એક્સીડેન્ટ પીડિતાને ડોકટરે આપી એન્ટીબાયોટીક, થોડા દિવસો પછી પીડિતાને જીભ પર ઉગી આવ્યા વાળ…

15

અમેરિકાના મિસૌરીમાં એક મહિલા કાર દુર્ઘટનામાં ઘાયલ થઇ ગઈ હતી. તરત જ તેને સ્થાનીય હોસ્પીટલમાં દાખલ કરી. ડોકટરોએ તેની સારવાર તો શરુ કરી પણ જણાયું કે તેનો પગ સંક્રમિત થઈ ચુક્યો છે.

ડોકટરે મહિલાને એન્ટીબાયોટીક meropemem અને minocycline દીધી. થોડા દિવસ બાદ મહિલાને ગભરામણ મહેસુસ થવા લાગી અને મોઢાનો સ્વાદ પણ ખરાબ લાગવા લાગ્યો. ન્યુ ઇંગ્લેન્ડ જનરલ ઓફ મેડીસીનના રીપોર્ટના જણાવ્યા અનુસાર, મહિલાની જીભ પર વાળ ઉગી આવ્યા હતા. આવું એન્ટીબાયોટીક ની એલર્જી ના કારણે થયું.

રીપોર્ટના જણાવ્યા અનુસાર, એલર્જીના કારણે મહિલાની જીભ પર વાળ ઉગી આવ્યા હતા. ચિકિત્સીય ભાષામાં આ બીમારીને lingua villosa nigra કહે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર આવી અવસ્થામાં 1 થી લઈને 18 મીલીમીટર સુધી વાળ ઉગે છે. મોઢાની સફાઈ અને તમાકુના સેવનથી મુશ્કેલીઓ વધી શકે છે.

હા પણ આ બીમારીનો ઉપચાર સંભવ છે. સારવાર બાદ મહિલાની પરેશાની પણ દુર થઇ ગઈ. સાથે જ તેને ઓરલ હાઇજીન એટલે કે મોઢાની સાફ સફાઈનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment