આ 7 ખાદ્ય પદાર્થો તમારા માટે બની શકે છે એસીડીટીનું કારણ…

14

આપણે બધાજ ભારે ડાઈટ લીધા પછી બહુજ સારું મહેસુસ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે હેવી ડાઈટ લીધા પછી ઘણીવાર છાતીમાં બળતરાનો અનુભવ થાય છે, ખાટો ઓડકાર આવવા લાગે છે. તેમજ, થોડાક ખાદ્ય પદાર્થ જે સાર્વભોમિક રૂપથી સમસ્યાગ્રસ્ત છે, તેનું સેવન કર્યા પછી તમને ઓડકાર આવે છે. આ બધું અતિશય એસેડીક ખોરાકને લીધે થાય છે. જેને આપનું શરીર આરામથી ડાઈજેસ્ત નથી કરી શકતું. જેના પરિણામના ભાગ રૂપે એસીડીટી થવા લાગે છે. જો તમે વારવાર એસીડ રિફલેક્સનો અનુભવ કરી રહ્યા છો તો આજ સમય છે કે તમે એના મૂળ સુધી જવાની કોશિશ કરો.તેના સિવાય થોડાક આસાનીથી હજામ થઇ એવા ખાદ્ય પદાર્થ પદાર્થ કરો જે તમારા પેટમાં એસિડને કંટ્રોલ કરે છે. થોડાક એવા ખાદ્ય પદાર્થ છે જે એસીદીતીનું કારણ બની શકે છે, આવો તેના વિશે જાણીએ.

ચોકલેટ

ચોકલેટનો ટેસ્ટ કદાચ જ કોઈને નહિ પસંદ હોય, પરંતુ આ તમારા પેટ માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. હકીકતમાં, ત્રણ કારણ છે જે ચોકલેટને તે લોકો માટે ખરાબ વિકલ્પ બનાવે છે. જે મોટા ભાગે એસીડથી પરેશાન રહે છે. સૌથી પહેલા, તેમાં કૈફીન અને થીયોબ્રોમાઈન જેવા પદાર્થો હોય છે. જે એસિડનું કારણ બને છે. બીજું તેમાં ઘણું ફેટ હોય છે, જે એસિડનું કારણ પણ બને છે અને ત્રીજું તેની અતિરિક્ત કોકો સામગ્રી છે, જે રિફલેક્સને આગળ વધારવા માટે જવાબદાર હોય છે. અમે તમને ચોકલેટ ખાવાનું બંધ કરવાનું નથી કહેતા, પરંતુ આ મુશ્કેલીથી બચવા માટે તેની સીમીત માત્રામાં લેવાનું સલાહ જરૂર આપી રહ્યા છીએ.

સોડા

પેટમાં એસીડ પેદા કરવા માટે અને અન્ય કાર્બોનેટેડ ડ્રીન્કસ જવાબદાર છે. કારબોનેશનના પરપોટા પેટની અંદર ફેલાઈ છે. વધતા દબાવને કારણે બળતરા થવા લાગે છે. હકીકતમાં, સોડામાં કૈફીન પણ હોય છે જે એસીડ બનવવામાં યોગદાન કરે છે.

આલ્કોહોલ

બીયર અને વાઈન જેવા વિભિન્ન માદક પેય ન માત્ર પેટમાં ગેસ્ટ્રીક એસીડને વધારે છે, પરંતુ શરીરને ડીહાઈડ્રેડ કરીને એસીડ બનાવે છે. તેના સિવાય, અહિયાં સુધી કે જો તમે આલ્કોહોલ લઇ રહ્યા છો, તો તેને કાર્બોનેટેડ પેયની સાથે ન ભેળવો.

અફીણ

એક દિવસમાં કોફી અથવા ચા પીવી સારી છે, તેનું વધુ સેવન તમને એસીડીટીના શિકાર બનાવી શકે છે, તેમાં અફીણની માત્રા વધારે હોય છે. અફીણના સેવનથી પેટમાં ગેસ્ટ્રીક એસિડનું સ્ત્રાવ થાય છે, જેનાથી એસીડીટી થાય છે. ક્યારે પણ ખાલી પેટ ચા અથવા ચા કોફી ન પીવો.

મસાલેદાર ખોરાક

મસાલેદાર ખોરાકનું વધુ સેવન આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. મરચું, ગરમ મસાલા અને કાળું મરચું બધાજ નેચરલ રૂપથી એસીડીક હોય છે. તેને ખાવાથી એસીડ બનવા લાગે છે. તે હેલ્દી થઇ શકે છે, જો તમે તેનું સેવન સીમિત માત્રામાં કરો.

ફેટવાળા ફૂડ

ફેટવાળા ફૂડ વધુ એસીડીક હોય છે અને તે પેટમાં લાંબા સમય સુધી રહે છે, જેનાથી એસીડીટી વધવાની સંભાવના વધી જાય છે. બહુજ વધુ ફ્રાઈડ ફૂડ, મિટ ખાવાથી બચો, તેને ડાઈજેસ્ત  થવામાં ઘણીવાર લાગે છે. તેના બદલે લીન મિટ અને બેક્ડ ફૂડસનું સેવન કરો. તે વધુ હેલ્દી હોય છે.

ખાટ્ટા ફળો

ફ્રુટ્સ હેલ્દી હોય છે, તેમ છતાં પણ, થોડાક ખાટ્ટા ફળો જે ખાલી પેટે ખાવામાં આવે તો તે એસિડનું કારણ બની શકે છે. સંતરા, લીંબુ, જાંબુ જેવા ખાટ્ટા ફળો વધુ એસેડીક હોય છે. અને હાર્ટ બર્નનું કારણ બની શકે છે. ક્યારે પણ ખાલી પેટે આ ફળોનું સેવન ન કરો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment