અભૂતપૂર્વ જ્ઞાન!! “યુધિષ્ઠિરને સંપૂર્ણ આભાસ હતો, કે કળિયુગમાં શું થવાનું છે” – Amazing Read

203

અજ્ઞાતવાસ પૂરો થવામાં થોડો સમય બાકી હતો. પાંચેય પાંડવો અને દ્રૌપદી જંગલમાં છુપાવા માટેનું સ્થાન શોધી રહ્યા હતા. ત્યાં શનિદેવની આકાશ મંડળ માંથી પાંડવો પર નજર પડી શનિદેવના મનમાં વિચાર આવ્યો કે આ પાંચમાં બુદ્ધિમાન કોણ છે એ પરીક્ષા લેવી જોઈએ.

શનિદેવએ એક માયાવી મહેલ બનાવ્યો કેટલાય યોજન દૂર આ મહેલને ચાર ખૂણા હતા, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ.

અચાનક ભીમની નજર મહેલ પર પડી. અને તે આકર્ષિત થઇ ગયો,
ભીમએ યુધિષ્ઠિરને કહ્યું – ભાઈ મારે મહેલ જોવો છે ભાઈએ કહ્યું જાઓ.
ભીમ મહેલના દ્વાર પર પહોંચ્યો ત્યાં શનિદેવ દરવાનના રૂપે ઉભા હતા,
ભીમએ કહ્યું – મારે મહેલ જોવો છે.

શનિદેવએ કહ્યું – મહેલની થોડીક શરતો છે.

શરત-૧. મહેલમાં ચાર ખૂણા છે તમે એક જ ખૂણો જોઈ શકશો.
શરત-૨. મહેલમાં જે કઈ જોશો તેનું સાર સહીત અર્થઘટન કરશો.
શરત-૩. જો અર્થઘટન ન કરી શક્યા તો તમને કૈદ કરવામાં આવશે.
ભીમએ કહ્યું – હું સ્વીકાર કરું છું આવું જ થશે.

અને તે મહેલના પૂર્વ કિનારે ગયો.
ત્યાં જઈને તેણે અદભૂત પશુ પક્ષી અને ફૂલો તથા ફળોથી લચેલાં વૃક્ષોનો નજારો જોયો. આગળ જઈને જુએ છે કે ત્રણ કુવા છે આજુ-બાજુ નાના કુવાઓ અને વચ્ચે એક મોટો કૂવો.

વચ્ચેના મોટા કુવામાં પાણીનો ઉછાળો આવે છે અને બંને નાના ખાલી કૂવાઓને પાણીથી ભરી દે છે. પછી થોડા સમય બાદ બંને નાના કૂવાઓમાં ઉછાળો આવે છે તો ખાલી પડેલા મોટા કુવામાં પાણી અડધું જ રહી જાય છે આ ક્રિયાને ભીમ ઘણી વાર જુએ છે પણ સમજી નથી શકતો અને દરવાન પાસે પાછો ફરે છે.

દરવાન – શું જોયું તમે?

ભીમ – મહાશય મેં વૃક્ષો છોડવાઓ પશુ પક્ષી જોયાં જે મેં પહેલા ક્યારેય જોયાં નહોતા જે વિચિત્ર હતા. એક વાત સમાજમાં ન આવી નાના કુવા પાણીથી ભરાઈ જાય છે તો મોટો કૂવો કેમ નથી ભરાતો એ સમાજમાં ન આવ્યું.

દરવાન બોલ્યા શરત પ્રમાણે તમે બંદી થઇ ગયા છો અને બંદી ઘરમાં તેમને બેસાડી દીધા. અર્જુન આવ્યો કહ્યું – મને મહેલ જોવો છે, દરવાને શરત કહી દીધી અને અર્જુન પશ્ચિમ તરફના કિનારે ચાલ્યો ગયો.
આગળ જઈને અર્જુન શું જુએ છે. એક ખેતરમાં બે પાક ઉછરી હ્યા હતા એક તરફ બાજરાનો પાક અને બીજી તરફ મકાઈનો પાક.

બાજરાના છોડ માંથી મકાઈ નીકળી રહી હતી અને મકાઈના છોડ માંથી બાજરો નીકળી રહ્યો હતો. વિચિત્ર લાગ્યું કઈ સમજાણું નહિ પાછો દ્વાર પાસે આવી ગયો.

દરવાને પૂછ્યું શું જોયું, અર્જુને કહ્યું મહાશય બધું જોયું પણ બાજરા અને મકાઈની વાત સમાજમાં ન આવી. શનિદેવએ કહ્યું શરત પ્રમાણે તમે બંદી છો. નકુલ આવ્યો કહ્યું મારે મહેલ જોવો છે.

પછી તે ઉત્તર દિશા તરફ ગયો જ્યાં તેણે જોયું કે ઘણી બધી સફેદ ગાય જયારે તેને ભૂખ લાગે ત્યારે પોતાના નાના વાછરડાઓનું દૂધ પીવે છે અને તેને કાંઈ સમાજમાં ન આવ્યું અને તે દ્વાર પર ગયો.

શનિદેવએ પૂછ્યું શું જોયું?

નકુલે કહ્યું મહાશય ગાય વાછરડાઓનું દૂધ પીવે છે એ સમાજમાં ન આવ્યું ત્યારે તેને પણ બંદી બનાવી લીધો.

સહદેવ આવ્યો તેણે કહ્યું મારે મહેલ જોવો છે અને તે દક્ષિણ દિશા તરફ ગયો અંતિમ ખૂણો જોવા શું જુએ છે ત્યાં કે એક સોનાની મોટી શિલા છે જે ચાંદીના એક સિક્કા પર ટકેલી છે જે ડગમગ ડોલે છે પણ પડતી નથી અને અડવાથી પણ તેવી જ રહે છે સમાજમાં ન આવ્યું પાછો દ્વાર પર આવ્યો અને કહ્યું સોનાની શિલા વિષે મને સમાજમાં ન આવ્યું ત્યારે તે પણ બંદી થઇ ગયો.

ચારેય ભાઈઓ ઘણા સમયથી ન આવ્યા ત્યારે યુધિષ્ઠિરને ચિંતા થઇ તે પણ દ્રૌપદી સહીત મહેલમાં ગયો. ભાઈઓ માટે પૂછ્યું ત્યારે દરવાને કહ્યું કે શરત પ્રમાણે તેઓ બંદી છે. યુધિષ્ઠિરે કહ્યું ભીમ તે શુ જોયું?

ભીમએ કુવા વિષે કહ્યું.

ત્યારે યુધિષ્ઠિરે કહ્યું – આ કળિયુગમાં થવાનું છે કે એક બાપ બંને પુત્રોનું પેટ તો ભરશે પણ બંને પુત્રો ભેગા થઈને પણ એક બાપ નું પેટ નહિ ભરી શકે.
ભીમને છોડી દીધો.

અર્જુનને પૂછ્યું તે શુ જોયું?
તેણે પાક વિષે જણાવ્યું.
યુધિષ્ઠિરે કહ્યું – આ પણ કળિયુગમાં થવાનું છે.

વંશ પરિવર્તન એટલેકે બ્રાહ્મણને ઘરે શુદ્રની છોકરી અને શુદ્રના ઘરે બ્રાહ્મણની છોકરી પરણાવવામાં આવશે.
અર્જુન પણ છૂટી ગયો.

નકુલને પૂછ્યું તે શું જોયું ત્યારે તેણે ગાયનો વૃતાંત કહ્યો.
ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે – કળિયુગમાં માતાઓ પોતાની દીકરીઓના ઘરમાં રહેશે અને દીકરીનું અન્ન ખાશે અને દીકરાઓ સેવા નહિ કરે.
ત્યારે નકુલ પણ છૂટી ગયો.

સહદેવને પૂછ્યું તે શું જોયું, તેણે સોનાની શીલા નો વૃતાંત કહ્યો,
ત્યારે યુધિષ્ઠિર બોલ્યા – કળિયુગમાં પાપ ધર્મને દબાવતો રહેશે પણ ધર્મ છતાં પણ જીવશે ખતમ નહિ થાય.

આજના યુગમાં આ બધી વાતો સાચી સાબિત થઇ રહી છે.

લેખન – સંકલન : ભૂમિ મેહતા (બેંગ્લોર)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment