈમલ સિંહને હજારો લોકોએ ભીની આંખોએ વિદાઈ આપી. પરિવારના લોકો તાબૂતને લપટીને રોતા હતા.

શહીદ જૈમલ સિંહના પાર્થિવ શરીર આજે સવારે ગામ કોટમાં ખાં આવેલ એમના ઘરે પહોચ્યું. સીઆરપીએફના જવાન તિરંગામાં લપેટાયેલા શરીરને લઈને પહોંચ્યા.

શહીદ જૈમલ સિંહને અંતિમ વિદાઈ આપવા અકાલી નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ અને અન્ય નેતા પણ પહોંચ્યા.

ઉત્તર પ્રદેશના ચંન્દૌલી જિલ્લાના બહાદુરપુર ગામના સીઆરપીએફ જવાન અવધેશ કુમાર યાદવ પણ શહીદ થઇ ગયા. અંતિમ સંસ્કાર પહેલા એમને બંદુકોની સલામી આપવામાં આવી.

આતંકી ઘટનાથી થોડાક કલાક પહેલા જ અવધેશની પત્ની તેમજ ભાઈએ મોબાઈલ પર વાત પણ કરી હતી. એના થોડા સમય પછી જ ખબર આવી કે એમના અવધેશ શહીદ થઇ ગયા છે.

ગંગા નદીના કિનારે એમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. શહીદના અંતિમ સંસ્કારમાં શમેલ થવા માટે લોકોની ભીડ હતી. દરેક જગ્યાએ લોકો જ લોકો દેખાઈ રહ્યા હતા.

ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલ કેન્દ્રીય મંત્રી સત્યપાલ સિંહ ઉત્તર પ્રદેશના શામલીમાં શહીદ પ્રદીપ કુમારના અંતિમ સંસ્કારમાં શામેલ થયા. એમને બંદુકોની સલામી આપ્યા પછી શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને બધાની આંખો ભીની હતી. સાથે જ બધા શહીદ પ્રદીપ અમર રહે, પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવતા લોકો આગળ વધતા રહ્યા.

તેમજ, આજે સવારે ઉત્તર પ્રદેશના ગન્ના મંત્રી સુરેશ રાણા પૂર્વ મંત્રી સંજીવ બાલીયાન બીજેપીના બધા નેતાઓએ શહીદને ખંભો આપીને ફરજ નિભાવી અને શહીદને શ્રદ્ધાંજલિ આપી.

એની પહેલા સવારે શહીદ પ્રદીપ કુમારનું પાર્થિવ શરીર એના ગામમાં પહોચ્યું. પાર્થિવ શરીર પહોંચતા જ પરિવારના લોકોમાં હાહાકાર થઇ ગયો. જેને જુઓ, એની આંખોમાં આંસુઓ હતા.

સાથે જ શહીદની જય જયકાર કરી રહ્યા હતા. તેમજ, લોકોમાં ઘણા આક્રોશ જોવા મળ્યો. શહીદ પ્રદીપ અમર રહે એની સાથે પાકિસ્તાન મુર્દાબાદના નારા સાંભળવા મળ્યા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment