પહેલું “સ્વામીનારાયણ” મંદિર બની રહ્યું છે અબુધાબીમાં, એપ્રિલમાં સ્થપાશે સ્તંભ, પીએમ મોદીનો મહત્વનો રોલ…

29

અબુધાબીમાં આ વર્ષે એપ્રિલમાં પહેલા હિંદુ મંદિરની આધારશીલા રાખવામાં આવશે. એક મીડિયા રીપોર્ટમાં આ જાણકરી આપવામાં આવી છે. સયુક્ત અરબ અમીરાત (યુએઈ) ની રાજધાનીમાં મંદિર બનાવવાની યોજનાને 2015 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અહિયાં પ્રવાસ પર અબુધાબી સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

ગલ્ફ ન્યુઝની ખબરમાં કહેવામાં આવ્યું હતું કે વિશ્વવ્યાપી હિંદુ અને ધાર્મિક અને નાગરિક સંગઠન, બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મંદિરનો સ્તંભ રાખવાનો સમારોહ 20 એપ્રિલે થશે જેની અધ્યક્ષતા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા દ્વારા ગુરુ અને અધ્યક્ષ મહંત સ્વામી દ્વારા કરવામાં આવશે.

આધ્યાત્મિક ગુરુ 18 થી 29 એપ્રિલની વચ્ચે યુએઈમાં રહેશે. અબુધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિંસ) શેખ મોહમદ બિન જાયેદ અલ નહયને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન ભેટમાં આપી હતી. યુએઈ સરકારે આટલી જમીન મંદિરના પરિસરમાં પાર્કિંગ સુવિધાના નિર્માણ માટે આપી છે.

અબુધાબીમાં અંદાજે 30 લાખ ભારતીયો રહે છે. તે ત્યાની વસ્તીના લગભગ ૩૦ ટકા હિસ્સો છે. ત્યાની અર્થવ્યવસ્થાને સુધારવામાં આ આબાદીનો ખુબ જ મોટુ યોગદાન રહ્યું હતું. સાધન સમ્પન આટલી મોટી આબાદી હોવા છતાં રાજધાની અબુધાબીમાં કોઈ હિંદુ મંદિર હજી સુધી નથી. એની તુલનામાં દુબઈમાં બે મંદિર અને એક ગુરુદ્વારા છે. એટલા માટે અબુધાબીના સ્થાનીય હિન્દુઓને પૂજા અથવા લગ્ન જેવા સમારોહ માટે દુબઈ જવું પડે છે. તેના માટે અંદાજે ત્રણ કલાકની લાંબી યાત્રા કરવી પડે છે. આ તકલીફોને જોઇને યુએઈ સરકારે આ મંદિર માટે જમીન દેવાનો નિર્ણય કર્યો હતો.

ખાસિયતો

આ મંદિર અબુધાબીથી ૩૦ મીનીટની દુરી પર હાઇવેની સાઈડ પર ‘અબુ મુરેખા’ નામની જગ્યાએ બનશે. આ મંદિરમાં શિવ, કૃષ્ણ અને અયપ્પા ભગવાનની મૂર્તિઓ હશે. અય્યપાને વિષ્ણુ ભગવાનનો એક અવતાર માનવામાં આવે છે અને કેરળમાં આની પૂજા થાય છે. આ મંદિરના નિર્માણ મુહિમ ચલાવવાળા અબુ ધાબીના જાણીતા ભારતીય કારોબારી બી આર શેટ્ટી છે. જે ‘યુએઈ એક્સચેન્જ’ નામની કંપનીના એમ ડી અને સીઈઓ છે.

તેની સાથે જ મંદિર પરિસરમાં એક સુંદર બગીચો અને મનને લુભામણું વોટર ફ્રંટ પણ હશે. આ મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાથના સભા માટે સ્થાન, પ્રદર્શનો અને છોકરાઓને રમવા માટેની જગ્યા, સંબંધિત વિષયોથી જોડાયેલા બગીચા, વોટર ફ્રંટ, ફૂડ કોટ, પુસ્તકો અને ગીફટની દુકાનો પણ હશે.

પીએમ મોદીએ કરી અબુધાબીના પ્રિંસ સાથે મુલાકાત, ભારત યુએઈની વચ્ચે 5 સમજોતા પર કરાર

ભારતીય શિલ્પકાર કરશે નિર્માણ

આ મંદિરનું નિર્માણ ભારતીય શિલ્પકાર કરી રહ્યા છે. તે 2020 માં પૂર્ણ થશે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોતમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) ના પ્રવકતાએ જણાવ્યું કે પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનેલું આ સર્વ પ્રથમ હિંદુ મંદિર છે. ટ્રસ્ટના એક સદસ્યએ ખલીજ ટાઈમ્સને જણાવ્યું કે તે દિલ્લીમાં બનેલું બીએપીએસ મંદિર અને ન્યુ જર્સીમાં બની રહેલા મંદિરની પ્રતિકૃતિ હશે.

આ મંદિરની સંરચના, નિર્માણ અને પ્રબંધન કરવાવાળા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘મંદિરમાં ઉપયોગ થવાના પથ્થર પર નકશીકામ ભારતના  શિલ્પકાર દ્વારા કરવામાં આવશે અને ત્યાર બાદ તેને યુએઈમાં લાવીને મંદિર તૈયાર કરવામાં આવશે. યુએઈ અને ભારત સરકાર દ્વારા આ મંદિરના નિર્માણથી લઈને તેના પ્રબંધન સુધીનું કામ દેવા પર બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થા પોતાને સન્માનિત અને કૃતજ્ઞ મહેસુસ કરી રહી છે.’

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment