અડધી કીમતમાં મળી રહી છે એક્ટર સલમાન ખાનની આ કાર, તમે પણ ખરીદી શકો છો….

41

પ્રસિદ્ધ ફિલ્મ એક્ટર સલમાન ખાને પોતાની દત્તક બહેન અર્પિતા ખાનને ૨૦૧૬ માં ભાણેજ અહિલ શર્માના જન્મદીવસ પર એક જોરદાર કાર ગીફ્ટ કરી હતી. સલમાને BMW ૭૩૦LD m-sport ગીફ્ટ કરી હતી. માત્ર ૧૧૫૦૦ કિમી ચાલેલી ૨૦૧૬ મોડલની આ કાર વેચાણ માટે ઉપલબ્ધ છે. એની પહેલા સલમાને નવેમ્બર ૨૦૧૪ માં અર્પિતાના લગ્ન સમયે ૪ કરોડ રૂપિયાની રોલ્સ રોયલ ફૈટમ ગીફ્ટ કરી હતી. નોંધપાત્ર છે કે અર્પિતાના લગ્ન દિલ્હીના વેપારી આયુષ શર્મા સાથે થયા છે.

બહેન અર્પિતાને ગીફ્ટ આપેલી  BMW ૭૩૦LD m-sport કાર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ કાર પ્રસિદ્ધ સેકેંડ હેન્ડ કાર શોરૂમ બીગ બોયસ ટોયસની વેબ સાઈટ પર લીસ્ટેડ છે. અર્પિતા આ કારના ૭૫ લાખ રૂપિયા ડીમાંડ કરી રહી છે. મળી જાણકારી મુજબ આ કાર માત્ર ૧૧૫૦૦ કિમી ચાલેલી છે અને માત્ર ૩ વર્ષ જૂની છે. નવી BMW ૭૩૦LD m-sport ની એક્સ શોરૂમ કીમત ૧.૩૫ કરોડ રૂપિયા છે, જયારે એની ઓનરોડ કીમત ૧.૬ કરોડ રૂપિયા છે.

સલમાન ખાન અને અર્પિતાનો પરિવાર ઘણીવાર આ કારમાં ફરતા જોવા મળ્યો છે. ત્યારેજ અર્પિતાના વેપારી પતિ આયુષ શર્મા પણ ઘણીવાર કાર ડ્રાઈવ કરતા સ્પોટ થઇ ચુક્યા છે. ત્યારેજ BMW ૭૩૦LD m-sport કાર ની ટોપ ઓફ લાઈન ૭ સીરીજ ડીજલ વેરીએટ છે, જેમાં તમામ હાઈટેક ફીચર લાગેલા છે.

તેમ છતાં ૭ સીરીજ રાખવાવાળા લોકો કારની પાછલી સીટ પર બેસવાનું પસંદ કરે છે, પરંતુ આ કારને ડ્રાઈવ કરવાની પણ એક અલગ મજા છે. આ કારમાં ૩.૦ લીટરનું ઇન-લાઈન ૬ સિલેંડર એન્જીન મળે છે, જો કે ટ્વીન ટર્બો ચાર્જર સાથે આવે છે. આ એન્જીન ૪૦૦૦ આરપીએમ પર ૨૬૫ બીએચપીનો પાવર અને ૨૦૦૦ આરપીએમ પર ૬૨૦ એનએમનો ટોર્ક આપે છે.

જાણકારી મુજબ આ કારની રજીસ્ટ્રેશન સાથે સંબંધિત જાણકારી અજી સુધી સામે આવી નથી, પરંતુ આ સિંગલ ઓનર છે અને સલમાનના પિતા સલીમ ખાનના નામ પર રજીસ્ટર છે. આ કારમાં એમ-સ્પોર્ટ બોડી કીટ લાગેલી છે અને એમાં ઘણા ફીચર એવા છે, જે ૭ સીરીજ રેગુલર કારમાં મળતી નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment